ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે 6500 રૂપિયા સુધીમાં સેમી ઓટોમેટિક વોશિંગ મશીન

get semi-automatic washing machine at Rs 6500 on flipkart

divyabhaskar.com

Sep 03, 2018, 12:18 PM IST

યુટિલિટી ડેસ્ક: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર બજેટ રેંજમાં એક સેમી ઓટોમેટિક વોશિંગ મશીન લોન્ચ થયું છે. MarQના આ વોશિંગ મશીનમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ વોશિંગ મશીનને મિડ સાઇઝ ફેમિલીને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે. આ વોશિંગ મશીનની કિંમત 6,999 રૂપિયાની આસપાસ છે. વોશિંગ મશીન 6.5 કિલોગ્રામ અને 7.5 કિલોગ્રામના વેરિએંટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આવો જાણીએ તેના ફીચર્સ વિશે...

આ બંન્ને વેરિએન્ટના ફ્રંટમાં ફુલી ઓટૉમેટિક કંટ્રોલ આપવામાં આવ્યા છે. આ બંન્ને વોશિંગ મશીનનો લુક અને ડિઝાઇન સામાન્ય સેમી-ઓટોમેટિક વોશિંગ મશીનની જેમ જ છે. વોશિંગ મશીનમાં 9 આરપીએમ (રિપ્પલ્સ પર મિનિટ) ક્લોથ રોટેશનની મોટર લાગેલી છે. સાથે જ આમા પ્રી-સોક એશ ફીચર અને ફાસ્ટ ડ્રાઇન્ગ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ વોશિંગ મશીનના અન્ય ફીચર્સમાં એક બઝર આપવામાં આવ્યું છે, જે વોશિંગ પ્રક્રિયા પુરી થયા બાદ વાગવા લાગે છે અને તમને અલર્ટ કરશે.

સેમસંગના ડબલ સ્ટ્રોમ વોશિંગ મશીનથી થશે ટક્કર

MarQના આ સેમી ઓટોમેટિક વોશિંગ મશીનની ટક્કર સેમસંગના ડબલ સ્ટ્રોમ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન સાથે થશે. આ વોશિંગ મશીનની કિંમત 10,150 રૂપિયા છે. આ ડબલ સ્ટ્રોમ વોશિંગ મશીનમાં પલસેટર ટેકનીકનો યુઝ કરવામાં આવ્યો છે. જેમી મદદથી કપડાની ગંદકીને સરળતાથી સાફ કરી શકાય છે. તે સિવાય આ વોશિંગ મશીનમાં બોડી રસ્ટ-પ્રૂફ છે. વોશિંગ મશીનમાં એર-ટર્બો અને લિંટ ફિલ્ટર ટેકનીક છે.

X
get semi-automatic washing machine at Rs 6500 on flipkart
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી