સરકાર આપશે 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં, આ છે શરતો

Government gives upto Rs 5 lakh for treatment

Divyabhaskar.com

Mar 24, 2018, 11:40 AM IST

નવી દિલ્હીઃ દેશમાં 10 કરોડ પરિવારને સરકારે મફતમાં સારવાર કરવાની સુવિધાનો રસ્તો ખોલી દીધો છે. સરકાર પ્રત્યેક પરિવારને દર વર્ષે 5 સાખ રૂપિયાનો ઈલાજ ફ્રીમાં કરાવવાની સુવિધા આપશે. આ સ્કીમનો ફાયદો લેનાર પરિવારમાં ભલે પછી કેટલા પણ સભ્યો હોય, તે તમામ તેનો ફાયદો ઉઠાવી શકશે. આ સ્કીમનો ફાયદો તમામને મળે, તેના માટે એકા કાઉન્સિલની રચના કરવામાં આવશે. તેની અધ્યક્ષતા હેલ્થ મિનિસ્ટર કરશે.

કઈ સ્કીમ અંતર્ગત મળશે ફાયદો

મોદી સરકારે બજેટમાં એક હેલ્થ સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી. જેમાં દેશના 10 કરોડ ગરીબ પરિવારને સામેલ કરવાની યોજના હતી. હવે સરકારે આ સ્કીમને 'આયુષ્માન ભારત' નામથી મંજૂરી આપી છે. તેની સાથે કઈ સ્કીમનો ફાયદો મળશે તેની પણ શરતો નક્કી કરી દીધી છે.

કોણ લઈ શકશે આ સ્કીમનો ફાયદો

આ સ્કીમ અંતર્ગત 5 લાખ રૂપિયા ઈલાજ માટે વાર્ષિક મેળવવા માટે નક્કી કરવામાં આવેલા માપદંડોમાંથી કોઈ એકને પુરા કરવાના રહેશે. સરકાર તરફથી ઘણા બધા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. સ્કીમમાં ગરીબ પરિવારોનું સિલેકશન વર્ષ 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવ્યું છે.

ગ્રામીણ ક્ષેત્રમાં રહો છો તો આ છે શરતો

- એક રૂમનું કાચું મકાન, ઝુપડામાં રહેતી ફેમિલિ અને એવી ફેમિલિ જેમાં 16થી 59 વર્ષની વચ્ચેની ઉંમરનું કોઈ એડલ્ટ સભ્ય ન હોય.
- જે પરિવારમાં માત્ર મહિલા સભ્ય જ મુખ્ય હોય, જેમાં 16થી 59 વર્ષની વચ્ચે કોઈ પુરુષ ન હોય.
- એવો પરિવાર જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેની દેખરેખ કરનાર કોઈ એડલ્ટ સભ્ય પરિવારમાં ન હોય.
- એસસી અને એસટી સિવાય એવો પરિવાર જેમની પાસે જમીન ન હોય અને જેમની આમદાની રોજની મજૂરી હોય.
- જે પરિવારની પાસે છત ન હોય અને કાયદાકીય રૂપથી બાળકોને મજૂરીમાંથી મુકત કરાવવામાં આવ્યા હોય.

શહેરી ક્ષેત્રમાં રહો છો તો આ છે શરતો

- સરકારી શહેરી ક્ષેત્રમાં રહેનાર ગરીબોને સ્કીમનો ફાયદો મળશે.
- ગરીબોના સિલેકશન માટે ઘણી બધી કેટેગરી બનાવવામાં આવી છે.
- કુલ મેળવીને 11 કેટેગરીમાં શહેરી ગરીબોને વહેચવામાં આવ્યા છે, જે આ સ્કીમનો ફાયદો લઈ શકશે.

સ્કીમમાં મળશે આ સુવિધા

- આ અંતર્ગત પ્રત્યેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર મળશે. તેમાં લગબગ તમામ ગંભીર બિમારીઓનો ઈલાજ કવર થશે.
- આ સિવાય કોઈ પણ વ્યક્તિ ઈલાજથી વંચિત ન રહી જાય. તેના માટે સ્કીમમાં ફેમિલિ સાઈઝ અને ઉંમરની કોઈ સીમા દર્શાવવામાં આવી નથી.
- આ સ્કીમમાં હોસ્પિટલાઈઝેશનથી પહેલા અને બાદના ખર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક હોસ્પિટલાઈઝેશનના ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ચુકવણી લાભાર્થીને કરવામાં આવશે.

આગળની સ્લાઈડમાં વાંચો, ઘણી હોસ્પિટલોમાં થશે ઈલાજ...

X
Government gives upto Rs 5 lakh for treatment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી