Home » National News » Utility » Get money making tips from these reach man of world

લાઇફમાં આગળ વધવા મદદ કરશે ગેટ્સ અને ઝુકરબર્ગની ટિપ્સ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 02:48 PM

વિશ્વના સૌથી ધનિક માણસ બિલ ગેટસ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની આ સિમ્પલ ટિપ્સ તમને પૈસા કમાવવામાં મદદ કરી શકે

  • Get money making tips from these reach man of world
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફેસબુકની એક ઇવેન્ટમાં બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ

    નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક માણસ બિલ ગેટસ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની આ સિમ્પલ ટિપ્સ તમને પૈસા કમાવવામાં મદદ કરી શકે છે. અમે તમને બિલ ગેટસ અને ફેસબુકના ફાઉન્ડરના એવા રૂલ્સ વિશે જણાવી રહ્યાં છે, જે લાઈફમાં આગળ વધવા, નોકરી અને બિઝનેસ કરવામાં મદદ કરશે.


    લોકોના ટેલેન્ટને જોડવું છે જરૂરી

    બિઝનેસ ઈનસાઈડરના જણાવ્યા પ્રમાણે, એક ફેસબુક લાઈવ પ્રોગ્રામમાં બિલ ગેટ્સે કહ્યું કે, સમજદાર થવાની કોઈ એક યોગ્ય રીત નથી. અલગ-અલગ પ્રકારના ટેલેન્ટના લોકોને એક જગ્યાએ રાખવા તે તમને સફળ બનાવી શકે છે. ગેટ્સે આ અંગે કહ્યું કે, જેનો આઈકયુ લેવલ હાઇ છે, તે જ તમામ કામ કરી શકે એવું નથી. તમારું આઈકયુ લેવલ તમને ઈન્ટેલિજન્ટ બનાવતું નથી પરંતુ અલગ-અલગ પ્રકારની સ્કિલ્સ તમને ઈન્ટેલિજન્ટ બનાવે છે. ગેટ્સે કહ્યું કે, હંમેશા એમ કહેવામાં આવે છે કે સ્માર્ટ અને સિમ્પલ આઈડિયાથી તમામ વસ્તુઓ સોલ્વ કરી શકાય છે પરંતુ તે તેને કયારે પણ સમજી ન શકયા.

    પોતાની જાત પર ભરોસો કરો

    ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, તમે પોતાના પર ભરોસો કરો કારણ કે તમે જે વિચારો છો તેના કરતા ખૂબ વધારે કરી શકો છો. એવો પણ ભરોસો રાખો કે તમે કંઈ પણ શીખી શકો છો. યંગ એજમાં એમ સાંભળવામાં આવતું હોય છે કે, તમને કોઈ પણ કામનો અનુભવ નથી. બાકીના લોકો તમારા કરતા વધુ અનુભવી છે. ઝુકરબર્ગે કહ્યું કે જયારે મેં ફેસબુક શરૂ કર્યું ત્યારે હું માત્ર 19 વર્ષનો હતા.

    આગળ વાંચો બિલ ગેટ્સ અને ઝુકરબર્ગની યૂથને સલાહ

  • Get money making tips from these reach man of world
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે બિલ

    કામ અને ઘરની વચ્ચે બનાવો બેલેન્સ

     

    ધ બિલ અને મેલિંડા ગેટસ ફાઉન્ડેશનના કો-ચેરમેન મેલિંડા ગેટસે કહ્યું કે, મહિલાઓ માટે ફેમિલી, વર્ક અને કેરિયરની વચ્ચે બેલેન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. પરતું લાઈફમાં પોતાની પ્રાયોરિટી સેટ કરો. પોતાની  રિલેશનશિપ પર પણ ધ્યાન આપો. તેમણે કહ્યું કે તે ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ઘણાં કામ કરે છે પરંતુ દિવસના અંતમાં ફેમિલી અને બાળકો તેમની પ્રાયોરિટી હોય છે.

     

    શું બની શકો છો, તેનો શો-ઓફ ન કરો

     

    તમે ભવિષ્યમાં શું બની શકો છો તેના માટે શો-ઓફ કરવાની જરૂરિયાત નથી. તમે ટ્રેપમાં ન ફસાવ અને પોતાના સપનાને ત્યાં સુધી સુરક્ષિત રાખો જયાં સુધી તે સાકાર ન થાય. જયારે તમે પોતાના લક્ષ્યને મેળવી લો તો પરત આપવાનું (Pay back) ન ભૂલશો. જેથી દુનિયા તમારા વખાણ કરે.

     

    આગળ વાંચો, શું આપી યુથને સલાહ

  • Get money making tips from these reach man of world
    માર્ક ઝુકરબર્ગ

    કોલેજમાંથી બહાર નીકળીને સીધા જ વીપી ન બની શકાય

     

    તમે સ્કૂલમાંથી બહાર નીકળ્યા બાદ 60,000 ડોલર મહીને કમાઈ શકતા નથી. તમે સીધા વાઈસ પ્રેસિડેન્ટ પણ બની શકતા નથી. ધીરે-ધીરે આગળ વધો પરંતુ મોટા બનો. તમે એક જ દિવસમાં ઊંચાઈ પર ન પહોંચી શકો. તમે જે વિચારો છો તે કરી શકો છો પરતું તેના માટે તમારે કામ કરવું પડશે. તમારી સફળતાને ડાઇજેસ્ટ કરવાનું શીખો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending