ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાર પડાઇ ભરતી, પગાર 31340 રૂપિયા

Gujarat Panchayat Service selection board announce recruitment for various post

divyabhaskar.com

Sep 05, 2018, 03:17 PM IST

એજ્યુકેશન ડેસ્કઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્ય સેવિકા, આંકડા મદદનીશ, સ્ટાફ નર્સ અને સમાજ કલ્યાણ નિરીક્ષક સહિતની પોસ્ટ છે. જેમાં મુખ્ય સેવીકા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર જ્યારે અન્ય પોસ્ટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2018 છે. પાંચ વર્ષ માટે ફિક્સ પગાર 31340 રૂપિયા છે. અરજી ઓનલાઇન કરવાની રહેશે.

પોસ્ટઃ મુખ્ય સેવીકા
જગ્યાઃ
275
શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન હોવું જરૂરી.
વયમર્યાદાઃ 35થી વધુ ન હોવી જોઇએ.
પગાર ધોરણઃ 31340(પાંચ વર્ષ માટે ફિક્સ પગાર).


પોસ્ટઃ આંકડા મદદનીશ વર્ગ - 3
જગ્યાઃ
29
શૈક્ષણિક લાયકાતઃ સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન.
વય મર્યાદાઃ 21થી 37 વર્ષ સુધી.
પગાર ધોરણઃ 31340(પાંચ વર્ષ માટે ફિક્સ પગાર).

પોસ્ટઃ સ્ટાફ નર્સ
જગ્યાઃ
285
શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ બેઝિક બીએસસી(નર્સિંગ) અથવા બેઝિક બીએસસી(નર્સિંગ).
વય મર્યાદાઃ 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
પગાર ધોરણઃ 31340(પાંચ વર્ષ માટે ફિક્સ પગાર).

પોસ્ટઃ સમાજ કલ્યાણ નિરીક્ષક (જુનીયર ગ્રેડ) વર્ગ - 3
જગ્યાઃ 05
શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન હોવું જરૂરી.
વય મર્યાદાઃ 21થી 35 વર્ષ સુધી.
પગાર ધોરણઃ 31340(પાંચ વર્ષ માટે ફિક્સ પગાર).

પરીક્ષા ફીઃ જનરલ કેટેગરી માટે 100 રૂપિયા
અરજી કરવાની છેલ્લી તારીખઃ 12 સપ્ટેમ્બર 2018(મુખ્ય સેવીકા માટે), 17 સપ્ટેમ્બર 2018(ઉક્ત જણાવેલી અન્ય પોસ્ટ માટે).
અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. https://ojas.gujarat.gov.in પર જઇને જણાવવામાં આવેલી માહિતી વાંચીને અરજી ઓનલાઇન કરવાની રહેશે.

X
Gujarat Panchayat Service selection board announce recruitment for various post
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી