જરૂર પડે તો SIP-ઇન્શ્યોરન્સમાંથી મેળવી શકો છો લોન, મળે છે એક્સ્ટ્રા ફાયદા

જાણો પોલિસી પર કેટલી હશે લોનની એમાઉન્ટ?

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 12:17 PM
How much will the loan amount on the policy

યુટિલિટી ડેસ્ક: ઘણીવાર આપણને ઇમર્જન્સીમાં પૈસાની જરૂર પડે છે. એટલે આપણે મિત્રો અથવા પરિવારના સદસ્યો પાસેથી ઉધાર લઇએ છીએ, પરંતુ ક્યારેક તેમની પાસેથી પણ પૈસાની વ્યવસ્થા થતી નથી. તો જ્યારે આવી સ્થિતિ ઉભી થાય તો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ પોલિસીની મદદ લઇ શકો છો.

મોટાભાગના લોકોને ખ્યાલ નહી હોય કે મ્યુચ્યુઅલ ફંડ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા પણ લોન લઇ શકાય છે. આ લોન તમને તમારી ઇન્શ્યોરન્સ કંપની, NBFC અથવા તો બેન્કથી પ્રાપ્ત થઇ શકે છે. આવો જાણીએ તમને મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સના બદલે કેવી રીતે અને કેટલા સુધી લોન મળી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ પર કેવી રીતે મળે છે લોન
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની ગાઇડલાઇન્સ અનુસાર, તમારે આ પ્રકારની લોન લેવા માટે બેન્ક અથવા ફાઇનાન્સ કંપની જોડે તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ગિરવી રાખવું પડશે. મ્યુચ્યુઅલ ફંડની યૂનિટ્સના નેટ એસેટ વેલ્યુ (એનએવી)ના આધાર પર તમને લોન મળશે. બેન્ક અથવા કંપની તમને એક વર્ષ સુધી માટે લોન આપશે, જે તમારે એ જ પીરિયડમાં ચુકવવાની રહેશે.

પોલિસી પર કેટલી હશે લોનની એમાઉન્ટ
જો તમે ઇન્શ્યોરન્સ પોલિસી પર લોન લઇ રહ્યા છો તો તમને કેટલી લોન મળશે, તે પોલિસીના ટાઇપ અને તેની સરેન્ડર વેલ્યૂ પર નિર્ભર કરે છે. સરેન્ડર વેલ્યૂ એટલે જો પોલિસી પીરિયડ સમાપ્ત થવાની પહેલા પોલિસી બંધ કરવા પર ઇંશ્યોરન્સ કંપની તમને આપે છે. તમને મનીબેક અથવા ઇન્ડાઓમેંટ ઇન્શ્યોરન્સના મામલામાં સરેન્ડર વેલ્યૂથી 80થી લઇને 90 ટકા એમાઉન્ટ લોન તરીકે મળી શકે છે. જ્યારે, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ ચુકવણી કરેલ પ્રીમિયમના 50 ટકાના આધાર બનાવીને લોનનું મેક્સિમમ એમાઉન્ટને ગણતરી કરે છે.

આ પોલિસી પર નહીં મળે લોન
ઇન્શ્યોરન્સના બદલે લોનની સુવિધા એવા ટર્મ ઇન્શ્યોરન્સ અથવા યૂલિપ્સ પર ઉપલબ્ધ નથી, જે ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએંટેડ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ હોય.

કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
પોલિસી પર લોન લેવા માટે પોલિસી હોલ્ડરને એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મની સાથે તમારે ઓરિજનલ પોલિસી ડોક્યુમેંટ લગાવવાનું રહેશે. તે સિવાય કેન્સિલ્ડ ચેકની કોપી પણ લગાવવાની રહેશે. લોન આપતી વખતે ઇંશ્યોરંસ કંપની અથવા ફાઇનાન્શિયલ ઇન્ટીટ્યૂશન તમારી પાસે લોન પ્રોસેસિંગ ફીસ લઇ શકે છે.

પર્શનલ લોનથી ઓછુ વ્યાજ
સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ પોલિસી અને મ્યુચ્યુઅલ ફંડ પર મળતી લોન પર વ્યાજ દર પર્સનલ લોનથી ઓછુ હોય છે. પોલિસીના મામલે જો લોન પર વ્યાજદર સરેન્ડર વેલ્યૂથી વધારે થઇ જાય તો પોલિસી હોલ્ડર માટે ઇન્શ્યોરન્સ કવર ગુમાવવાનો ખતરો વધી જાય છે. એટલા માટે કોશિશ કરો કે તમારું વ્યાજદર બાકી ના રહે.

મ્યુચ્યુઅલ ફંડ પર બેન્ક અને NBFC કંપનીઓ લોન એમાઉન્ટ, ફંડમાં રહેલ યૂનિટ્સની NAV અને તમારા દ્વારા પહેલા લેવામાં આવેલ કોઇ લોન રિપેમેંટ હિસ્ટ્રીને જોઇને વ્યાજ લે છે.

લોન ચુકવવા સુધી વેચી નથી શકાતું મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ પર લોન લીધા બાદ જ્યાં સુધી તમે એમાઉન્ટની ચુકવણી નથી કરી દેતા, ત્યા સુધી તમે તમારું ફંડ વેચી શકતા નથી. જો આવું કરવા માંગો છો તો તમારે બેન્ક સાથે સંપર્ક કરવાનો રહેશે. બેન્ક તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને વેચીને પૈસા લેશે અને લોન એમાઉન્ટ કાપીને બચેલા પૈસા તમને પરત કરશે.

X
How much will the loan amount on the policy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App