સરકાર જાહેર કરી ચુકી છે આદેશ, TV પર આવનાર આ 100 ચેનલોના બદલે તમારી પાસેથી લેવાશે માત્ર 130 રૂ. મહિને, કોઇ 1 રૂપિયો પણ ના વસૂલી શકે વધારે

divyabhaskar.com

Dec 06, 2018, 12:04 PM IST
Government has issued the order for free tv Channels

યુટિલિટી ડેસ્ક: Telecom Regulatory Authority of India (TRAI)ના નવા નિયમો અનુસાર 100 ફ્રી ચેનલ માટે કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડર હવે 130 રૂપિયાથી વધારે નહીં લઇ શકે. કોઇ પણ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની ગ્રાહકોને બળજબરી રીતે પેકેજ ના આપી શકે. આ નિયમોને લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ટ્રાયે અંદાજ વ્યક્ત કર્યો છે કે મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ફ્રી ચેનલ અને પે ચેનલ મળીને સામાન્ય વ્યક્તિને દર મહિને 243 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. જેમા 65 ફ્રી ટૂ ઇયર ચેનલ, દૂરદર્શનની 23 ચેનલ, 3 મ્યૂઝિક ચેનલ, 3 ન્યૂઝ ચેનલ, 3 મૂવી ચેનલ અને 3 જીઇસી ચેનલ બધી મળીને 100 ચેનલ સામેલ છે.

એવામાં જો કોઇ પણ ઓપરેટર તમારી પાસેથી વધારે પૈસા વસૂલ કરે છે તો તમે તેની ફરિયાદ ટ્રાયમાં કરી શકો છો. ટ્રાયે આ વ્યવસ્થાને લાગૂ કરવા માટે 29 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. દેશભરમાં ટ્રાયની 5 રીઝનલ ઓફિસ છે, જ્યાં ફરિયાદ કરી શકાય છે.

ક્યાં-ક્યાં છે રીઝનલ ઓફિસ
હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, ભોપાલ અને જયપુરમાં ટ્રાયની રીઝનલ ઓફિસ છે. તે સિવાય દિલ્હીમાં મહાનગર દૂરદર્શન ભવન, જવાહરલાલ નેહરુ માર્ગમાં ટ્રાયની હેડ ઓફિસ છે. તમે ત્યાં પણ ફરિયાદ નોધાવી શકો છો. તમે ટ્રાયના ઇમેલ આઇડી ap(at)trai(dot)gov(dot)inની સાથે ફોન નંબર 91-11-2323 6308 (Reception) પર પણ કોન્ટેક્ટ કરી શકો છો.

ટ્રાયની ત્રણ અન્ય મહત્વપૂર્ણ એપ
માય કોલ એપ- આ એપ દ્વારા તમે પોતાના કોલની ક્વોલિટી સંબંધિત સૂચના આપી શકશો. તે આધાર પર ટ્રાય યોગ્ય કાર્યવાહી કરી શકશે.
ડીએનડી એપ- આ એપ દ્વારા તમે થોડા સમય માટે ઇનકમિંગ કોલ રોકી શકો છો.
માય સ્પીડ-આ એપ દ્વારા તમે નેટની સ્પીડ ચેક કરી શકો છો.

X
Government has issued the order for free tv Channels
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી