30 રૂપિયામાં બનાવડાવો આ કાર્ડ, ફ્રીમાં થઇ જશે 5 લાખ સુધીની સારવાર

આવતા અઠવાડિયાથી કોમન સર્વિસ સેન્ટરમાં બનાવવામાં આવશે કાર્ડ

divyabhaskar.com | Updated - Sep 29, 2018, 12:04 PM
get golden card of ayushmaan bharat in 30 for free treatment upto 5 lakhs

યુટિલિટી ડેસ્કઃ માત્ર 30 રૂપિયામાં કાર્ડ બનાવીને તમે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડ કોઇ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જે આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડાયેલુ છે. આ સ્કીમમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ લેવું ફરજિયાત છે. કાર્ડ લીધા બાદ જ તેની સારવાર થઇ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 23 સપ્ટેમ્બરના રોજ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી. આ સ્કીમમાં 10 કરોડ પરિવારોના લગભગ 50 કરોડ લોકો સામેલ છે. તેમણે 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.

ક્યાં બનશે ગોલ્ડન કાર્ડ
ગોલ્ડન કાર્ડ બે સ્થળો હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર(સીએસએસી) પર બનશે. સીએસસી ગામડાંઓમાં સરળતાથી મળી જાય છે. સીએસસીના સીઇઓ ડીસી ત્યાગીએ જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર પર ગોલ્ડન કાર્ડ બનાવવાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. આવતા અઠવાડિયાથી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કાર્ડ બનાવવા માટે 30 રૂપિયા આપવાના રહેશે. કાર્ડને લેમિનેટ કરવામાં આવશે. સ્કીમમાં સામેલ વ્યક્તિ સીએસસીમાં આવીને આયુષ્માન ભારતની યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.

નામ હશે તેનું કાર્ડ બનાવવામાં આવશે. ત્યાગીએ જણાવ્યું કે જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ છે તો દરેકનું અલગ-અલગ કાર્ડ બનશે. સીએસસી ઉપરાંત કાર્ડ હોસ્પિટલમાં પણ બનશે. હોસ્પિટલમાં કાર્ડ મફતમાં બનાવવામાં આવશે. આમ પણ ગામડાંમાથી હોસ્પિટલ જવા માટે 50થી 100 રૂપિયા ખર્ચ થઇ જાય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ હજારીબાગ જિલ્લા હોસ્પિટલમાં દેશનું પહેલું ગોલ્ડન કાર્ડ બન્યું. રેણુ દેવી નામની મહિલાના નામથી પહેલું ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોકલી રહ્યાં છે પત્ર
આયુષ્માન હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમના દરેક લાભાર્થીને વડાપ્રધાન મોદી જાતે પત્ર મોકલી રહ્યા છે. આ પત્રના માધ્યમથી જ ઈન્સ્યોરન્સની આગળની પ્રક્રિયા શરૂ થશે. આ પત્રની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડથી હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલમાં તમારી ઓળખ સરળતાથી જઇ જશે. તમામ લાભાર્થીઓના QR કોડ અલગ-અલગ છે. તેથી QR કોડથી હોસ્પિટલમાં તમારી ઓળખ સુનિશ્ચિત થયા બાદ લાભાર્થીના પરિવારને ગોલ્ડન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ ગોલ્ડન કાર્ડ જ તમને હંમેશા કામ આવશે.

1300થી વધારે બીમારીઓની સારવાર
આયુષ્માન સ્કીમ હેઠળ કેન્સર, હૃદયની બીમારી, કિડની, લિવર, ડાયાબિટીઝ સહિતની 1300 જેટલી બીમારીઓની સારવાર આયુષ્માન ભારત હેઠળ કવર થશે. સાથે જ આ સારવાર સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં પણ કરાવી શકાશે. જેમાં તપાસ, દવાઓ, સારવાર, હોસ્પિટલાઇઝેશન અને ત્યારપછીના ખર્ચને પણ કવર કરવામાં આવશે. ઉપરાંત હાલની બીમારીને પણ કવર કરવામાં આવશે.

X
get golden card of ayushmaan bharat in 30 for free treatment upto 5 lakhs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App