તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધારે ક્રેડિટ કાર્ડ રાખવા અને તેનો વધારે યુઝ કરવાથી પડી શકો છો મુશ્કેલીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જો તમે સરકારી અથવા પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છો તો ઘણીવાર બેન્કો તરફથી તમને ક્રેડિટ કાર્ડ લેવા માટે ઓફર્સ મળતી હશે. કંપનીઓ તરફથી મળતી આકર્ષક ઓફર્સના કારણે મોટાભાગના લોકો ઘણાબધા ક્રેડિટ કાર્ડ લઇ લે છે અને તેનો ઉપયોગ શરૂ કરી દે છે. આવામાં લોકો આ કાર્ડનો યુઝ તો સરળતાથી કરી લે છે પરંતુ સમય પર બિલ પેમેન્ટ કરી શકતા નથી જેના કારણે તેમનો સિબિલ સ્કોર ખરાબ થઇ જાય છે. જો કે તમે બે અથવા ત્રણ બેન્કોના ક્રેડિટ કાર્ડને યુઝ કરી રહ્યા છો તો તેનું પેમેન્ટ એકસાથે અથવા હપ્તા દ્વારા સમય-સમય પર કરી રહ્યા છો તો ભવિષ્યમાં તમને બેન્ક લોન લેવામાં સરળતા રહે છે. 

 

સિબિલ સ્કોર( Cibil score)વિશે જાણો:

સિબિલ સ્કોર દ્વારા જાણવા મળે છે કે તમે પહેલા કેટલી લોન લીધી છે અને તેની ચુકવણી સમય પર કરી છે કે નહીં. બેન્ક કોઇપણ લોન આપતા પહેલા તમારો સિબિલ સ્કોર ચેક કરે છે. તમને ક્રેડિટ કાર્ડ આપતા પહેલા પણ સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. જો તમે નિયમિત પેમેન્ટ કર્યું છે તો તમારો સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર સારો રહેશે. ટૂંકમાં જેટલો સારો સિબિલ સ્કોર, જેટલી જ સરળતાથી લોન મળી જાય છે. સિબિલ સ્કોરને 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી તૈયાર કરવામાં આવે છે. 

 

તમારા નામ પર ક્રેડિટ ખાતાઓની સંખ્યા: 
સમય પર ઉધાર ચુકવવાથી 30 ટકા સિબિલ સ્કોર બને છે. એટલા માટે તમારે ક્રેડિટ કાર્ડની ક્રેડિટ લિમિટ અને બાકીની રકમને ઓછી રાખવી જોઇએ અને ક્રેડિટ કાર્ડથી વધારે લોન ના લેવી જોઇએ. તમારે હોમ લોન, ઓટૉ લોન જેવી સિક્યોર્ડ લોનને વધારે મહત્વ આપવું જોઇએ અને અનસિક્યોર્ડ લોન લેવાથી બચવું જોઇએ. જણાવી દઇએ કે સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ લોન પર 25 ટકા સિબિલ સ્કોર બને છે. 

 

જો તમારી ઇનકમ સરેરાશ આવકથી વધારે છે અને તમે ત્રણ ક્રેડિટ કાર્ડનો યુઝ કરી રહ્યા છો તો આ તમારા માટે ચિંતાનો વિષય નથી, પરંતુ જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો યુઝ ઉપલબ્ધ લિમિટ 60 ટકાથી વધારે કરો છો તો આ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. 

 

જો તમે ક્રેડિટ કાર્ડ પર વધારે ક્રેડિટનો યુઝ કરો છો અને ક્યારેક કાર્ડના બિલની ચુકવણીમાં મોડુ કરો છો અથવા માસિક ચુકવણી મિસ કરી દો છો તો આ તમારા ક્રેડિટ સ્કોરને ખરાબ કરી શકે છે, આનો મતલબ એ છે કે તમારી મોટા ભાગની આવક ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટમાં જ ખર્ચ થઇ જાય છે, જેનાથી બેન્ક તમને લોન આપવામાં જોખમ મહેસૂસ કરી શકે છે. એટલા માટે સારુ રહેશે કે તમે બને એટલા ઓછા ક્રેડિટ કાર્ડનો યુઝ કરો અને જો કરો છો તો પણ બિલનું સમયસર પેમેન્ટ કરતા રહો. 

અન્ય સમાચારો પણ છે...