31 માર્ચ સુધી મળશે એક્સપોટર્સને રિફન્ડ, સરકારે વધારી 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની ડેડલાઈન

સરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની સમસ્યા વધારીને 31 માર્ચ કરી દીધી છે

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 07:40 PM
Government increases timeline for refund fortnight

31 માર્ચ સુધી મળશે એક્સપોટર્સને રિફન્ડ, સરકારે વધારી 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની ડેડલાઈન.

નવી દિલ્હીઃ સરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની સમય મર્યાદાને વધારીને 31 માર્ચ કરી દીધી છે. છેલ્લા 9 મહીનાથી અટકેલા રિફ્ન્ડના કારણે કારોબારી માટે બિઝનેસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો. વધી રહેલા વિરોધને જોતા સરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ' શરૂ કર્યો હતો અને સરકારનો દાવો હતો કે 29 માર્ચ સુધી અટકેલા રિફન્ડને કલીયર કરી દેવામાં આવશે. જોકે હવે સરકારે તેની સમયસીમા વધારી દીધી છે.

સરકારે શરૂ કરી રિફન્ડ ફોર્ટનાઈટ

જીએસટીમાં એક્સપોટર્સના ફસાયેલા 6,500 કરોડ રૂપિયાનું રિફન્ડ મોટી સમસ્યા બની રહ્યું છે. સરકારે રિફન્ડ ફોર્ટનાઈટ શરૂ કર્યું, જે 15 માર્ચથી 29 માર્ચ 2018 સુધી ચાલનાર હતું. આજે 29 માર્ચે સરકારે તેને 31 માર્ચ સુધી વધારી દીધું છે. આ અંતર્ગત એક્સપોટર્સનું પેન્ડિંગ રિફન્ડ ઝડપથી ઈસ્યું કરવામાં આવશે. આ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ એન્ડ કમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ માત્ર પેન્ડિંગ રિફન્ડના મામલાને પતાવશે અને રિફન્ડ ઝડપથી કરાવશે.

એક્સપોટર્સને મળશે આઈજીએસટી રિફન્ડ

એક્સપોટર્સને આઈજીએસટી રિફન્ડ ઝડપથી મળે તે માટે એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે એક્સપોટર્સને ઈન્વોઈસ શોપિંગ બિલ, જીએસટીઆર-1 અને ટેબલ 6એથી મેચ નહી થાય તેમને રિફન્ડ કરાવવામાં આવશે. આવા મામલામાં સ્પેશિયલ પ્રોસિસ શરૂ કરવામાં આવી છે, જેથી એરરને હટાવવામાં આવી શકે. તેના માટે એક્સપોટર્સને કસ્ટમ ઓથોરિટીના પોર્ટ ઓફ એક્સપોર્ટનો એપ્રોચ કરવાનો રહેશે.

6500 કરોડ રૂપિયાનું રિફન્ડ

સરકારના જણાવ્યા પ્રમાણે, જુલાઈથી ઓક્ટોબર સુધીના આઈજીએસટી રિફન્ડ શિપિંગ બિલના જણાવ્યા પ્રમાણે, 6,500 કરોડ રૂપિયા અને ઈનપુટ ટેકસ ક્રેડિટના અમાઉન્ટ લગભગ 30 કરોડ રૂપિયા છે. આ અમાઉન્ટ જીએસટીએન પોર્ટલમાં ફાઈલ કરવામાં આવેલા રિટર્નના આધાર પર નીકાળવામાં આવી છે.

X
Government increases timeline for refund fortnight
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App