Home » National News » Utility » Get rs 45,000 pension, invest in this government schemes

45,000 મળશે પેન્શન, સરકારની આ સ્કીમમાં દર મહિને કરો રોકાણ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:07 PM

સરકારની આ સ્કીમમાં રોકાણ કરીને તમે સરળતાથી પેન્શન મેળવી શકો છો

  • Get rs 45,000 pension, invest in this government schemes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ તમે પ્રાઈવેટ નોકરી કરો કે પોતાનો બિઝનેસ. તમે પણ દર મહિને એક નિશ્ચિત પેન્શન સુનિશ્ચિત કરી શકો છો. જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમને 60 વર્ષની ઉંમરમાં દર મહિને 45,000 રૂપિયાનું પેન્શન જોઈએ છીએ તો સરકારી સ્કીમ એનપીએસ એટલે એટલે કે ન્યુ પેન્શન સિસ્ટમમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે 30 વર્ષ સુધી આમ કરો છો તો તમને દર મહિને 45 લાખ રૂપિયા પેન્શન સિવાય એક સાથે 46 લાખ રૂપિયા પણ મળશે.

    45000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે

    તમે તેને એક ઉદાહરણ દ્વારા સમજી શકો છો. જો તમે 30 વર્ષના છો અને દર મહિને 5000 રૂપિયા એનપીએસમાં જમા કરો છો તો, તમને કેટલું પેન્શન મળશે અને મેચ્યુરીટી પર તમને કેટલા પૈસા મળશે.

    ઉંમર 30 વર્ષ
    રોકાણની કુલ સંપતિ 30 વર્ષ
    મંથલી કન્ટ્રીબ્યુશન 5000 રૂપિયા
    રોકાણ પર અનુમાનિત રિટર્ન 10 ટકા
    કુલ પેન્શન ફન્ડ 1,13,96,627 રૂપિયા
    એન્યુટી પ્લાન ખરીદવા માટે રકમ 68,37,777 રૂપિયા
    અનુમાનિત એન્યુટી રેટ 8 ટકા
    મંથલી પેન્શન 45,557 રૂપિયા

    મેચ્યુરિટી પર નિકાળી શકો છો
    45,58,650 રૂપિયા

    નોંધઃ રોકાણ પર રિટર્ન અનુમાનિત છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, મેચ્યોરીટી પર મળશે 45 લાખ રૂપિયા...

  • Get rs 45,000 pension, invest in this government schemes

    મેચ્યોરીટી પર મળશે 45 લાખ રૂપિયા

     

    એનપીએસ અંતર્ગત તમને 60 વર્ષની ઉંમર થવા પર એટલે કે મેચ્યોરીટી પર તમને 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તમને દર મહિને 45,557 રૂપિયા પેન્શન મળશે.

     

    વધુ પેન્શન માટે વધારો મંથલી કન્ટ્રીબ્યુશન

     

    જો તમને લાગે છે કે આજથી 30 વર્ષ બાદ તમે રિટાયર થશો તે સમયે તમને મંથલી ખર્ચ માટે વધુ પૈસાની જરૂર પડશે તો તમે તમારી જરૂરીયાત પ્રમાણે મંથલી કન્ટ્રીબ્યુશન વધારી શકો છો. આ રીતે તમારું મંથલી પેન્શન અને મેચ્યોરીટી પર મળનાર અમાઉન્ટ વધી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ