Home » National News » Utility » How people employed Can make 4 crore funds

સેલરીથી નથી થઇ રહી સેવિંગ, તો આમ ભેગું કરો 4 કરોડનું ફંડ

Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 11:34 AM

જાણો કેવી રીતે નોકરીયાત લોકો બનાવી શકે છે 4 કરોડનું ફંડ

  • How people employed Can make 4 crore funds

    યુટિલિટી ડેસ્ક: જો અત્યારે તમે તમારી મંથલી સેલરીમાંથી સેવિંગ નથી કરી શકતા તો લાબાં સમયમાં તમને તેનું નુકસાન પણ થઇ શકે છે. કારણ કે બચત વગર તમે પોતાને આર્થિક રીતે મજબૂત નહીં બનાવી શકો. પરંતુ જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે ઇપીએફઓના સદસ્ય છો તો તમે કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તમારું એમ્પ્લોઇઝ પ્રાવિડેંટ ફંડ એકાઉન્ટ એટલે PFએકાઉન્ટ આ વાતની ગેરંટી આપે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે રિટાયરમેંટ બાદ જ્યારે તમે પીએફમાંથી પૈસા ઉપાડો છો તો તમારે તેમા કોઇપણ પ્રકારનું વ્યાજ આપવું પડતું નથી. આની ગેરંટી સરકાર તરફથી મળે છે અને સરકાર દર વર્ષે પીએફનું વ્યાજ નક્કી કરે છે.

    પરંતુ જો તમે કોઇ અન્ય વિકલ્પ જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજારમાં પૈસા લગાવો છો તો તેમા તમને કોઇ પ્રકારની ગેરંટી મળતી નથી અને તેના પર મળતા રિટર્નનું તમે માત્ર અંદાજ લગાવી શકો છો. આમા મળતું રિટર્ન તમારા અંદાજથી ઓછું પણ હોઇ શકે છે અથવા વધારે પણ હોઇ શકે છે.

    પીએફ એકાઉન્ટમાં કેવી રીતે બની જશે 4 કરોડનું ફંડ
    ઇપીએફ એન્ડ એમપી એક્ટ હેઠળ તમે પોતાના પીએફ એકાઉન્ટમાં પોતાના મંથલી કોન્ટ્રીબ્યુશનને વધારી શકો છો. કોઇપણ કર્મચારીને પોતાની બેસિક સેલરીની 12 ટકા રકમ પીએફ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુટ કરવી પડે છે. કર્મચારી ઇચ્છે તો તે પોતાના કોન્ટ્રીબ્યુશનને બેસિક સેલરીના 100 ટકા સુધી કરી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી એટલે સીબીટી મેંબર વિરજેશ ઉપાધ્યાયે વાતચીતમાં જણાવ્યું કે, કોઇ પણ કર્મચારી પોતાના પીએફ કોન્ટ્રીબ્યુશન વધારી શકે છે. જોકે કંપની પોતાના કોન્ટ્રીબ્યુશનને વધારવા માટે બાધ્ય નથી.

    કર્મચારીની ઉંમર 25 વર્ષ 25 વર્ષ
    નિવૃત્તિની ઉંમર 58 વર્ષ
    પીએફમાં મંથલી કોન્ટ્રીબ્યુશન 30 ટકા
    સેલરીમાં વાર્ષિક વધારો 10 ટકા
    પીએફ પર વ્યાજ 8.55 ટકા
    રિટાયરમેંટ પર કુલ ફંડ 4.20 કરોડ

    ટેક્સ બચાવવામાં થશે મદદરૂપ
    પીએફ ફંડનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે તમે રિટાયરમેંટ બાદ આમાથી પૈસા ઉપાડશો તો તમારે તે ઇનકમ પર કોઇ પ્રકારનું વ્યાજ આપવાનું રહેશે નહીં. તે સિવાત તમારા પીએફ એકાઉન્ટમાં જે પૈસા જમા છે તે પહેલેથી જ ટેક્સ ફ્રી હોય છે. જો તમે તમારા પીએફ કોન્ટ્રીબ્યુશનને વધારો છો તો આનાથી તમારી સેલરી પર ટેક્સ બચાવવામાં પણ સરળતા થશે.

    ( નોધ: આ ગણતરી પીએફ પર વાર્ષિક વ્યાજ 8.55 ટકા પર કરવામાં આવી છે. ઇપીએફઓએ 2017-18 માટે પીએફ પર 8.55 ટકા વ્યાજની ભલામણ કરી છે. )

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending