કેટલો ઈન્કમ ટેકસ આપવા માંગો છો, 2 એપ્રિલ સુધી જાતે જણાવો સરકારને

તમે કેટલો ટેકસ આપશો, તે અંગે 2 એપ્રિલ સુધી સરકારને જણાવો

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 12:54 PM
How much income tax you want to pay to government

નવી દિલ્હીઃ દેશમાં 55 વર્ષ જુના ઈન્કમ ટેકસના નિયમ હાલ પણ ચાલી રહ્યાં છે. મોદી સરકાર હવે તેને બદલવા માંગે છે. તેના માટે તેણે એક કમિટી બનાવી છે. જોકે સરકાર ઈચ્છે કે આ કમિટિની સુચનામાં આમ લોકોનો મત પણ સામેલ હોય. તેના માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ(CBDT)એ 2 એપ્રિલ 2018 સુધીમાં લોકોને આ અંગે પોતાનું સુચન આપવા જણાવ્યું છે.

કઈ રીતે આપી શકો છો સુચન

વિભાગે તેની વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in પર તેના માટે એક ફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે. લોકો આ ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે અને તેને ભરીને સીધુ જ મોકલવાનું રહેશે અથવા તો ભરેલા ફોર્મને સ્કેન કરીને rewriting-itact@gov.in પર E-mail કરવાનું રહેશે.

વિશ્વભરમાં ઈન્કમ ટેકસના કાયદાનું થઈ રહ્યું છે અધ્યન

હાલ દેશમાં ઈન્કમ ટેકસ એકટ 1961 લાગુ થયો છે. જોકે તેમાં ઘણીવાર બદલાવ કરવામાં આવ્યો છે. જોકે સરકારનું માનવું છે કે તેમાં સંપૂર્ણ રીતે સુધારાની જરૂરિયાત છે. તેના માટે તેમને એક કમિટિ બનાવી છે, જેની અધ્યક્ષતા ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યિમ કરી રહ્યાં છે. આ કમિટિ વિશ્વભરના ઈન્કમ ટેકસ કાયદાને જોશે અને દેશની અર્થવ્યવસ્થાને અનુરૂપ પોતાનું સુચન આપશે. બાદમાં ડાયરેકટ ટેકસ લો (DTL) તૈયાર કરવામાં આવશે.

ફીડ બેન્ક ફોર્મ ઈસ્યુ

વિભાગે પોતાની વેબસાઈટ પર એક ફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે. તેમાં ઘણી બાબતો પર સુચન માંગવામાં આવ્યું છે. તેમાં રિટર્ન ભરવામાં આવનારી મુશ્કેલી, ટેકસ ક્રેડિટ, પ્રોસેસિંગ એન્ડ સ્ક્રુટીની ઓફ રિટર્ન, લિટિગેશન એન્ડ રિકવરી ઓફ ડિસ્પ્યુટ સિવાય પેનલ્ટી જેવા મામલામાં મત માંગવામાં આવ્યો છે. આ સિવાય પણ આ ફોર્મમાં તમારું ઘણા પ્રકારનું સુચન માગવામાં આવ્યું છે.

6 મહીનામાં આવનાર છે રિપોર્ટ

સપ્ટેમ્બર 2017માં પીએમ નરેન્દ્ર મોદીએ ડાયરેકટ ટેકસ એકટને બીજી વખત તૈયાર કરવાની જરૂરિયાત બતાવી હતી. બાદમાં આ કેમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીને 6 માસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.

આગળની સ્લાઈડમાં વાંચો, પહેલા પણ થઈ ચુકી છે કોશિશ...

How much income tax you want to pay to government

કોંગ્રેસ લાવી ડાયરેકટ ટેકસ કોડ

 

કોગ્રેંસ સરકારે ડાયરેકટ ટેકસ કોડના નામથી ડાયરેકટ ટેકસને સુધારવાની કોશિશ કરી હતી. બજેટ 2005-06માં યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાઈન્સએ સરળ ટેકસ લો લાવવાની જાહેરાત કરી હતી. બાદમાં જુલાઈ 2009માં ડાયરેકટ ટેકસકોડના નામથી બિલ લાવવામાં આવ્યું હતું. બાદમાં લોકોનો મત લીધા બાદ આ બિલને ઓગસ્ટ 2010માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો અને પછી સંસદમાં મે 2014માં તેને રજૂ કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં તેની પર કઈ પણ થયું ન હતું. હવે મોદી સરકાર ડાયરેકટ ટેકસ સિસ્ટમમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.

X
How much income tax you want to pay to government
How much income tax you want to pay to government
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App