અહીં 3200 રૂપિયાની દવા મળે છે 450માં, આ રીતે જાણો દુકાનનું એડ્રેસ

તમારા શહેરમાં સરકાર કઈ જગ્યાએ વેચે છે સસ્તી દવા

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 09:09 PM
Here you will get chief and best medicines

નવી દિલ્હીઃ ભારતમાં ઘણાં લોકો સારવારથી એટલા માટે કટાળી જાય છે કારણ કે તોઓ મોંઘી દવાઓનો ખર્ચ કરી શકતા નથી. આજે અમે તમને એક એવી દુકાનનું એડ્રેસ બતાવવા જઈ રહ્યાં છે, જયાંથી તમે 10થી 50 ગણી સસ્તી દવા ખરીદી શકો છો. અહીં તમને 130 રૂપિયાની ક્રીમ 20 રૂપિયામાં અને બજારમાં 30 રૂપિયામાં મળનારી દવા 3 રૂપિયામાં મળી શકે છે.

અહીં કરો તપાસ

જો તમે પણ સસ્તી દવા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો પોતાના નજીકના જન ઓષધિ સેન્ટરની મુલાકાત કરો. લોકોને વ્યાજબી કિંમત પર સસ્તી દવાઓ ઉપલબ્ધ કરવવા મોદી સરકારે 3 હજાર જન ઓષધિ કેન્દ્ર ખોલ્યા છે. સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં આ યોજના અંતર્ગત જન ઓષધિ સેન્ટર ખોલવાનો ટાર્ગેટ પુરો કર્યો છે. તમે આ 3 હજારમાંથી કોઈ પણ દવાની દુકાનમાંથી સસ્તી દવાઓ મેળવી શકો છો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કયા રાજયોમાં છે કેટલા કેન્દ્ર...

Here you will get chief and best medicines

કયા રાજયમાં છે કેટલા કેન્દ્ર

 

યુપીમાં 458 કેન્દ્ર, કેરળમાં 314 કેન્દ્ર, ગુજરાતમાં 251 કેન્દ્ર, તામિલનાડુંમાં 227 કેન્દ્ર, મહારાષ્ટ્રમાં 198 કેન્દ્ર અને છતીસગટમાં 192 કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ સિવાય દેશના અન્ય રાજયોમાં પણ તેના સેન્ટર છે. દેશના દરેક જિલ્લામાં અને શહેરમાં તેના સેન્ટર છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો

Here you will get chief and best medicines

કયાંથી મળશે દુકાનનું એડ્રેસ

 

જો તમે પણ કોઈ દવા ખરીદવા માંગો છો અને તમારા જિલ્લામાં કયાં તે દવા મળી શકે છે, તે જાણવા માટે તમે anaushadhi.gov.in પર વિઝીટ કરીને પોતાના જિલ્લાના સ્ટોરની માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ સિવાય તમે ચાલું દિવસે ટોલ ફ્રી નંબર 1800-180-8080 પર કોલ કરીને પણ દવાની દુકાનની માહિતી મેળવી શકો છો. 

 

આગળની સ્લાઈડમાં વાંચો

Here you will get chief and best medicines

30 રૂપિયાની દવાનું રેપર 3 રૂપિયામાં

 

તમને કદાચ બજાર કરતા અહીં આટલી સસ્તી દવા મળે છે, તે વાત માનવામાં નહિ આવે. Aceclofenac + Paracetamolનું 10 ગોળીનું રેપર માર્કેટમાં લગભગ 30 રૂપિયાનું હોય છે, જયારે જનઓષધિ સેન્ટર પર આ રેપર માત્ર 3 રૂપિયાનું મળી રહ્યું છે. સ્કીન માટે યુઝ કરવામાં આવતા કેલમાઈન લોશનના 120 એમએલના પેકેજની કિંમત લગભગ 160 રૂપિયા છે. જયારે જનઓષધિ સેન્ટર પર તે માત્ર 20 રૂપિયામાં મળી રહ્યું છે. આ જ રીતે કેન્સરમાં યુઝ કરવામાં આવતું Oxaliplatinના ઈન્જેકશનની 50 એમજીની શીશી માર્કેટમાં 3250 રૂપિયાની છે, જે જન ઓષધિ સેન્ટરમાંથી માત્ર 430 રૂપિયામાં મેળવી શકાય છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો

Here you will get chief and best medicines

તાવથી લઈને કેન્સર સુધીની દવાઓ

 

જન ઔષધિ સેન્ટરમાં તાવથી લઈને કેન્સર સુધીની લગભગ 532 દવાઓ ખરીદી શકાય છે. તમે અહીંથી વિટામિન મિનરલ ફુડ સપ્લીમેન્ટ સિવાય ડાયાબિટિસ, જન્ટ્રોલોજી, સ્કિન, આંખ, નાક, કાન, ગળું, મસલ પેન, તાવ જેવી તમામ બિમારીઓની દવાઓ પ્રાપ્ત કરી શકો છો.

 

આગળની સ્લાઈડમાં વાંચો

Here you will get chief and best medicines

જેનરિક નામથી મળે છે દવાઓ

 

આ સ્ટોર્સ પર જેનરિક નામથી દવાઓ મળે છે. સામાન્ય રીતે ડોકટર કોઈ પણ દવા જેનરિક નામથી લખવાના સ્થાને તેના બ્રાન્ડના નામથી લખે છે. જોકે હવે સરકારે દવાની ચિઠ્ઠી પર જેનરિક નામ લખવાના આદેશ આપ્યા છે. ફાર્મા કંપનીઓને પણ દવાનું જેનરિક નામ મોટા અક્ષરોમાં પ્રિન્ટ કરવાનું કહ્યું છે. આમ છતાં પણ ડોકટરને દવાનું જેનરિક નામ લખવાનો આગ્રાહ કરો. જેથી કરીને તમને જનઓષધિ સેન્ટર પર સરળતાથી દવા મળી શકે.

X
Here you will get chief and best medicines
Here you will get chief and best medicines
Here you will get chief and best medicines
Here you will get chief and best medicines
Here you will get chief and best medicines
Here you will get chief and best medicines
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App