Home » National News » Utility » gohoardings company founder diptis success story

2 વર્ષ પહેલા બિઝનેસ શરૂ કરવામાં ગુમાવ્યા હતા 40 લાખ, હવે ઉભી કરી 12 કરોડ ટર્નઓવરની કંપની

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:35 PM

દિપ્તી હારેલી બાજી જીતીને બની ઉદાહરણરૂપ

 • gohoardings company founder diptis success story

  યુટિલિટી ડેસ્ક: દિલ્હીની રહેવાસી દિપ્તીની સ્ટોરી ફિલ્મી સ્ટાઇલની છે. તે આજે 12 કરોડ રેવેન્યૂવાળી કંપની આઉટડોર એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટઅપ Gohoardings.comની ફાઉન્ડર છે. પરંતુ એક સમય એવો પણ હોતો, જ્યારે તેને પોતાની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવામાં 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, ત્યારબાદ તે એક પ્રકારથી ટ્રામામાં જતી રહી હતી. તેને મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો કોઇ રસ્તો મળતો ન હતો. જેના કારણે દિપ્તીએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધી.

  દિપ્તી સંજોગોથી હાર ના માની
  2014માં દિપ્તી સીએ છોડી ચુકી અને કઇક નવું કરવાનું વિચારી રહી હતી. તે સમયે તેને એક મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનો મોકો મળ્યો, જેમા મોટી હસ્તિઓ ભાગ લેવાની હતી. દિપ્તી પાર્ટનરશિપમાંઇવેન્ટને સફળ બનાવવાની જવાબદારી લીધી હતી. પરંતુ દિપ્તી ઇવેન્ટના સ્પોન્સર ભેગા ના કરી શકી અને ઇવેંટની ટિકિટ પણ ખાસ વેચાઇ નહીં. જેનાથી તેને 40 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું. ઇવેન્ટ પાર્ટનર પણ દિપ્તીને એકલી મુકી જતો રહ્યો. દિપ્તી જણાવે છે કે, 'તે સમયે મારી પાસે બે રસ્તા હતા, પહેલો કે હું ભાગી જઉ અને બીજો મુશ્કેલીનો સામનો કરું'.

  પિતાનો મળ્યો સાથ
  દિપ્તી હિમ્મત કરી નુકસાન વિશે પોતાના પિતા સાથે ચર્ચા કરી. ત્યારબાદ તેના પિતાએ ઘર વેચવાનો નિર્ણય લીધો અને ખુબ જ ઓછી કિંમતમાં ઘર વેચી ઇવેન્ટમાં થયેલા નુકસાનને સરભર કર્યું. દિપ્તી અનુસાર, તેના પિતાએ તેને સમજાવતા કહ્યું કે, જે પૈસા જતા રહ્યા છે તેને બેકાર ના સમજતી, તેનાથી તારે સીખ તેવી જોઇએ, ડુબેલા પૈસાને તું તારી એમબીએની ફી સમજીને આગળ વધ. ત્યારબાદ દિપ્તીમાં હિમ્મત આવી અને તેને લાગ્યું કે હવે મારી પાસે ગુમાવવા માટે કઇ નથી અને મારે ફરીથી પ્રયત્ન કરવો જોઇએ. કદાચ આજ દિપ્તીના જીવનનો ટર્નિગ પોઇન્ટ હતો. તેના ત્રણ મહિના બાદ તેના લગ્ન વિકાસ સાથે થાય.

  પતિ સાથે મળીને શરૂ કરી કંપની
  વિકાસ એક સોફ્ટવેર એન્જીનિયર છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. બંન્નેના અરેન્જ મેરેજ હતા, સાથે રહીને ખબર પડી કે બંન્નેના સપના એક જ જેવા છે. ત્યારબાદ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે વિકાસે નોકરી છોડી અને ફ્રીલાન્સિંગ તરીકે કેટલીક ટેક કંપનીઓ માટે કામ શરૂ કર્યું. વિકાસ કોઇ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો, જ્યાં તેના એક ક્લાઇન્ટે કહ્યું કે તેમને હોર્ડિગ્સ લગાવવી છે અને ત્યાંથી વિકાસને પોતાની કંપની ખોલવાનો આઇડિયા આવ્યો, જ્યાં માત્ર એક ક્લિક પર લોકોનું હોર્ડિગ્સ લગાવવાનું કામ થઇ જાય. વિકાસે પોતાની કંપની Gohoardings.comની સ્થાપના કરી. નોઇડા સ્થિત આ સ્ટાર્ટઅપમાં હાલમાં 20 લોકો કામ કરી રહ્યા છે.

  50 હજાર રૂપિયા લગાવીને શરૂ કરી હતી કંપની
  દિપ્તી અને વિકાસ પાસે પોતાની કંપની ખોલવા માટે પુરતા પૈસા ન હતા, શરૂઆતમાં તેમણે 50-50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું. પરંતુ તેમનો આઇડિયા એટલો સારો હતો કે બંન્નેની મહેનતના કારણે માત્ર 2 વર્ષમાં 12 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઉભુ કરી નાખ્યું. દિપ્તી જણાવ્યું કે, પહેલા વર્ષે કંપનીનું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું, પરંતુ આવનાર વર્ષમાં તેમનો ટાર્ગેટ 50 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોચવાનો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ