Home » National News » Utility » રિયલ એસ્ટેટ માટે બનશે નવો કાયદો, ઘર ખરીદનારાઓનો થશે ફાયદો । Home buyers treatment as financial creditors in New IBC amendment

રિયલ એસ્ટેટ માટે બનશે નવો કાયદો, ઘર ખરીદનારાઓનો થશે ફાયદો

Divyabhaskar.com | Updated - May 26, 2018, 12:26 PM

આવું જ એક મોટું પગલું 23 માર્ચ 2018ના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભરવામાં આવ્યું છે

 • રિયલ એસ્ટેટ માટે બનશે નવો કાયદો, ઘર ખરીદનારાઓનો થશે ફાયદો । Home buyers treatment as financial creditors in New IBC amendment
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ સત્તા સંભાળ્યા બાદ મોદી સરકાર સામે દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી દૂર કરવા અને 30 લાખથી વધારે હોમ બાયર્સને તેમનું ઘર અપાવવાનો મોટો પડકાર હતો. સરકારે ચાર વર્ષ દરમિયાન આ પડકારને પહોંચી વળવા માટે અનેક મોટા અને મહત્વના પગલાં ભર્યા છે. જોકે હજુ સુધી તેનો સીધો ફાયદો ન તો રિયર એસ્ટેટ માર્કેટને મળ્યો છે અને ન તો હોમ બાયર્સને. પરંતુ સ્થિતિ સુધરવાના સંકેત મળ્યા છે. આવું જ એક મોટું પગલું 23 માર્ચ 2018ના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભરવામાં આવ્યું છે. કેબિનેટે ઇન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(IBC)માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. જેમાં કોઇ રિયલ એસ્ટેટ કંપની ડૂબી જાય તો સંપત્તિની હરાજીમાં હોમ બાયર્સનો પણ ભાગ હશે. જે હોમ બાયર્સ માટે એક મોટી રાહત માનવામાં આવી રહી છે.

  શા માટે પડી જરૂર


  સૌથી પહેલા જાણીએ કે IBCમાં ફેરફારની જરૂર કેમ પડી. ઓગ્સટ 2017માં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલએ આઇબીડીઆઇ બેન્કના ઇન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ જેપી ઇંફ્રાટેક વિરુદ્ધ દાખલ ફરિયાદનો સ્વીકાર કર્યો અને ઇન્સોલ્વેન્સી પ્રોસેસ શરૂ કરવા કહ્યું. ત્યારે જેપી ઇંફ્રાટેકે હોમ બાયર્સને જાણવા મળ્યું કે IBCમાં તેમના માટે કોઇ અલગ વ્યવસ્થા નથી, પરંતુ તેમને અનસિક્યોર્ડ ક્રેડિટર માનવામાં આવશે. એટલે કે જો ઇંફ્રાટેકની પ્રોપર્ટીની હરાજી થાય તો હોમ બાયર્સનો નંબર અંતમાં આવશે. આ અંગે જાણ થયા બાદ 24 હોમ બાયર્સે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરીને અપિલ કરી કે આ મુદ્દે તેમને ફાયનાન્સિયલ ક્રેડિટરની કેટેગરીમાં રાખવામાં આવે, જેથી તેમને પૈસા પરત મળી શકે. જેને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે ઇન્સોલ્વેન્સી પ્રોસેસ રોકી દીધી હતી અને સરકારને કહ્યું કે બાયર્સને સિક્યોર્ડ ક્રેડિટરની કેટેગરીમાં લેવામાં આવે.

  કમિટિએ કરી ભલામણ


  આ મામલે ફાયનાન્સ મિનિસ્ટ્રી તરફથી એક કમિટિ બનાવવામાં આવી. કમિટિએ આઇબીસીના નિયમોમાં સંશોધન તો કર્યું જ પણ બાયર્સના ઇંટરેસ્ટને જોઇને તેમને ફાયનાન્સિયલ ક્રેડિટર કેટેગરીમાં સામેલ કરવાની ભલામણ પણ કરી. કમિટિએ પોતાની ભલામણમાં કહ્યું કે બિલ્ડર દેવાળું ફુંકવાની કગાર પર હોય તો તે બાયર્સને એકલો છોડી શકે નહીં. કારણ કે એકલા છોડી મુકવામા આવે તો તેમના બધા પૈસા ડુબી જશે અને તેમને ઘર પણ નહીં મળે.

  કેવી રીતે મળશે હિસ્સો


  કમિટિએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે દેવાળું થયા બાદ બિલ્ડર અથવા રિયલ એસ્ટેટ કંપનીની પ્રોપર્ટી પર જેટલા પૈસા મળશે, તેમાં કેટલા ટકા હોમ બાયર્સને આપવામાં આવશે, એ વાતનો નિર્ણય અનેક મુદ્દાઓ પરથી નક્કી કરી શકાય છે. સૌથી પહેલાં એ જોવું પડેશે કે બિલ્ડર પર કેટલું દેવું છે. કેટલા હોમ બાયર્સને પજેશન મળ્યું નથી અને તેમનું કેટલું દેવું છે. એ પણ જોવામાં આવશે કે કેટલાની લોન બિલ્ડરને ચુકવવાની બાકી છે. ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે કે પ્રોપર્ટી વેચ્યા બાદ તેમાંથી મળેલા પૈસામાં કેટલો હિસ્સો હોમ બાયર્સને આપી શકાય છે. આ માટે બેન્કો અને અન્ય એક્સપર્ટ સાથે વાત કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

  વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 • રિયલ એસ્ટેટ માટે બનશે નવો કાયદો, ઘર ખરીદનારાઓનો થશે ફાયદો । Home buyers treatment as financial creditors in New IBC amendment

  આવી હશે પ્રોસેસ

  કમિટિએ IBC હેઠળ આ મામલે નિરાકરણ લાવા માટે ત્રણ માપદંડ નક્કી કર્યા છે. પહેલું ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા કંપની સાતે વાત કરવામાં આવશે અને તેને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સમય આપવામાં આવશે. જો કંપની વાત ન કેર તો નક્કી સમય બાદ તેની પ્રોપર્ટી અટેચ કરવામાં આવશે. જો કંપની પોતાને દેવાળું જાહેર કરે છે તો તેની સંપૂર્ણ પ્રોપર્ટીને અટેચ કરી તેને વેંચી શકાય છે. 
   

  આ નિર્ણય હોમ બાયર્સ માટે સારો રહેશે

  કેબિનેટનો આ નિર્ણય એ લાખો હોમ બાયર્સ માટે રાહત ભર્યો છે, જેમને સતત એ ડર સતાવી રહ્યો છે કે જો બેન્ક અથવા અથોરિટી પોતાના લેણા માટે એનસીએલટીમાં જાય છે તો તેમનું શું થશે. જોકે હજુ ઘણી ક્લિયારિટી આવાની બાકી છે. અનરોક પ્રોપર્ટી કંસલટન્ટ્સના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું છે કે અત્યારે એ જોવાનું છે કે રિઝોલ્યુશન મેકેનિઝમ કેવું હશે અને હોમ બાયર્સ માટે ક્લેમ પ્રોસેસ શું હશે. સરકારે આખી પ્રોસેસને સ્પષ્ટ કરવાની જરૂર છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરવું પડશે કે ક્રેડિટર્સ કમિટિમાં હોમ બાયર્સનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવામાં આવશે. પુરીએ આશા વ્યક્ત કરી છે કે અદ્યાદેશમાં આ અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરશે. 
   

  બાયર્સનો વિશ્વાસ વધશે

  ગ્લોબલ રિયર એસ્ટેટ કંસલટન્સી ફર્મ એએલએલ, ઇન્ડિયાના કંટ્રી હેડ અને સીઇઓ રમેશ નૈય્યરે કહ્યું કે ડેવલોપર વિરુદ્ધ ઇન્સોલવેન્સી પ્રોસેસ શરૂ થયા બાદ જો હોમ બાયર્સને બેન્કો અને અન્ય ક્રેડિટર્સ જેટલો દરરજો મળશે તો તેનાથી હોમ બાયર્સને પોતાના પૈસાની રિકવરીમાં સરળતા રહશે. તેનાથી હોમ બાયર્સમાં પોતાના પૈસાના રોકાણને લઇને વધારે કોન્ફિડન્સ વધશે. ઉપરાંત તેની ઓવર ઓલ રિયલ એસ્ટેટ માર્કેટમાં પોઝિટિવ અસર જોવા મળશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ