આ 1 એકાઉન્ટ આપે છે 2 કરોડની ગેરેન્ટી, નોકરિયાત લોકો માટે છે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્કઃ જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારું પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટ છે તો તમે એક દિવસ 2 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ ફંડના માલિક હશો. તમારા પીએફ એકાઉન્ટમાં રિટાયરમેન્ટના સમયે કેટલી રકમ હશે એ તમારી બેસિક સેલેરી પર નિર્ભર કરે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ હેઠળ કર્મચારીની બેસિક સેલેરી પ્લસ ડીએ 12 ટકા પીએફ એકાઉન્ટમાં જાય છે. બેસિક સેલેરી પ્લસ ડીએનો 12 ટકા જ કંપની પણ કર્મચારીના પીએફ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. તમારી બેસિક સેલેરી જેટલી વધુ હશે તમારું પીએફમાં મંથલી કોન્ટ્રીબ્યુશન પણ એટલું જ વધુ રહેશે. એવામાં રિટાયરમેન્ટ પર તમારું પીએફ ફંડ પણ વધુ હશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારું પીએફ એકાઉન્ટ તમને કેવી રીતે 2 કરોડ રૂપિયાની ગેરેન્ટી આપે છે.

 

પીએફ એકાઉન્ટમાં બની જશે 2 કરોડ

 

જો તમારી ઉંમર 25 વર્ષ છે અને તમારી બેસિક સેલેરી 15 હજાર છે. જો તમે 58 વર્ષે રિટાયર થાવ છો તો તમારા પીએફ ફંડમાં આશરે 2.32 કરોડ રૂપિયા હશે. તમે નીચે આપેલા ટેબલથી સમજી શકો છો.

 

અત્યારે ઉંમર

25 વર્ષ

રિટાયરમેન્ટ ઉંમર

58 વર્ષ

બેસિક સેલેરી

15 હજાર

સેલેરીમાં વાર્ષિક વધારો

10 ટકા

પીએફ પર ઈન્ટરેસ્ટ રેટ

8.65 ટકા

રિટાયરમેન્ટના સમયે કુળ ફંડ

2.32 કરોડ રૂપિયા

નોટઃ આ કેલક્યુલેશન પીએફ પર હાલ આપવમાં આવતા ઈન્ટરેસ્ટ રેટ 8.65 ટકા પર કરવામાં આવ્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દરવર્ષે પીએફ પર ઈન્ટરેસ્ટ રેટની સમીક્ષા કરે છે.

 

આગળ વાંચો વધારી શકો છો તમારું પીએફ...

 

 

અન્ય સમાચારો પણ છે...