માત્ર 12 લાખમાં ખોલી શકો છો પેટ્રોલ પંપ, કરાવશે અઢળક કમાણી

જો તમે એક યોગ્ય જગ્યા પર પેટ્રોલ પંપ ખોલો છો તો ખૂબ વધુ કમાણી કરી શકો છો.

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 12:56 PM
પેટ્રોલ પંપ માલિક બનવા માટે તમારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે.
પેટ્રોલ પંપ માલિક બનવા માટે તમારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે.

માત્ર 12 લાખમાં ખોલી શકો છો પેટ્રોલ પંપ, કરાવશે અઢળક કમાણી.

યૂટિલિટી ડેસ્કઃ પેટ્રોલ પંપ ખૂબ જ ફાયદાકારક બિઝનેસ માનવામાં આવે છે. જો તમે એક યોગ્ય જગ્યા પર પેટ્રોલ પંપ ખોલો છો તો ખૂબ વધુ કમાણી કરી શકો છો. દેશમાં અનેક એવા લોકો છે, જે પેટ્રોલ પંપના માલિક બનવા ઈચ્છે છે, પરંતુ તેમને તેના વિશે કોઈ માહિતી નથી હોતી. એટલે આજે અમે તમને જણાવી રહ્યા છીએ પેટ્રોલ પંપ ખોલવાની સંપૂર્ણ પ્રોસેસ શું છે અને તેના માટે શું જરૂર છે.

કોણ ખોલી શકે છે પેટ્રોલ પંપ

પેટ્રોલ પંપ માલિક બનવા માટે તમારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે. સાથે જ તમારી ઉંમર 21 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ઓછામાં ઓછું 10મા સુધી એજ્યુકેશન કમ્પ્લીટ હોવું જોઈએ.

હોવી જોઈએ જમીન

- પેટ્રોલ પંપ ખોલવા માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે. જો જમીન તમારી પોતાની ન હોય તો તમારે જમીન માલિક પાસેથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું રહેશે.

- તમે તમારા પરિવારના કોઈ સભ્યની જમીન લઈને પણ પેટ્રોલ પંપ માટે અપ્લાય કરી શકો છો. જોકે, તેના માટે તમારે એક NOC અને affidavit બનાવવાનું રહેશે.

- લીઝ પર લીધેલી જમીન માટે lease agreement હોવું ફરજિયાત છે. સાથે જ Registered sales deed અથવા lease deed પણ હોવી જોઈએ.

- જમીન green beltમાં ન હોવી જોઈએ.

- જમીન જો કૃષિ-ભૂમિમાં આવે છે તો તમારે તેનું કન્વર્શન કરાવવું પડશે અને તેને ગેર કૃષિ ભૂમિમાં લાવવાનું રહેશે.

- તમારી પાસે જમીનના તમામ ડોક્યૂમેન્ટ્સ અને નક્શો હોવો જોઈએ.

આગળ વાંચો, કેટલો આવે છે ખર્ચ...

દેશમાં ગ્રામીણ અને શહેરી બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. તેથી તેને ખોલવાનો ખર્ચ પણ ગામ અને શહેર મુજબ અલગ-અલગ છે.
દેશમાં ગ્રામીણ અને શહેરી બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. તેથી તેને ખોલવાનો ખર્ચ પણ ગામ અને શહેર મુજબ અલગ-અલગ છે.

પેટ્રોલ પંપ ખોલવામાં ખર્ચ

 

પેટ્રોલ પંપ ખોલવામાં જે ખર્ચ છે તે જગ્યા અને પેટ્રોલિયમ કંપની પર નિર્ભર કરે છે. દેશમાં ગ્રામીણ અને શહેરી બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. તેથી તેને ખોલવાનો ખર્ચ પણ ગામ અને શહેર મુજબ અલગ-અલગ છે. પ્રોપર્ટીનો ખર્ચ બાદ કરતા જોઈએ તો ગામમાં પેટ્રોલ પંપ લગાવવાનો ખર્ચ 12 લાખ રૂપિયા અને રેગ્યુલર એટલે કે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપનો ખર્ચ 25 લાખ રૂપિયા આવે છે. જોકે, જગ્યા મુજબ આ ખર્ચ જુદો પણ હોય શકે છે.

 

આગળ જાણો, કેવી રીતે કરી શકો છો અપ્લાય...

પેટ્રોલિયમ કંપનીઓ ન્યૂઝપેપર અને વેબસાઇટ પર જાહેરખબર આપે છે કે તેમને આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવો છે.
પેટ્રોલિયમ કંપનીઓ ન્યૂઝપેપર અને વેબસાઇટ પર જાહેરખબર આપે છે કે તેમને આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવો છે.

કેવી રીતે કરશો અપ્લાય?

 

પેટ્રોલિયમ કંપનીઓ ન્યૂઝપેપર અને વેબસાઇટ પર જાહેરખબર આપે છે કે તેમને આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવો છે. જો તમારી જમીન પણ આ વિસ્તારમાં અથવા તેની આજુબાજુ હોય તો તમે અપ્લાય કરી શકો છો. અપ્લાય કરવા માટે પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઇટ પર ઓપ્શન અવેલેબલ હોય છે. જેમેક, તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમની લિંક

 

http://www.hpretail.in/land પર જઈને માહિતી લઈ શકો છો. આ સિવાય ભારત પેટ્રોલિયમની ડીલરશિપ સિલેક્શન પ્રોસેસ

 

https://www.bharatpetroleum.com/images/files/BPCL-delear-selection-guidelines-brochure.pdf પર જોઈ શકો છો.

અપ્લાય કર્યા પછી જો તમારું લોકેશન સિલેક્ટ થઈ જાય છે તો કંપની તમને કોન્ટેક્ટ કરી આગળની પ્રોસેસ માટે બોલાવે છે.
અપ્લાય કર્યા પછી જો તમારું લોકેશન સિલેક્ટ થઈ જાય છે તો કંપની તમને કોન્ટેક્ટ કરી આગળની પ્રોસેસ માટે બોલાવે છે.

આગળ શું થશે

 

અપ્લાય કર્યા પછી જો તમારું લોકેશન સિલેક્ટ થઈ જાય છે તો કંપની તમને કોન્ટેક્ટ કરી આગળની પ્રોસેસ માટે બોલાવે છે. 1st રાઉન્ડમાં સિલેક્શન થયા પછી આગળના રાઉન્ડમાં ફેસ ટૂ ફેસ ઈન્ટરવ્યૂ હોય છે. તેમાં સિલેક્ટ થઈ જવા પર પેટ્રોલ પંપ માટે લાઇસન્સ મળી જાય છે.

X
પેટ્રોલ પંપ માલિક બનવા માટે તમારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે.પેટ્રોલ પંપ માલિક બનવા માટે તમારું ભારતીય નાગરિક હોવું જરૂરી છે.
દેશમાં ગ્રામીણ અને શહેરી બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. તેથી તેને ખોલવાનો ખર્ચ પણ ગામ અને શહેર મુજબ અલગ-અલગ છે.દેશમાં ગ્રામીણ અને શહેરી બે પ્રકારના પેટ્રોલ પંપ હોય છે. તેથી તેને ખોલવાનો ખર્ચ પણ ગામ અને શહેર મુજબ અલગ-અલગ છે.
પેટ્રોલિયમ કંપનીઓ ન્યૂઝપેપર અને વેબસાઇટ પર જાહેરખબર આપે છે કે તેમને આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવો છે.પેટ્રોલિયમ કંપનીઓ ન્યૂઝપેપર અને વેબસાઇટ પર જાહેરખબર આપે છે કે તેમને આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવો છે.
અપ્લાય કર્યા પછી જો તમારું લોકેશન સિલેક્ટ થઈ જાય છે તો કંપની તમને કોન્ટેક્ટ કરી આગળની પ્રોસેસ માટે બોલાવે છે.અપ્લાય કર્યા પછી જો તમારું લોકેશન સિલેક્ટ થઈ જાય છે તો કંપની તમને કોન્ટેક્ટ કરી આગળની પ્રોસેસ માટે બોલાવે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App