સરકારે આધાર લિન્ક કરવાની ડેડલાઈન વધારી, 30 જૂની કરી શકાશે લિન્કિંગ

તમે અત્યાર સુધીમાં આધાર લીન્ક કરાવ્યું નથી તો આ સમાચાર તમને રાહત આપશે

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 12:43 PM
Government extends deadline for linking of aadhaar

સરકારે આધાર લિન્ક કરવાની ડેડલાઈન વધારી, 30 જૂની કરી શકાશે લીન્કિંગ.

નવી દિલ્હીઃ તમે અત્યાર સુધીમાં આધાર લીન્ક કરાવ્યું નથી તો આ સમાચાર તમને રાહત આપશે. સરકારે હવે કલ્યાણકારી યોજનાઓ સાથે આધાર લીન્ક કરાવવાની છેલ્લી તારીખ 3 મહીના વધારીને 30 જૂન કરી દીધી છે. અગાઉ આ ડેડલાઈન 31 માર્ચ હતી. સરકારના આ નિર્ણયથી મનરેગા અને પીડીએસ લાભાર્થીઓને ફાયદો થવાની શકયતા છે. આ માટે સીબીડીટીએ આધાર નંબરને પાન સાથે લીન્ક કરવાની સમય સીમાને 30 જૂન સુધી વધારી દીધી છે. સીબીડીટી તરફથી ચૌથી વાર આ સમય સીમા વધારવામાં આવી છે.

પાન કાર્ડ સાથે આધાર લીન્ક કરાવવાની તારીખ વધારાઈ

પાન કાર્ડ સાથે આધાર લીન્ક કરાવવાની સમય સીમા વધારવા પાછળ માનવામાં આવી રહ્યું છે કે સીબીડીટીનો તાજેતરનો આદેશ સુપ્રીમ કોર્ટના આ મહીનાના આદેશને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. કોર્ટે આધારને અન્ય સેવાઓ સાથે જોડવાની સમય સીમા 31 માર્ચથી વધારવાનો આદેશ આપ્યો હતો. સરકારે ઈન્કમ ટેકસ રિટર્ન દાખલ કરવા અને નવું પાન લેવા માટે આધાર નંબરને આપવો અનિવાર્ય કરી દીધો છો.

અત્યાર સુધીમાં ચાર વાર વધારવામાં આવી સીમા

સરકારે પ્રથમ વાર એક જુલાઈ 2017એ પાનને આધાર સાથે લીન્ક કરવાનું અનિવાર્ય બનાવ્યું હતું. પ્રથમ વાર આ સમયને 31 ઓગસ્ટ 2017 સુધી અને બાદમાં 31 ડિસેમ્બર 2017 સુધી કરદાતાઓને આવી રહેલી મુશ્કેલીઓને જોતા વધારવામાં આવ્યો હતો. ઘણાં ટેકસપેયર્સે 31 ડિસેમ્બર સુધી આધારને પાન સાથે જોડવાનું કામ પુરું કર્યું ન હતું. બાદમાં સરકારે સમય સીમા આ વર્ષે 31 માર્ચ સુધી વધારી હતી.

સુપ્રીમ કોર્ટે કરી હતી દખલ

સુપ્રીમ કોર્ટે આ મહીનાની શરૂઆતમાં આધાર સાથે વિવિધ સેવાઓને જોડવા માટેની સીમાને વધારી હતી.

X
Government extends deadline for linking of aadhaar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App