Home » National News » Utility » GoAir rolls Out discounts for long holi weekend

991 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી, હોળી પર છે આ ઓફર

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 11:21 AM

ગોએરે 'હોલી લોન્ગ વીકેન્ડ' ઓફર રજૂ કરી છે

  • GoAir rolls Out discounts for long holi weekend
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ એરલાઈન કંપનીઓ હોળીના તહેવારને અનુલક્ષીને ડિસ્કાઉન્ટ માટેની સ્પેશિયલ ઓફર લાવી છે. ગોએરનો ડિસ્કાઉન્ટ સેલ શરૂ થઈ ગયો છે. આ અંતર્ગત માત્ર 991 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકાશે. હોળીના તહેવાર માટે જેટ એરવેઝે પણ 20 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર મૂકી હતી. પરતું આ ઓફર 26 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ હતી.

    કોની શું છે ઓફર

    ગોએર 'હોલી લોન્ગ વીકેન્ડ' ઓફર લઈને આવી છે. તેમાં કંપની સિલેકટેડ રૂટસ પર લોએસ્ટ પ્રાઈસમાં હવાઈ મુસાફરીની ઓફર આપી રહી છે. તેની સાથે જ એચડીએફસી બેન્કના ડેબિટ કે ક્રિડિટ કાર્ડના ઉપયોગ કરવા પર 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ હાલ મળી રહ્યું છે. એરલાઈનની વેબસાઈટ દ્વારા આ ઓફરનો ફાયદો તમે ઉઠાવી શકો છો.

    991 રૂપિયામાં કયાં સ્થળ માટે મળી રહી છે ટિકિટ

    991 રૂપિયામાં બાગડોગરાથી ગુવાહાટી માટે ટિકિટ ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય ચેન્નાઈથી કોચીનું ફેર 1120 રૂપિયા છે. આ જ રીતે બેંગલુરુંથી કોચી અને ગુવાહાટીથી બાગડોગરા માટે 1291 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકાય છે. આ ઓફર લિમિટેડ સીટસ માટે છે. એરલાઈને સીટોની સંખ્યાની કોઈ જાણકારી આપી નથી.

    જેટ એરવેઝની શું છે ઓફર, જોવો આગળની સ્લાઈડમાં...

  • GoAir rolls Out discounts for long holi weekend

    જેટ એરવેઝની પણ હતી ઓફર

     

    - જેટ એરવેઝે પણ હોલિડે સ્પેશિયલ ઓફર રજૂ કરી હતી. તેમાં ઘરેલું ફલાઈટ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.


    - આ ઓફર અંતર્ગત 26 ફેબ્રુઆરી સુધી ટિકિટ બુક કરાવવાની લિમિટ હતી. જોકે આ અંગે એરલાઈને સ્પષ્ટતા કરી છે કે 20 ટકા ડિસ્કાઉન્ટ પ્રીમિયર ક્લાસના બેસ ફેર પર લાગુ પડશે.


    - જયારે ઈકોનોમિ કલાસના બેસ ફેર પર 10 ટકા ડિસ્કાઉન્ટ એપ્લીકેબલ થશે. આ ઓફર અંતર્ગત માત્ર 15 એપ્રિલ 2018 સુધી હવાઈ મુસાફરી કરી શકાશે. આ સિવાય ટ્રાવેલ ટિકિટ મુસાફરીના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા ખરીદવી જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ