હોમ લોન પર સરકાર આપી રહી છે છૂટ, જાણો શું છે નિયમ

Government is giving subsidy on home loans, know what is the rule

divyabhaskar.com

Nov 20, 2018, 04:35 PM IST

યુટિલિટી ડેસ્ક: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય. પરંતુ ઘણા લોકોનું આ સપનું સાકાર થતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જૂન 2015એ વડાપ્રધાન આવાસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ મિડલ ઇનકમ ગ્રુપની ઉન્નતિ અને તેના આવાસના સપનાને સાકાર કરવા માટે છે. આ યોજના હેઠળ પોતાનું પહેલું ઘર ખરીદનાર લોકો હોમ લોન પર વ્યાજ સબસિડીનો ફાયદો ઉઠાવી શકે છે. જેમા મિડલ ઇનકમ ગ્રુપને હોમ લોનના વ્યાજ પર 2.67 લાખ રૂપિયાનો ફાયદો મળી શકે છે.

6 લાખ રૂપિયા સુધીની લોન પર 6.5 ટકા સુધી વ્યાજ સબસિડીનો ફાયદો
આ યોજના અનુસાર, જે લોકોની વાર્ષિક ઇનકમ 3 લાખ રૂપિયા છે તે EWS (Economically Weaker Sections)માં આવે છે, જ્યારે જે લોકોની વાર્ષિક ઇનકમ 6 લાખ રૂપિયા સુધીની છે તે LIG (Low income group)ની અંદર આવે છે. બંન્ને જ કેટેગરીમાં 6 લાખ રૂપિયા સુધીની લોન લેવા પર 6.5 ટકા સુધી વ્યાજ સબસિડીનો ફાયદો મળી શકે છે. હવે તેને વધારીને 12 લાખથી 18 લાખ રૂપિયા વાર્ષિક ઇનકમવાળા લોકો સુધી પણ કરી દેવામાં આવી. યોજના અનુસાર 6 લાખની લોન પર 6.5 ટકા સુધીની સબસિડી એટલે ઘર ખરીદવા પર તમને 2.67 લાખ રૂપિયા મળે છે. મોદી સરકારની ક્રેડિટ લિંક્ટ સબસિડી સ્કીમ (CLSS)યોજનાનો હેતુ બધાને 2022 સુધીમાં પોતાનું ઘર આપવાનો છે.

6 લાખથી 12 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઇનકમ પર સરકાર 4 ટકા સુધી વ્યાજ સબસિડી આપશે, એટલે તમે 2.35 લાખ રૂપિયાનો ફાયદો લઇ શકો છો. જ્યારે 12 લાખથી 18 લાખ સુધીની વાર્ષિક ઇનકમ પર સરકાર 3 ટકા સુધી વ્યાજ સબસિડી આપે છે જેમા વ્યક્તિને 2.30 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળે છે. જો હોમ લોન પર વ્યાજદર 9 ટકા છે તો આ યોજના હેઠળ તમારે માત્ર 5 ટકાની જ ચુકવણી કરવાની રહેશે. આ સીમાથી વધારે લોન લેવા પર બાકી રકમ પર વ્યાજ સામાન્ય દરથી ચુકવવું પડે છે દરેક પ્રકારની લોન માટે મહત્તમ સમયગાળો 20 વર્ષ સુધીનો હોઇ શકે છે.

આ જગ્યાઓથી ઉઠાવી શકો છો યોજનાનો લાભ
ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2019 સુધી વધારી દેવામાં આવી છે. વર્ષ 2022 સુધી 'હાઉસિંગ ફોર ઓલ'ના હેતુને પાર કરવા માટે સરકારે આ યોજનાના સમયગાળાને વધારવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક બેંક, હાઉસિંગ ફાઇનાંસ કંપની, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત જગ્યાઓથી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. નેશનલ હાઉસિંગ બેંક અને હુડકો પણ આ યોજનામાં સામેલ છે.

CLSS અને EWS/LIG ના લાભ
CLSS અને EWS/LIG ના લાભ ઉઠાવવા માટે વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ યોજના હેઠળ મળતી સૌથી વધારે સબસિડી 2.67 લાખ રૂપિયાની છે. 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઇનકમ પર પણ વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે ભારતના કોઇપણ ભાગમાં પરિવારની પાસે પાક્કુ ઘર ના હોવું જોઇએ. આ સંપત્તિ સંયુક્ત રૂપથી અથવા સંપૂર્ણ રૂપથી પરિવારની મહિલા પ્રમુખના સ્વામિત્વમાં હશે.

X
Government is giving subsidy on home loans, know what is the rule
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી