દૂધની જગ્યાએ પાણીમાં Horlicks પીતા હતા ભારતીય સૈનિક, પૈસાદારો માટે હતું સ્ટેટસ સિમ્બોલ

divyabhaskar.com

Dec 04, 2018, 11:47 AM IST
GSK Indian business sold with Horlicks product

યુટિલિટી ડેસ્ક: 146 વર્ષ જુની બ્રાંડ હોર્લિક્સ (Horlicks)ના વેચાણની જાહેરાત થઇ ગઇ છે. હિન્દુસ્તાન યૂનિલીવર (HUL)એ જીએસકે કંઝ્યૂમર હેલ્થકેર સાથે હોર્લિક્સ સહિત તેના બધા જ ભારતીય બિઝનેસને ખરીદવાની જાહેરાત કરી છે. જેની કિંમત લગભગ 31700 કરોડ રૂપિયાની હશે. જોકે આ પ્રથમવાર નથી જ્યારે હોર્લિક્સની ડિલ થઇ રહી હોય. તેને બનાવનાર બે બ્રિટિશ ભાઇઓએ 1969માં તેને જીએસકે ગ્રુપને વેચી દીધી હતી. ત્યારથી આ બ્રાંડ જીએસકે પાસે છે.

આમ તો હોર્લિક્સ યૂકેની પ્રોડક્ટ છે પરંતુ તેનું સૌથી વધારે વેચાણ ભારતમાં થાય છે. ભારતમાં તેની એન્ટ્રી બીજા વિશ્વ યુદ્ધ બાદ થઇ હતી. બ્રિટિશ આર્મીના ભારતીય સૈનિક તેને પોતાની સાથે લાવ્યા હતા. તે સમયે આ પ્રોડક્ટ ભારતના મોટા પ્રિન્સિપલ સ્ટેટ્સ અને અમીરોના ઘરે અપનાવવાની સાથે તેમનું સ્ટેટસ સિંબલ બની ગઇ. તો આજે તમને જણાવીશું કે કેવી રીતે શરૂઆત થઇ હોર્લિક્સની જર્ની અને ભારતમાં કેવી રીતે બનાવી પોતાની ઓળખ-

આ હતા તેના શોધક
બે બ્રિટિશ ભાઇઓ વિલિયમ હોર્લિક અને જેમ્સે અમેરિકામાં તેની શોધ કરી હતી. જેમ્સ એક કેમિસ્ટ હતા, જે ડ્રાઇ બેબી ફૂડ બનાવનારી કંપનીમાં કામ કરતા હતા. તેમના નાના ભાઇ વિલિયમ 1869માં અમેરિકા આવ્યા હતા. બંન્નેએ 1973માં મોલ્ટેડ મિલ્ક ડ્રિન્ક બનાવતી કંપની J&W હોર્લિક્સ શરૂ કરી. તેમણે પોતાની પ્રોડક્ટને ડાયસ્ટાઇડ નામ આપ્યું. જેનું સ્લોગન હતું- હોર્લિકનો ઇન્ફેંટ અને ઇનવેલિડટ્સ ફૂડ. 5 જૂન 1883માં બંન્ને ભાઇઓએ પોતાની પ્રોડક્ટના લિક્વિડમાં મિક્સ થવાની યોગ્યતા માટે યૂએસ પેટેન્ટ નંબર 278,967 મેળવી લીધો અને પેટેન્ટ મેળવનાર પહેલી મોલ્ટેડ મિલ્ક પ્રોડક્ટ બની ગઇ.

1908માં યૂકેમાં જ પહેલી ફેક્ટ્રી
1908માં વિલિયમ અને જેમ્સે બર્કશાયરના સ્લોમાં પોતાની પહેલી યૂકે ફેક્ટ્રી શરૂ કરી. જેમા 25.8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આ પ્રોડક્ટ્સ લોકપ્રિય થઇ ગઇ. માઉન્ટેનિયર્સ અને પોલર એક્સપ્લોરર્સ તેને એક્સપેડીશંસ પર સાથે લઇ જતા હતા. એક માઉન્ટનિયર રિચર્ડ બાયર્ડે તો એક માઉંટેનને હોર્લિક્સ માઉન્ટેન નામ પણ આપ્યું હતું. હોર્લિક્સની લોકપ્રિયતા પહેલા વિશ્વ યુદ્ધ (1914) દરમિયાન વધી ગઇ હતી. સામાન્ય લોકો અને સૈનિકો તેને સારી સપ્લીમેન્ટ માનતા હતા. તે સમય તેને પાણી સાથે મિક્ષ કરીને પીવામાં આવતું. ત્યારબાદ બીજા વિશ્વ યુદ્ધમાં હોર્લિક્સ ટેબલેટ્સને કેન્ડીની જેમ વેચવામાં આવી અને અમેરિકા, બ્રિટનના અને અન્ય સૈનિકો તેને એનર્જી બૂસ્ટરના રૂપમાં યુઝ કરવા લાગ્યા.

1948 ઓલંપિકમાં રહી મુખ્ય ભૂમિકા
1948નું લંડન ઓલંપિક હોર્લિક્સ માટે એક અન્ય ગર્વ ધરાવતું ક્ષણ રહ્યું. ઓર્ગેનાઇઝિંગ કમેટીએ તે ઓલંપિકમાં ભાગ લેનાર બધા જ લોકોને હોર્લિક્સ આપ્યું, જેને બેડટાઇમ ડ્રિંક અને રમત દરમિયાન સર્વ કરવામાં આવતું હતું. તે સિવાય હોર્લિક્સ અત્યારે સુધી ઘણા પ્રોગ્રામ્સ અને કોમ્પિટીશંસને સ્પોન્સર કરી ચુકી છે. 2010ની માઉન્ટેન ક્લાઇન્બિંગથી જોડાયેલી વોકિંગ વિથ ધ વાઉન્ડેડ ચેરિટી તેમાથી એક છે.

X
GSK Indian business sold with Horlicks product
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી