હવે માત્ર તમારી પાસબુક પર રહેશે નોટ, સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે ડિઝિટલ કરન્સી

divyabhaskar.com

Dec 05, 2018, 01:17 PM IST
Government is planning to announce digital currency

યુટિલિટી ડેસ્ક: હવે ટૂંક સમયમાં એવું થઇ શકે છે કે તમારા પૈસા તમારા એકાઉન્ટમાં હશે પરંતુ હાથોમાં નહીં હોય. સરકાર ડિઝિટલ કરન્સી જાહેર કરવાનો પ્લાન કરી રહી છે. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્રના નેતૃત્વમાં બનેલી કમેટીએ સરકારને આ વિષય પર એક ડ્રાફ્ટ સોપ્યો છે. તે અનુસાર બિટકોઇન જેવી વર્ચુઅલ કરન્સીને રોકવા માટે ડિઝિટલ કરન્સી જાહેર કરવી જરૂરી છે.

નાણાકિય મંત્રાયલ અને આરબીઆઇ કરશે બેઠક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાના મંત્રાલય કમેટીની રિપોર્ટ પર ટૂંક સમયમાં ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી નિર્ણય લેવામાં આવશે. લાંબા સમયથી ડિઝિટલ કરન્સીને લાગૂ કરવા માટે સરકાર અને આરબીઆઇ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એવામાં ઉમ્મીદ છે કે ઇ-નોટો જાહેર કરવામાં આવી શકે છે. સમિતિનું કહેવું છે કે ડિઝિટલ કરન્સીથી મોનિટરી પોલિસીનું પાલન સરળ થશે.

બદલાઇ જશે લેવડ-દેવડની રીત
આ એક ડિઝિટલ કેશ હશે, જે તમારા પર્સ અને વોલેટમાં તો રહેશે પરંતુ તમારા હાથોમાં નથી હોય. આ નોટ અને કરન્સી રિઝર્વ બેંક જાહેર કરશે અને તેના પર સંપૂર્ણ કંટ્રોલ આરબીઆઇનો રહેશે. આ તે નિયમ મર્યાદા હેઠળ હશે જે હાલમાં નોટૉ અને સિક્કા પર લાગૂ થાય છે. જો આ કરન્સી ચલણમાં આવે છે તો લેવડ- દેવડની પ્રક્રિયામાં ઘણા ફેરફાર જોવા મળશે. સાથે જ કાળાનાણા પર પણ રોક લગાવી શકાશે. કરન્સીમાં ડિઝિટલ લેઝર ટેક્નોલોજી (DLT)નો યુઝ થઇ શકે છે જેનાથી વિદેશમાં આ નાણાની લેવડ-દેવડની જાણકારી સરળતાથી લગાવી શકાય.

X
Government is planning to announce digital currency
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી