4 વર્ષઆં પહેલીવાર મોદી સરકારે સરકારી ઓઇલ કંપનીઓને આપી છૂટ, 55 હજારથી વધારે નવા પેટ્રોલ પંપ ખુલશે, કંપનીઓએ 1 જ વેબસાઇટ બનાવી ડીલરશિપ લેવાની પ્રોસેસને કરી દીધી સરળ

divyabhaskar.com

Dec 05, 2018, 12:46 PM IST
how to apply online for petrol pump dealership

યુટિલિટી ડેસ્ક: છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર મોદી સરકારે સ્ટેટ રન ઓઇલ માર્કેટિંગ કંપનીઝ (OMCs)ને ફ્યૂલ સ્ટેશન વધારવાની પરમિશન આપી છે. સરકાર આવનાર 5 વર્ષમાં પેટ્રોલ પંપની સંખ્યા ડબલ કરવા માંગે છે. ત્યારબાદ સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને 55 હજાર 649 પેટ્રોલ પંપ ખોલવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આઇઓસી 26,982, બીપીસીએલ 15802 અને એચપીસીએલ 12,865 પેટ્રોલ પંપ ખોલવાની તૈયારીમાં છે. તો જો તમે પણ ઇચ્છો તો પેટ્રોલ પંપની ડીલરશિપ લઇ શકો છો. આ વખતે ડીલરશિપ લેવી ખુબ જ સરળ છે. જેની જાણકારી આજે અમે તમને આપી રહ્યા છીએ.

સંપૂર્ણ પ્રોસેસ છે ઓનલાઇન
- ત્રણ કંપનીઓએ પેટ્રોલ પંપ ડીલરશિપના એપ્લાય માટે www.petrolpumpdealerchayan.in બનાવી છે. આ વેબસાઇટ પર બધા જ નિયમ અને શરતોની જાણકારી પણ આપવામાં આવી છે.

- પટ્રોલ પંપ ખોલવા માટે ઓનલાઇન એપ્લાય કરવું પડશે. જેના માટે મોડ્યૂલ આપવામાં આવ્યું છે.
- રાજ્યોની રીઝનલ ઓફિસના એડ્રેસ અને નંબર પણ અહીં આપવામાં આવ્યા છે. જેથી તમે આ નંબરો પર સંપર્ક કરી અથવા ઓફિસ પર જઇ તેની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
- ડીલર પસંદગી પ્રક્રિયાની જાણકારી અંગ્રેજીની સાથે જ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

ઘણા નિયમ કરી દીધા સરળ
- સરકારે ઘણા નિયમો સરળ કરી દીધા છે. જેમ કે હવે ડોક્યુમેંટ્સ એ જ લોકોએ જમા કરાવવાના રહેશે, જે લોકો સિલેક્ટ થશે.
- એકાઉન્ટમાં 25 લાખ રૂપિયાનું બેન્ક બેલેન્સ હોવું જરૂરી નથી.
- જે લોકો પાસે જમીન નથી તે પણ એપ્લાય કરી શકે છે. પરંતુ જ્યારે જમીન દેખાડવાનો કહેવામાં આવે ત્યારે એગ્રીમેંટ કરેલી જમીન બતાવવી પડશે.
- બધા જ રિટેલ આઉટલેટ્સ લેટેસ્ટ ટેક્નોલોઝીની સાથે તૈયાર થશે.
- આ વખતે 60 ટકા આઉટલેટ ડીલર ઓન્ડ હશે. 40 ટકાના ફર્મ્સ અંતર્ગત કામ કરશે.

X
how to apply online for petrol pump dealership
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી