• Home
  • National News
  • Utility
  • ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ । How to book family package for rushikesh

ફેમિલિની સાથે જઈ રહ્યાં છો ઋષિકેશ ફરવા, 350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ

ગરમીની રજાઓમાં લોકો ઋષિકેશ અને હરિદ્વારમાં ફરવા જાય છે

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 06:29 PM
ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh

ફેમિલિની સાથે જઈ રહ્યાં છો ઋષિકેશ ફરવા, 350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ.ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા, 350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ.

નવી દિલ્હીઃ જો તમે વીકેન્ડ કે ગરમીની રજાઓમાં ઋષિકેશ ફરવાનો પ્લાન કરી રહ્યાં છો તો ઓછા બજેટમાં પણ અહી રોકાવવા માટે રૂમ બુક કરાવી શકાય છે. ઋષિકેશમા રહેવા માટે તમારી પાસે ઘણાં ઓપ્શન છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે ઓછા બજેટમાં કયા અને કઈ રીતે રૂમ બુક કરાવી શકો છો.

પીક સિઝનમાં મોંઘા હોય છે રૂમ

ગરમીની રજાઓમાં લોકો ઋષિકેશ અને હરિદ્વારમાં ફરવા જાય છે અને અહીં પીક સિઝનમાં હોટલના રૂમ ખૂબ જ મોંઘા મળે છે. જોકે ઋષિકેશમાં ઘણાં આશ્રમ છે, જયાં તમે ઓછા બજેટમાં રોકાઈ શકો છો. આ આશ્રમના રૂમ ખૂબ જ મોટા હોય છે. એસી રૂમમાં ડબલ બેડ, ટીવી, ટેબલ, ખુરશી જેવી તમામ બેઝિક સુવિધાઓ મળે છે. આ આશ્રમમાં રૂમ તમે 350 રૂપિયામાં બુક કરાવી શકો છો.

પહેલા કરાવવાનું હોય છે બુકિંગ

આશ્રમમાં બુકિંગ કરાવવા માટે એ બાબત સારી હશે કે તારીખ 10થી 15 દિવસ પહેલા ઈ-મેલ અને ફોન પર રૂમ બુક કરાવી લો. કન્ફોર્મેશન કોલ આવ્યા બાદ આશ્રમમાં ફોન કરીને બુકિંગ વિશે કન્ફોર્મ જરૂર કરી લો.

આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે કરાવશો બજેટમાં રૂમ બુક...

ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh

આ છે ઓપ્શન

પરમાર્થ નિકેતન આશ્રમ

ઋષિકેશમાં ઘણાં આશ્રમ છે, જયાં તમે સરળતાથી રહી શકો છો. તૈ પૈકીનો એક પરમાર્થ નિકેત આશ્રમ પણ છે જે રામ ઝૂલાની પાસે છે. પરમાર્થ નિકેતન આશ્રમ ગંગા કિનારે છે અને તેનો પોતાનો ઘાટ છે, જયાં તમે ગંગા સ્નાન કરી શકો છો. અહીં યોગા પણ કરાવવામાં આવે છે. પરમાર્થ નિકેતન આશ્રમ વેબસાઈટ પર તેનું ઈ-મેલ આઈડી છે. આ ઈ-મેલ આઈડી પર તમે જે ડેટનો રૂમ બુક કરાવવા માંગો છો. ગેસ્ટ અને રૂમની સંખ્યાની ડિટેલ તેમના ઈમેલ પર મોકલો. જોકે આ માહિતી તમારે ત્રણ દિવસ પહેલા મોકવવાની રહેશે. બાદમાં આશ્રમ તરફથી બુકિંગ થઈ ગયો તે અંગેનું કન્ફોર્મેશન મોકલવામાં આવે છે. બાદમાં રૂમ બુક થઈ જાય છે. આ રૂમ માટે તમારે એક રાતના 350 રૂપિયા આપવાના રહેશે .

આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે કરાવશો બજેટમાં રૂમ

ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh

ઓમ્કારનંદ આશ્રમ

ઓમ્કારનંદ આશ્રમ પણ રામઝૂલાની પાસે છે. અહીં રૂમનું બુકિંગ ઈ-મેલ અને ફોન પર કરી શકાય છે. ઓમકારનંદ આશ્રમની વેબસાઈટ પર રૂમ બુક કરવા અંગેની તમામ ડિટેલ રાખવામાં આવી છે. અહીં રૂમ 350થી 500 રૂપિયામાં મળી જશે. ઋષિકેશમાં આવા ઘણાં આશ્રમ છે.

સસ્તામાં મળે છે લોજ

ઋષિકેશમાં બજેટ લોજ પણ 500થી 1000 રૂપિયામાં સરળતાથી મળી જશે. આ માટે તમે ઓનલાઈન બુકિંગ એપ ટ્રિવાગો અને એક્સપિડિયામાં ઋષિકેશ માટે બુકિંગ કરાવી શકો છો.

X
ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh
ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh
ફેમિલિની સાથે જાવ છો ઋષિકેશ ફરવા,350 રૂપિયામાં આ રીતે બુક કરાવો રૂમ ।  How to book family package for rushikesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App