તમારે કેટલો આપવો પડશે Income tax, live chatમાં જણાવશે સરકાર

તમને ઈન્કમ ટેકસ લાગશે કે નહિ તે અંગેની માહિતી આપશે સરકાર

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 05:17 PM
How much income tax you have to pay

નવી દિલ્હીઃ તમને ઈન્કમ ટેકસ લાગશે કે નહિ. તમારે ઈન્કમ ટેકસ રિટર્ન ભરવો જરૂર છે કે નહિ. તમારી ઈન્કમ પર તમારે કેટલો ટેકસ આપવો પડશે. જો તમારા મનમાં આ પ્રકારના સવાલ છે તો ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના એકસપર્ટને તમે લાઈવ ચેટમાં આ સવાલ પૂછી શકો છો અને તમને તરત જ જવાબ મળશે. દેશમાં નોટબંધી લાગૂ થઈ ગયા બાદ કેન્દ્ર સરકારે ઈન્કમ ટેકસના નિયમોમાં ઘણાં ફેરફાર કર્યા છે. આ સિવાય ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવામાં અને બીજા ઈન્કમ ટેકસ નિયમોને લઈને ઈન્કમ ટેકસ વિભાગ સખ્ત થઈ ગયું છે.

સરકારના એકસપર્ટ સાથે કરો લાઈવ ચેટ

ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે ઓનલાઈન લાઈવ ચેટની સુવિધા શરૂ કરી છે. કોઈ પણ ટેકસપેયર ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ https://www.incometaxindia.gov.in/Pages/default.aspx પર જઈને સરકારના ઈન્કમ ટેકસ એક્સપર્ટસ સાથે લાઈવ ચેટ કરી શકો છો અને ઈન્કમ ટેકસ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ મેળવી શકો છો.

આ રીતે કરો ચેટ

ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની સાઈટ પર તમને ડાબી બાજુએ નીચે લાઈવ ચેટ ઓનલાઈન નામની એક વિન્ડો દેખાશે. તમારે આ વિન્ડો પર ક્લીક કરવાનું રહેશે. વિન્ડો પર ક્લીક કરીને તમારે પોતાનું નામ, ઈમેલ અને પોતાની કવેરી નાખવાની રહેશે. તેની સાથે જ ઓનલાઈન ચેટ શરૂ થઈ જશે.

આગળની સ્લાઈડમાં વાંચો, પૂછી શકો છો આવા સવાલો...

How much income tax you have to pay

પૂછી શકો છો આવા સવાલ

 

તમે લાઈવ ચેટમાં પૂછી શકો છો કે તમારી ઈન્કમ પર ટેકસ લાગશે કે નહિ. તમારા માટે ઈન્કમ ટેકસ રિટર્ન ભરવો જરૂરી છે કે નહિ. તમારી ઈન્કમ પર તમારે કેટલો ટેકસ આપવાનો રહેશે. તમે આ પ્રકારના સવાલો પૂછી શકો છો. આ સિવાય તમે એકસપર્ટને એ બાબત પણ પૂછી શકો છો કે કેવા પ્રકારની ઈન્કમ પર ટેકસ લાગે છે અને કયા પ્રકારની ઈન્કમ પર ટેકસ લાગતો નથી.

 

તમને થશે ફાયદો

 

તમને ઈન્કમ ટેકસના નિયમો સાથે જોડાયેલી જાણકારી થવાથી ખૂબ જ ફાયદો થશે. ઘણાં લોકોને ઈન્કમ ટેકસ સાથે જોડાયેલા નિયમોની જાણકારી નથી. આ કારણે તે ઘણી વખત ઈન્કમ ટેકસના નિયમોનું પાલન કરતા નથી. આ કારણે કાયદાકીય માયાજાળમાં ફસાવવાનો ખતરો રહે છે.

X
How much income tax you have to pay
How much income tax you have to pay
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App