ઈન્સ્યોરન્સ / દેશમાં 50 ટકા વાહનોનો વીમો નથી, તમામ વાહનોનો વીમો કરાય તો પ્રીમિયમ અડધું થઈ જાય

DivyaBhaskar.com | Updated - Feb 09, 2019, 12:43 PM
half of vehicles dont have insurance

  • લોકો નવા વાહનનો વીમો લે છે, પરંતુ 5-7 વર્ષ જૂનાં વાહનોનો વીમો નહીં
  • જૂનાં વાહનોનો વીમો ન કરાવવામાં ટુ વ્હીલર્સની સંખ્યા વધુ 


યુટિલિટી ડેસ્કઃ દેશમાં રસ્તાઓ પર દોડતાં તમામ વાહનોનો વીમો લેવામાં આવે તો પ્રીમિયમનો દર અડધો થઈ શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય વધુ ને વધુ વાહનોનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કરાવવા માટે પોલિસની મદદ લઈ રહ્યું છે. પ્રથમ વખત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવ અને ડિજીપીએ જારી નિર્દેશનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. અત્યારસુધી માત્ર પ્રદેશના પ્રમુખ સચિવને નિર્દેશ આપવામાં આવતા હતા.

મંત્રાલયના એક અધિકારીના કહેવા અનુસાર, શહેરોમાં જ મોટાપાયે વાહનોનો વીમો લેવામાં આવે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેની સંખ્યા ઓછી છે. દેશભરમાં 50 ટકાથી વધુ વાહનોનો વીમો નથી. વાહનચાલક નવાં વાહનોનો વીમો નિયમ અનુસાર લઈ રહ્યા છે. પરંતુ જૂનાં વાહનો પર વીમો નથી, જેને ધ્યાનમાં રાખતાં પરિવહન મંત્રાલયે મુખ્ય સચિવ સાથે ડિજીપીને પણ નોટિફિકેશન મોકલી આપી છે. વાહનચાલક પાસે વાહનનો કોમ્પ્રિહેન્સિવ વીમો નહીં હોય તો ચાલશે, પરંતુ થર્ડ પાર્ટી વીમો કરાવવો અનિવાર્ય છે. અર્થાત્ ગાડી ચોરી થવા પર લાભ નહીં મળે તો ચાલશે, પરંતુ વાહન અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને વળતર મળવું જરૂરી છે. કોઈના જીવનને જોખમમાં ન મુકાય તે હેતુ સાથે થર્ડ પાર્ટી વીમો લેવો નૈતિક ફરજ અને આવશ્યક છે. એમ ન કરનારાને રૂ. 1000 દંડ અથવા સજાની જોગવાઈ છે. દિલ્હીના જોઈન્ટ કમિશનર અશોક કુમારે જણાવ્યુ છે કે, મંત્રાલય દ્વારા નિર્દેશ જારી કરાયા બાદ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે આકરાં પગલાં લેવાશે. વાહનચાલકોને દંડ ફટકારાશે. અડધાથી વધુ લોકો વીમો ન લેતાં હોવાથી બાકીના અડધા લોકોને વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે.

ટુ વ્હીલર્સનુ વીમા પ્રીમિયમ 51% સુધી ઘટી શકે છે
વર્તમાન પ્રીમિ. સંભવિત ઘટાડો

શ્રેણી વર્તમાન પ્રીમિયમ સંભવિત પ્રીમિયમ ઘટાડાની ટકાવારી
1,000 સીસીથી ઓછાં 1,850 1,000 46ટકા
1,000થી 1,500 સીસી 2,863 1,500 48ટકા

1,500સીસીથી વધુ
7,890 4,000 49ટકા
75 સીસીથી ઓછું 427 250 41ટકા
75થી 150 સીસી 720 350 51ટકા
150થી 350 સીસી 985 500 49ટકા
350સીસીથી વધુ 2,323
1,500
35ટકા

સીસી= ક્યુબિક સેન્ટિમીટર
X
half of vehicles dont have insurance
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App