એક આઈડિયા કરાવશે 10 લાખની કમાણી, રેલેવે આપી રહી છે તક

ભારતીય રેલવેએ તેની ઈન્કમ વધારવા માટે લોકો પાસેથી સુચનો માંગ્યા છે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:07 PM
Give an idea to railway and earn rs 10 lakh

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તેની ઈન્કમ વધારવા માટે લોકો પાસેથી સુચનો માંગ્યા છે. જેમનું સુચન પસંદ આવશે, તેમને 1થી 10 લાખ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે. જો તમારી પાસે કોઈ પણ આઈડિયા છે તો તમે પણ આઈડિયા રેલવેને મોકલી શકો છો. તેના બદલામાં તમે સારી એવી રકમ ઈનામ તરીકે જીતી શકો છો. રેલવે એવું ઈચ્છે છે કે તમે તમારી ઈન્કમ વધારીને તમારી સર્વિસિસમાં સુધારો કરો. તેના માટે રેલવેએ એક સ્પર્ધા રાખી છે. જેનો વિષય છે, હાઉ ટુ રેઝ મની ફોર બેટર સર્વિસિસ. આ વિષય પર રેલવેએ લોકો પાસેથી આઈડિયા માંગ્યા છે.

રેલવે દ્વારા આ કોમ્પિટિશન માઈગોવ ડોટ ઈન(mygov.in)ના માધ્યમથી કરવામાં આવી રહી છે. તમે પણ કોમ્પિટિશનમાં હિસ્સો લઈ શકો છો. અમે તમને માહિતી આપી રહ્યાં છે કઈ કોમ્પિટિશમમાં હિસ્સ લેવા માટે તમારે શું કરવાનું રહેશે અને તમારે કયાં પ્રકારના આઈડિયા આપવાના રહેશે.

કેવા પ્રકારના આઈડિયા ઈચ્છે છે રેલવે

રેલવે ઈચ્છે છે કે આઈડિયા આપતી વખતે કેટલીક ચીજોનું ધ્યાન રાખવામાં આવે. જેમ કે
-ઓર્ગેનાઈઝેશન લેવલ પર સુધારો
- ફાઈનાન્શિયલ એન્ડ કોમર્શિયલ ફિજિબિલિટી
- ટ્રાન્સપરન્સી
- કસ્ટમર ફ્રેન્ડલી
- સસ્ટેનેબિલિટી
- આગળ ઈમ્પુવમેન્ટનો સ્કોપ
- નેશનલ ઈકોનોમિક રિકવાયરમેન્ટને અનુકુળ

કઈ રીતે લઈ શકો છો હિસ્સો

તમારે હિંદી કે અંગ્રેજીમાં લખવાનું રહેશે. તમે ટીમ તરીકે પણ હિસ્સો લઈ શકો છો. જોકે ટીમના સભ્યોની સંખ્યા 6થી વધુ ન હોવી જોઈએ. હિસ્સો લેનાર વ્યક્તિની ઉંમર 20 માર્ચ 2018 સુધીમાં 18 વર્ષની હોવી જોઈએ. તમારે ઓનલાઈન એપ્લાઈ કરવાનું રહેશે. જેના માટે આ લિન્ક પર કલીક કરો. https://www.innovate.mygov.in

આગળની સ્લાઈડમાં વાંચો, ચાર કેટેગરીમાં મળશે ઈનામ...

Give an idea to railway and earn rs 10 lakh

કેટલામાં મળશે ઈનામ

 

ઈનામને ચાર કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

 

પ્રથમઃ 10 લાખ રૂપિયા
બીજું: 5 લાખ રૂપિયા
ત્રીજું: 3 લાખ રૂપિયા
ચોથું: 1 લાખ રૂપિયા

 

આગળ વાંચો, કયાં સુધી કરી શકો છો એપ્લાઈ

Give an idea to railway and earn rs 10 lakh

કયાં સુધી કરી શકો છો એપ્લાઈ

 

જો તમે એપ્લાઈ કરવા માંગો છો તો તમે 19 મે 2018ના સાંજના 6 વાગ્યા સુધી ભાગ લઈ શકો છો. આ કોમ્પિટેશન સંબધિત તમામ માહિતી પણ તમે આ લિન્ક પરથી પ્રાપ્ત કરી શકો છો.


https://innovate.mygov.in/jan-bhagidari/

 

X
Give an idea to railway and earn rs 10 lakh
Give an idea to railway and earn rs 10 lakh
Give an idea to railway and earn rs 10 lakh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App