ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર સાથે થશે લિંન્ક, આ સોફટવેરમાં સ્ટોર થશે માહિતી

ઝડપથી તમારા ડ્રાઈવિંગ સાઈસન્સ સાથે જોડાયેલી માહિતી સરકારની પાસે હશે

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:17 PM
Government likely to link  driving licence to aadhaar

યુટિલિટી ડેસ્કઃ ઝડપથી તમારા ડ્રાઈવિંગ સાઈસન્સ સાથે જોડાયેલી માહિતી સરકારની પાસે હશે. બાદમાં કોઈ પણ ફેક ડ્રાઈવિંગ લાઈસન્સનો ઉપયોગ કરી શકશે નહિ. હાલ સરકાર એક સોફટવેર તૈયાર કરવામાં લાગેલી છે, જેમાં રિયલ ટાઈમ બેસિસ પર ડેટા અપડેટ કરવામાં આવશે. આ સોફટવેર તમામ રાજયોને કવર કરશે.

આધારથી કરાવવાનું રહેશે લિન્ક

'સારથી-4' નામનું આ સોફટવેર તૈયાર થઈ ગયા બાદ તમામ લોકોએ પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર સાથે લિન્ક કરાવવાનું રહેશે. થોડા દિવસો અગાઉ સરકારે સુપ્રીમ કોર્ટને આ અંગે સુચના આપી છે. આ સોફટવેરમાં સમગ્ર દેશના ડ્રાઈવિંગ લાઈસન્સ ધારકોનો રેકોર્ડ રાખવામાં આવશે. આ સિસ્ટમ લાગુ થઈ ગયા બાદ ડ્રાઈવર તરફથી કરવામાં આવેલા ટ્રાફિક ઉલ્લંધનનો પણ સંપૂર્ણ રેકોર્ડ સોફટવેમાં હશે.

1 ઓક્ટોબર 2018થી થઈ શકે છે લાગુ, જોવો આગળની સ્લાઈડમાં...

Government likely to link  driving licence to aadhaar

1 ઓક્ટોબર 2018થી લાગુ કરવાની તૈયારી

 

- આ નવું સોફટવેર 1 ઓક્ટોબર 2018થી કામ કરવાનું શરૂ કરી શકે છે. ફયુચરમાં મળનારું ડ્રાઈવિંગ લાઈસન્સ સ્માર્ટ કાર્ડ જેવું હશે. કોઈ પણ રીતે નકલી લાઈસન્સ બનાવી શકાશે નહિ.
- સરકાર રોડ એક્સિડેન્ટને રોકાવા માટે નવા પ્લાનિંગ પર કામ કરી રહી છે. જોકે 2016ની સરખામણીમાં 2017માં એક્સિડેન્ટસના મામલામાં ખૂબ જ ઘટાડો થયો છે. સરકારે તમામ રાજયોને રોડ સેફટી ફન્ડ સેટઅપ કરવા માટે કહ્યું છે.

X
Government likely to link  driving licence to aadhaar
Government likely to link  driving licence to aadhaar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App