હોળી પર દુકાનદાર આપે ભેળસેળવાળો સામાન, તો આ નંબર પર કરો ફરીયાદ

તહેવારો નજીક આવે એટલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો વધુ આવવા લાગે છે

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 12:50 PM
Here you can lodge complaint against  food adulteration

યુટિલિટી ડેસ્કઃ તહેવારો નજીક આવે એટલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો વધુ આવવા લાગે છે. દુકાનદાર વધુ નફો કમાવવા માટે પદાર્થોમાં ભેળસેળ કરીને વેચે છે. ધી, માવા, સ્વીટસ જેવી ચીજોમાં સૌથી વધુ ભેળસેળ હોય છે. જો કોઈ તમને ભેળસેળ વાળો પદાર્થ વેચે અથવા તો તમે કોઈ ભેળસેળ જોવો તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટો ઓફ ઈન્ડિયાએ ટોલ ફ્રી નંબર ઈસ્યું કર્યો.

અહીં કરી શકો છો ફરિયાદ

- કોઈને પણ કઈ ફરિયાદ છે તો ત 1800112100 પર કોલ કરી શકે છે. FSSAIએ અલગ-અલગ રીજનના હિસાબથી પણ ટેલિફોન નંબર અને ઈમેલ આઈડી બહાર પાડયું છે.

- 6 રીજન અને 2 લેબોરેટરીના નંબર અને ઈમેલ આઈડી તમે FSSAIની વેબસાઈટ www.fssai.gov.inથી જાણી શકો છો.

- આ સિવાય તમે ડિસ્ટ્રીકટ લેવલના ફૂડ સેફટી ઓફીસરને પણ ભેળસેળની ફરિયાદ કરી શકો છો.

કેટલી હોય છે સજા, જોવો આગળની સ્લાઈડમાં...

Here you can lodge complaint against  food adulteration

કેટલી હોય છે સજા

 

જો કોઈ નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરતું નથી તો તેને તમે 5 લાખ રૂપિયા સુધીનો ફાઈન લગાવી શકો છો. આ સિવાય જો કોઈ અનસેફ ફૂડ વેચે છે તો તેની પર 5 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે, સાથે જ 6 મહીના સુધીની સજા કરી શકાય છે.

 

ભેળસેળવાળા માવાથી થઈ શકે છે આટલી ખતરનાક બિમારીઓ, જાણો આગળની સ્લાઈડમાં...

Here you can lodge complaint against  food adulteration

ભેળસેળીયા માવાથી થઈ શકે છે આટલી ખતરનાક બીમારીઓ

 

- ડાએટિશિયનના જણાવ્યા અનુસાર, ભેળસેળીયા માવાથી પેટ દર્દ, ડાએરિયા, મરડો, પેટમાં ભારે લાગવું, એસિડિટી અને ઈનડાઈજેશન જેવી સમસ્યા થઈ શકે છે. આ પ્રકારના માવાને વધુ  પ્રમાણમાં ખાવામાં આવે તો ઈન્ટરનલ ઓર્ગન્સ પર ખરાબ અસર પડી શકે છે.
- તેનું કારણ લિટમસ પેપરની ભેળસેળ છે. જે પાણીને ચુસવાની ક્ષમતા ધરાવે છે. માવામાં ખરાબ કક્ષાનું સોલિડ મિલ્ક ભેળવવામાં આવે છે. તેમાં ટેલિકોમ પાઉડર, ચૂનો, ચોક અને સફેદ કેમિકલ્સ જેવી ચીજોનું ભેળસેળ કરવામાં આવે છે. આવા માવામાંથી બનેલી મિઠાઈઓથી કિડની અને લિવર પર ખુબ જ ખરાબ અસર પડી શકે છે. આ સિવાય તેનાથી કેન્સર, ફૂડ પોઈઝનિંગ, વોમિટિંગ અને ડાયરિયા જેવી બિમારીઓ થઈ શકે છે.

X
Here you can lodge complaint against  food adulteration
Here you can lodge complaint against  food adulteration
Here you can lodge complaint against  food adulteration
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App