ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» વધારે એકાઉન્ટ રાખવાથી વધે છે પેનલ્ટી,ITRની મુશ્કેલીઓ| Having more account increases penalties and ITR difficulties

  એક કરતા વધારે એકાઉન્ટ રાખવાથી વધે છે પેનલ્ટી અને ITR સહિતની મુશ્કેલીઓ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 12:18 PM IST

  જુના એકાઉન્ટને બંધ નહી કરાવો તો આપવી પડશે પેનલ્ટી
  • +0 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્ક: નોકરી છોડ્યા પછી મોટાભાગના લોકો પોતાની જૂની નોકરી તરફથી ખોલી આપવામાં આવેલા સેલરી એકાઉન્ટને બંધ નથી કરાવતા, જે તેમના માટે ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એક કરતા વધારે બેન્ક એકાઉન્ટના હોવા પર પેનલ્ટી અને આઇટીઆર સહિતની અન્ય ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આવો જાણી લઇએ કે એક કરતા વધારે બેન્ક એકાઉન્ટ હોવાથી કેવી મુશ્કેલીઓ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

   જુના એકાઉન્ટને બંધ નહી કરાવો તો આપવી પડશે પેનલ્ટી

   નવી નોકરીમાં નવું એકાઉન્ટ ખોલાવ્યા બાદ મોટાભાગના લોકો પોતાના જુના એકાઉન્ટને બંધ કરાવવાનું ભૂલી જાય છે. સામાન્ય રીતે સેલરી એકાઉન્ટમાં ત્રણ મહિના સુધી સેલરી જમા ના થવા પર બેન્ક તેને સામાન્ય સેવિંગ એકાઉન્ટમાં બદલી નાખે છે અને જો તેમા પર્યાપ્ત રકમ નહી હોય તો બેન્ક તમારી પાસેથી પેનલ્ટી પણ વસૂલી શકે છે. બેન્ક તરફથી વસૂલવામાં આવતી પેનલ્ટી અને સેલરી એકાઉન્ટને સેવિંગ એકાઉન્ટમાં બદલવાનો સમય અલગ અલગ હોય છે. અમૂક બેન્કોમાં 6 મહિના સુધી મિનિમમ બેલેન્સ મેન્ટેન ના કરવા પર બેન્ક પેનલ્ટી વસૂલે છે.

   વધારે વ્યાજ મળવાના ચાન્સ નથી રહેતા

   એક કરતા વધારે બેંકોમાં એકાઉન્ટ હોવાથી સૌથી મોટી સમસ્યા એ ઉભી થાય છે કે, તમારે દરેક એકાઉન્ટને મેનટેન કરવાનું રહે છે, બેન્ક તમને તે રકમ પર માત્ર 4થી6 ટકા સુધી જ વ્યાજ આપી શકે છે, પણ જો તમે અન્ય એકાઉંટને બંધ કરી તે રકમને બીજી કોઇ જગ્યા પર રોકાણ કરશો તો તમને તેમા વધારે વ્યાજ મળી શકે છે.

   આઇટીઆર ભરતી વખતે આવે છે સમસ્યા

   એકથી વધારે બેન્ક એકાઉન્ટ હોવા પર આઇટીઆર ભરતી વખતે પણ ઘણી સમસ્યાઓ ઉભી થઇ જાય છે. કારણકે દરેક એકાઉન્ટની જાણકારી આઇટીઆરને આપવાની રહે છે. એટલે રિટર્ન ભરતી વખતે દરેક બેન્ક એકાઉન્ટની જાણકારી અને સ્ટેટમેન્ટના રેકોર્ડ ભેગા કરવામાં મુશ્કેલી વધી જાય છે. તો જો તમે આ પ્રકારની મુશ્કેલીઓ માટે દુર રહેવા માંગો છો તો સમયસર તમારા જુના એકાઉન્ટને બંધ કરી દેવું જોઇએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વધારે એકાઉન્ટ રાખવાથી વધે છે પેનલ્ટી,ITRની મુશ્કેલીઓ| Having more account increases penalties and ITR difficulties
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `