નાના શહેરોમાં BPO સ્કીમ અંતર્ગત સરકાર ભરશે 17 હજાર સીટ

મોદી સરકાર દ્વારા નાના શહેરોમાં બીપીઓ ખોલવાની સ્કીમની 66 ટકા સીટ ભરાઈ ગઈ છે

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 01:10 PM
Government to fulfill 17000 bpo seats

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા નાના શહેરોમાં બીપીઓ ખોલવાની સ્કીમની 66 ટકા સીટ ભરાઈ ગઈ છે. તેના દ્વારા સરકાર લગભગ એક લાખ લોકો માટે રોજગારની તકોનું સર્જન કરશે. સાથે જ બચેલી 17 હજાર સીટોની પણ મે 2018 સુધીમાં પ્રોસેસ કરવા માંગો છે. તેના માટે સરકારે કંપનીઓ પાસેથી અરજીઓ મગાવી છે. જો આમ થશે તો લગભગ 51 હજાર નવા રોજગારની તકો સર્જાશે. સરકાર આ અંતર્ગત 27 રાજયો અને કેન્દ્ર શાસિત રાજયોમાં બીપીઓ ખોલવાની તક આપી રહી છે. ખાસ વાત એ છે કે બીપીઓ ખોલવા માટે સરકાર તમને પૈસાનો સપોર્ટ કરી રહી છે. સ્કીમ અંતર્ગત શરૂઆતમાં બીપીઓ સેટ અપ કરવા માટે સરકાર કુલ ખર્ચના અધિકતમ 50 ટકા સુધીનો ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ આપશે. જેમાં અધિકતમ એક સીટ માટે 1 લાખ રૂપિયાનો ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ હશે.

ટેલિકોમ સેકટરમાં મળશે 1 કરોડ નોકરીઓ

મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પાસેથી મળેલી માહિતી અનુસાર, પાચ વખત બિડિંગ માટે અરજી માંગવામાં આવી છે. આ અંતર્ગત 16568 સીટના આધાર પર બીપીઓ ખોલવા માટે અરજી કરી શકાય છે. અત્યાર સુધીમાં ચાર રાઉન્ડમાં લગભગ 31732 સીટ ભરવામાં આવી છે. સ્કીમ અંતર્ગત નાના શહેરોમાં બીપીઓ ખોલવાની બાબતને પ્રમોટ કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા નીકાળવામાં આવેલા રિકવેસ્ટ ફર પ્રપોઝલ(RFP)ના જણાવ્યા અનુસાર, જે પણ વ્યક્તિ કે કંપનીઓ બીપીઓ ખોલવા માંગે છે, તેણે 2 મે સુધી બિડ માટે એપ્લાઈ કરવાનું રહેશે.

અધિકારીના જણાવ્યા અનુસાર, બીપીઓ સ્કીમ અંતર્ગત કુલ 1.50 લાખ રોજગારીની તકો સર્જવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક સીટને ત્રણ શીફટના આધાર પર માનવામાં આવી છે. એટલે કે એક સીટીથી ત્રણ નોકરીની તકો સર્જાશે.

આગળની સ્લાઈડમાં વાંચો, ઈન્સેન્ટિવ મેળવવાની આ છે ફોર્મ્યુલા...

Government to fulfill 17000 bpo seats

ઈન્સેન્ટિવ મેળવવાની આ છો ફોર્મ્યુલા

 

બીપીઓ ખોલવા પર પ્રતિ સીટ 50 ટકા ઈન્સેન્ટિવ મળશે. જે અધિકતમ એક લાખ રૂપિયા છે. જો તમે વધુ નોકરીઓ પોતાના બીપીઓમાં આપો છો, તો તમે વધુ ઈન્સેન્ટિવ લઈ શકશો. તેને આ રીતે સમજી શકાય છે, જો તમારા બીપીઓમાં 1000 સીટો છે અને તમે 3 શીફટમાં ચલાવો છો, તો તમે 3000 લોકોને રોજગાર આપશો. એવામાં તમને 50 ટકા ઈન્સેન્ટિવ સિવાય 10 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે. આ રીતે 2500 લોકોને રોજગાર આપો છો, તો 7.5 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે. આ રીતે 2000 નોકરીઓ પર 5 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે, સાથે જ મહિલાઓ અને દિવ્યાંગોને નોકરી પર રાખવા માટે એકસ્ટ્રા સ્પોર્ટ પણ મળશે.

X
Government to fulfill 17000 bpo seats
Government to fulfill 17000 bpo seats
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App