Home » National News » Utility » How can you get double return on your saving account

આ રીતથી સેવિંગ એકાઉન્ટના પૈસા પર મેળવી શકાય છે બે ગણું રિટર્ન

Divyabhaskar.com | Updated - May 07, 2018, 10:46 PM

ઘણાં લોકો સેવિંગ એકાઉન્ટમાં વધુ પૈસા જમા કરાવે છે કારણ કે તેમાં જયારે ઈચ્છા થાય ત્યારે પૈસા નીકાળી શકાય છે

 • How can you get double return on your saving account

  નવી દિલ્હીઃ ઘણાં લોકો સેવિંગ એકાઉન્ટમાં વધુ પૈસા જમા કરાવે છે કારણ કે તેમાં જયારે ઈચ્છા થાય ત્યારે પૈસા નીકાળી શકાય છે. આ સિવાય ઘણાં લોકો બચત માટે પૈસા સેવિંગ એકાઉન્ટમાં રાખે છે. જોકે તે આમ કરતી વખતે ધ્યાન નથી આપતા, આ કારણે જે વ્યાજ મળી રહ્યું છે, તે ખુબ જ ઓછું થઈ જાય છે. જો તમને બચતના આ પૈસા પર બે ગણું રિટર્ન મળે તો તમારા માટે કેટલો નફાનો સોદો ગણાશે.

  મોટા ભાગે બેન્કો સેવિંગ એકાઉન્ટ પર 4 ટકાની આસપાસ વાર્ષિક વ્યાજ આપે છે. જોકે એક સ્કીમ એવી છે જેમાં તમને સેવિંગ એકાઉન્ટની જેમ તમામ સુવિધાઓ મળે છે, આ સિવાય આ જમા પૈસા પર વ્યાજ પણ 9 ટકા સુધી મળી રહ્યું છે. એટલે કે સેવિંગ એકાઉન્ટની સરખામણીમાં બે ગણું રિટર્ન મળે છે. આ સિવાય તમે આ એકાઉન્ટમાંથી જયારે ઈચ્છો ત્યારે પૈસા નીકાળી શકો છો. આ ઉપરાંત જયારે તમે ધરો ત્યારે રોકાણ વધારી પણ શકો છો. અમે અહીં તમને એવા વિકલ્પ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં સેવિંગ એકાઉન્ટના બદલે રોકાણ પર બે ગણું રિટર્ન મળી શકે છે.

  અહીં મળશે સેવિંગ એકાઉન્ટથી ડબલ રિટર્ન

  અમે અહીં વાત કરી રહ્યાં છે લિક્વિડ ફન્ડની. આ ફન્ડ તમને સેવિંગ્સ એકાઉન્ટની સરખામણીમાં સારું રિટર્ન આપે છે. સાથે જ તમે પૈસા સરળતાથી નીકાળી શકો છો. છેલ્લા એક વર્ષમાં લિક્વિડ ફન્ડ યોજનાઓએ 9 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જે એફડી પર મળી રહ્યું છે, જે હાલના રિટર્નથી પણ વધુ છે.

  શું છે આ ફન્ડ

  લિક્વિડ ફન્ડ એ એક પ્રકારનો મ્યુચ્યુઅલ ફન્ડ છે. તે ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝીટ, ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને બીજા ડેટ ઈનસ્ટ્રુમેન્ટસમાં રોકાણ કરે છે. આ ફન્ડમાં જોખમ પણ ઓછું હોય છે. લિક્વિડ ફન્ડનું બીજું નામ છે કેશ ફન્ડ અને તેનો હેતું છે, વધુ લિક્વિડીટી, ઓછું જોખમ અને સ્થિર રિટર્ન. આ ફન્ડમાં સેવિંગ્સ એકાઉન્ટથી વધુ વ્યાજ મળી જાય છે. છેલ્લા એક વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં 8થી 9 ટકાનું રિટર્ન મળે છે.

  લિક્વિડ ફન્ડના લાભ

  તેનો કોઈ લોક-ઈન પિરિયડ નથી. એટલે કે તમે રોકાણ કર્યા બાદ બીજા જ દિવસે પૈસા નીકાળી શકો છો. પૈસા તમને એ જ દિવસે મળી જશે. તમે એક સપ્તાહ માટે પણ પોતાના પૈસાનું રોકાણ અહીં કરી શકો છો. જો તમે લિક્વિડ ફન્ડમાંથી કેટલાક પૈસા નીકાળવાની અરજી કોરોબારી દિવસ દરમિયાન 2 વાગ્યા પહેલા કરો છો તો અગામી કારોબારના દિવસે સવારે 10 વાગ્ય સુધી તમારા બેન્કના ખાતામાં પૈસા આવી જશી. આ સ્કીમમાં જયારે ઈચ્છો ત્યારે પૈસા જમા કરાવો અને જયારે ઈચ્છો ત્યારે પૈસા નીકાળી લો. આ યોજના બેન્ક કે પોસ્ટ ઓફિસની આરડીની જેમ કામ કરશે. લિક્વિડ ફન્ડ પર વ્યાજ દરોનું ઉતાર-ચઢાવનું જોખમ સૌથી ઓછું હોય છે કારણ કે પ્રાથમિક રૂપથી ઓછા સમયની મેચ્યુરીટી વાળા ફિકસ્ડ ઈન્કમ સિક્યુરીટીઝમાં રોકાણ કરે છે. આ ફન્ડો પર કોઈ એન્ટ્રી કે એકઝિટ લોડ લાગતો નથી.

  કઈ રીતે પસંદ કરશો સારું ફન્ડ

  લિક્વિડ ફન્ડના રિટર્નમાં વધુ અસમાનતા હોતી નથી કારણ કે તમામ લિક્વિડ ફન્ડ એક જ પ્રકારની સિક્યોરીટીઝમાં રોકાણ કરે છે. જોકે જયારે તમે લિક્વિડ ફન્ડમાં રોકાણનો નિર્ણ કરી લો છો તો એ જરૂર જોવો કે જે લિક્વિડ ફન્ડમાં તમે રોકાણ કરવાનું મન બનાવી ચુકયા છો તે ફન્ડની સાઈઝ શું છે તેની કોર્પસ કેટલો છો અને ફન્ડ હાઉસનો ઈતિહાસ કેવો રહ્યો છે.

  લિક્વિડ ફન્ડોમાં ઘણાં પ્રકારના પ્લાન

  લિક્વિડ ફન્ડોના વિવિધ પ્લાન હોય છે. તમે ગ્રોથ, ડેલી ડિવિડન્ડ પ્લાન, સાપ્તાહિક ડિવિડન્ડ પ્લાન અને માસિક ડિવિડન્ડ પ્લાનની પસંદગી કરી શકો છો. ગ્રોથ પ્લાન અંતર્ગત કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવતી નથી અને ફન્ડમાં થનારી વધારાને યુનિટ વેલ્યુના ગ્રોથના રૂપમાં જોઈ શકાય છે.

  આ રીતે શરૂ કરો રોકાણ

  જો તમે મ્યુચ્યુઅલ ફન્ડમાં પ્રથમ વાર રોકાણ કરી રહ્યાં છો તો ફન્ડ મેનેજર તમારું કેવાઈસી તૈયાર કરશે. બાદમાં પ્રથમ મહિનાના હપ્તા માટે એક ચેક, ઈસીએસ માટે ઓટો ડેબિટ ફોર્મ અને એક કોમન ફોર્મ ભરાવવામાં આવશે. તેની સાથે જ તમારા લિક્વિડ ફન્ડમાં એસઆઈપી શરૂ થઈ જશે. બાદમાં દર મહિને તમારા બેન્ક ખાતામાંથી નક્કી તારીખે નક્કી રકમ કપાતી રહેશે. આ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. જો કોઈ ઈચ્છે તો આ યોજનામાં એકથી વધુ એસઆઈપી પણ શરૂ કરાવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ