યુટિલિટી ડેસ્ક: ઘરમાં બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે સફાઇની જરૂર પડે છે. બાથરૂમમાં સૌથી વધારે પાણીનો વપરાશ થાય છે જેના કારણે ત્યાં ચીકાશ જમા થઇ જાય છે. બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની ડોલ, મગ પણ ખરાબ અને મેલા થઇ જાય છે. જોકે તેને સાફ કરવા માટે બજારમાં ઘણાબધા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ તે સામાન્ય લોકો માટે મોઘી હોય છે અને તેના યુઝથી પણ ડાગ પરફેક્ટ રીતે સાફ થતા નથી. આજે તમને ઘરેલૂ નુસ્ખા વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી ડોલ અને ટપ સહિતની વસ્તુઓને સાફ કરી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે બેકિંગ સોડા અને વિનેગરની જરૂર પડે છે.
આ રીતે તૈયાર કરો પેસ્ટ
-પેસ્ટ બનાવવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગરને મિક્ષ કરો. પેસ્ટ વધુ થીક ન હોવું જોઇએ. બેકિંગ સોડા કોઇપણ વસ્તુઓને ફુલાવવાનું કામ કરે છે એટલા માટે, કેક, ઢોકળા જેવા ખાદ્ય પદાર્થોમાં આનો યુઝ કરવામાં આવે છે.
આ રીતે શરૂ કરો ક્લિનિંગ પ્રોસેસ
-જે પ્લાસ્ટિકની ડોલ અને મગને સાફ કરવાના છે, તેના પર સ્ક્રબરની મદદથી આ પેસ્ટને લગાવો.
-ધીરે-ધીરે ઘસો અને જ્યાં ગંદકી વધારે છે, ત્યાં આ પેસ્ટને વધારે લગાવો.
-2 મિનિટ સુધી ઘસ્યા બાદ ડોલ અને મગને પાણીથી ધોઇ લો.
-હવે તમારી ગંદી થયેલી ડોલ અથવા મગ ચમકવા લાગશે.