રોજના 15 રૂપિયાના ખર્ચમાં મળશે 4 લાખનો હેલ્થ ઈન્શ્યોરન્સ

જો તમે અચાનક સારવારના ખર્ચમાંથી છુટકારો ઈચ્છો છો તો એસબીઆઈની આ સ્કીમ તમારા માટે છે

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 06:05 PM
Get rs 4 lakh insurance cover in rs 15 daily expense

નવી દિલ્હીઃ જો તમે અચાનક સારવારના ખર્ચમાંથી છુટકારો ઈચ્છો છો તો એસબીઆઈની આ સ્કીમ તમારા માટે છે. એસબીઆઈ જનરલની સ્વાસ્થ્ય વીમા પોલિસી તમારા ઈલાજનો ખર્ચ ઓછો કરવાની સાથે-સાથે પરિવારને સારું સ્વાસ્થ્ય અને ખુશી ભર્યુ જીવન આપે છે. આ સ્કીમ અંતર્ગત તમારે રોજ માત્ર 15 રૂપિયા ખર્ચ કરવાના રહેશે અને આ નાના ખર્ચથી તમે પોતાની બિમારી અને હોસ્પિટલના ખર્ચ માટે જરૂરિયાત પડવા પર 4 લાખ રૂપિયાનો કલેમ લઈ શકો છે.

કેટલો કરવાનો રહેશે ખર્ચ

આ પોલિસી અંતર્ગત તમે 50000 રૂપિયાથી લઈને 500000 રૂપિયા સુધીની પોલિસી લઈ શકો છો. અમે 4 લાખ રૂપિયાના સ્વસ્થ્ય વિમાને કેલકયુલેટ કર્યો તો તેના માટે તમારે માત્ર 15 રૂપિયા રોજના ખર્ચ કરવા પડશે. આ માટે આ સ્કીમ અંતર્ગત 45 વર્ષ સુધીના વ્યક્તિ જેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી, તેણે મેડિકલ કરાવવાની પણ જરૂરિયાત નથી.

મોટા શહેરોમાં નહી રહેતા હોવ તો હજુ પણ ઓછું રહેશે પ્રીમયમ

એસબીઆઈ જનરલની આ સ્વસ્થ્ય વીમા પોલિસી અંતર્ગત ફલેક્સિબલ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જો તમે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં રહો છો તો તમારે થોડું વધુ પ્રીમયમ આપવાનું રહેશે. જયારે નાના શહેરોમાં રહેનારે માટે પ્રીમયમ સસ્તું હશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે આ પ્લાન લેવાનો ફાયદો...

Get rs 4 lakh insurance cover in rs 15 daily expense

બીજા શું છે ફાયદો

 

આ પોલિસીનો ફાયદો માત્ર હોસ્પિટલમાં ભરતી થવા પર નહિ મળે. આ અંતર્ગત હોસ્પિટલમાં ભરતી થવાના 30 દિવસ પહેલા અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાવ પછીના 60 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ તમને મળે છે. 

 

પોલિસીને રિન્યુ કરાવવા પર મળશે ફાયદો

 

આ પોલિસી લેવાનો ફાયદો એ પણ છે કે તમારે દર વર્ષે પોલિસી લેવાની જરૂરિયાત નહિ પડે. તમે દર વર્ષે આ પોલિસીને રિન્યુ કરાવી શકો છો. તેનો પણ તમને ફાયદો મળશે. કારણ કે જો તમે આ પોલિસીને સતત 4 વર્ષ સુધી બનાવી રાખો છો અને તમે કોઈ કલેમ નથી લીધો તો કંપની તમને 2500 રૂપિયા સુધીનો મેડિકલ ચેકઅપ ફ્રીમાં પ્રોવાઈડ કરશે.

 

ટેકસમાં પણ રિબેટ

 

એસબીઆઈની આ પોલિસીને ઈન્કમ ટેકસ ભરવા દરમિયાન 100 ટકા ટેકસ છૂટ મળે છે. એવામાં તમે જેટલું પણ પ્રીમયમ આપશો તેના પર આયકર અધિનિયમના ખંડ 80 D અંતર્ગત તમારી ઈન્કમને ઈન્કમ ટેકસ મુકત રાખવામાં આવશે.

X
Get rs 4 lakh insurance cover in rs 15 daily expense
Get rs 4 lakh insurance cover in rs 15 daily expense
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App