વધુ વ્યાજ / 1 વર્ષની પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર હવે 7% વ્યાજ મળશે, સરકારે નવા દર જાહેર કર્યા

government hiked 1 year post office time deposit interest rate small saving schemes
X
government hiked 1 year post office time deposit interest rate small saving schemes

  • જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરથી નવા દર લાગુ
  • 3 વર્ષની પોસ્ટ ઓફિસ ડિપોઝીટ સ્કીમ પર હવે 7 ટકાના દરે વ્યાજ મળશે 
  • 2 અને 5 વર્ષની ડિપોઝીટ સ્કીમમાં મળતા વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં 

 

divyabhaskar.com

Jan 05, 2019, 11:25 AM IST
યૂટિલિટી ડેસ્ક: સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર અપાતા વ્યાજ દરોની જાહેરાત કરી. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ્સ પર મળનાર વ્યાજ દરમાં ફેરફાર કરાયો છે, જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ સ્કીમ્સ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ પર મળનાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણા મંત્રાલયે 31 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરી તેની જાણકારી આપી.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરથી નવા દર લાગુ

1.સરકારે 1 વર્ષની પોસ્ટ ઓફિસ સ્કીમ પર મળતા વ્યાજ દરમાં 0.10%નો વધારો કર્યો. આ સ્કીમ પર હવે 7 ટકાના દરે વ્યાજ મળશે, જે છેલ્લા ક્વાર્ટરમાં 6.9% હતો. ત્રણ વર્ષની ડિપોઝીટ સ્કીમ્સ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કરાયો, હવે તેમાં પણ 7 ટકાના દરે વ્યાજ મળશે. છેલ્લા ક્વાર્ટરમાં આ દર વાર્ષિક 7.2% હતો. 
 
2.2 અને 5 વર્ષની ડિપોઝીટ સ્કીમમાં મળતા વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. 2 વર્ષની સ્કીમ પર 7% જ્યારે 5 વર્ષની સ્કીમ પર 7.8%ના દરે વ્યાજ મળતું રહેશે. આ સિવાય 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ સ્કીમ ઉપર પણ પહેલાની જેમ જ 7.3%ના દરે વ્યાજ મળશે. 
 
3.PPF અને 5 વર્ષના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC)માં પહેલાની જેમ વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. જયારે 5 વર્ષની મંથલી ઇન્કમ એકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. તેના પર પહેલાની જેમ 7.7 ટકા વ્યાજ અપાશે.
 
4.જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ્સ પર 8.7 ટકા અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પર છેલ્લા ક્વાર્ટરની જેમ 8.5%ના દરે વ્યાજ મળશે. આ સિવાય કિસાન વિકાસ પત્ર પર 7.7%ના દરે વ્યાજ મળતું રહેશે. તેનો મેચ્યોરિટી પિરિયડ 112 મહિના હશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી