Home » National News » Utility » સરકારને આપો બ્લેકમનીની માહિતી, મળશે 5 કરોડ સુધીનું ઇનામ । give information about black money modi govt can gives you nearest 5 cr rupees

સરકારને આપો બ્લેકમનીની માહિતી, મળશે 5 કરોડ સુધીનું ઇનામ

Divyabhaskar.com | Updated - May 24, 2018, 11:57 AM

સરકારને આપો બ્લેકમનીની માહિતી, મળશે 5 કરોડ સુધીનું ઇનામ

  • સરકારને આપો બ્લેકમનીની માહિતી, મળશે 5 કરોડ સુધીનું ઇનામ । give information about black money modi govt can gives you nearest 5 cr rupees
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ બ્લેકમની પર સંકજો કસવા માટે મોદી સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ જ કારણ છે કે સરકારે નોટબંધી સહિત અનેક મોટા નિર્ણયો લીધો તો અનેક સ્કીમ પણ લોન્ચ કરી છે. હવે ફરી એકવાર બ્લેકમની અંગે માહિતી મેળવવા માટે સરકારે ખાસ સ્કીમ લોન્ચ કરી છે. જે હેઠળ જો તમે સરકારને બ્લેકમની અંગે માહિતી આપશો તો તમને 5 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મળી શકે છે. તેમજ જો તમે ઇનામ મેળવવાની લાલચમાં ખોટી માહિતી આપી હશે તો તમને સજા પણ મળી શકે છે.

    ઇનામની રકમ 5 કરોડ રૂપિયા


    તાજેતારમાં સરકારે ‘ઇનકમ ટેક્સ ઇન્ફોર્મેટ્સ રિવોર્ડ સ્કીમ 2018’ શરૂ કરી છે. આ સ્કીમ અનુસાર બ્લેકમની અથવા બેનામી સંપત્તિની સચોટ માહિતી આપનારી વ્યક્તિને ઇનામ આપવામાં આવશે. ઇનામની રકમ અલગ-અલગ સ્લેબમાં હશે. જેમાં વધુમાં વધુ 5 કરોડ રૂપિયાની રકમ છે. જોકે એવું પણ કહેવામાં આવ્યું છે કે એસેટ્સની વેલ્યૂ પ્રમાણે ઇનામ નક્કી કરવામાં આવશે. ઉપરાંત વિદેશોની અઘોષિત એસેટ્સની જાણકારી આપશો તો પણ ઇનામ મળી શકે છે.

    શું છે ઇનામની પ્રોસેસ


    CBDTની એસેટ્સની વેલ્યૂના આધારે વિભિન્ન ઇનામ સ્લેબ સેટ કરવામાં આવ્યા છે. એટલે કે જે એસેટ્સની કિંમત જેટલી હશે તેના આધારે જાણકારી આપનારી વ્યક્તિને ઇનામી રકમ આપવામાં આવશે. CBDTના નોટિફિકેશન અનુસાર ઇનામની રકમને બે સ્ટેજમાં આપવામાં આવશે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે મળશે 1 કરોડ રૂપિયા

  • સરકારને આપો બ્લેકમનીની માહિતી, મળશે 5 કરોડ સુધીનું ઇનામ । give information about black money modi govt can gives you nearest 5 cr rupees

    અહીં મળશે 1 કરોડનું ઇનામ

    એક અન્ય સ્કીમ બેનામી ટ્રાંજેક્શન ઇન્ફોર્મેન્ટ રિવોર્ડ સ્કીમ 2018 હેઠળ એસેટ્સ અથવા બ્લેકમનીની જાણકારી આપનારી વ્યક્તિને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે. જાણકારી આપનારે એસેટ્સને અસ્થાયીરૂપે જપ્ત કર્યાના ચાર મહિનાની અંદર મૂલ્યની એક ટકા(વધુમાં વધુ 10 લાખ રૂપિયા) આપવામાં આવશે. જ્યારે એસેટ્સ અંતિમ રૂપથી જપ્ત કરવામાં આવશે, ત્યારે છ મહિનાની અંદર એસેટ્સની કિંમતના પાંચ ટકા(વધુમા વધુ 90 લાખ રૂપિયા) ચૂકવવામાં આવશે. જોકે જાણકારી આપનાર ઇનામ માટે ત્યારે યોગ્ય ગણાશે, જ્યારે સંપત્તિની કિંમત એક કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે હશે. 
     

    900  એસેટ્સ જપ્ત કરવામાં આવી

    11 જાન્યુઆરી 2018એ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આઇટી ડિપાર્ટમેન્ટે 1 નવેમ્બર 2016થી લાગુ થયેલા બેનામી પ્રોપર્ટી ટ્રાંજેક્શન એક્ટ હેઠળ અસ્થાયી રીતે 900 એસેટ્સને જપ્ત કરી છે. જેમાં જમીન, ફ્લેટ, દુકાન, જવેરાત, ગાડીઓ, બેન્ક્સમાં રાખેલા પૈસા, ફિક્સ ડિપોઝિટ વગેરે સામેલ છે. આ પ્રોપર્ટીઝની કિંમત અંદાજે 3500 કરોડ રૂપિયા હતી. જેમાંથી 2900 કરોડની અચળ સંપત્તિ પણ સામેલ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ