• Home
  • National News
  • Utility
  • ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે? । GATE or GRE which exam best for engineering

ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે?

બંને સમાન રીતે કોમ્પિટિટિવ છે અને તમારી સામે પસંદગીના અનેક અવસર આપે છે

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 03:24 PM
ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે? । GATE or GRE which exam best for engineering

યુટિલિટી ડેસ્કઃ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનના અંતિમ તબક્કામાં સ્ટુડન્ટ્સ માટે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ એટલે કે ગેટ અને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન એટલે કે જીઆરઇમાંથી કોઈ એકને પસંદ કરવી એ કોઈ પડકારથી કમ નથી. પીજી કોર્સીસમાં એન્ટ્રી માટે બંને પ્રતિષ્ઠિત પરીક્ષાઓ છે. બંને સમાન રીતે કોમ્પિટિટિવ છે અને તમારી સામે પસંદગીના અનેક અવસર આપે છે.

કેવી રીતે અલગ છે બંને એક્ઝામ?


- જો દેશમાં જ હાયર ટેક્નિકલ ડિગ્રી લેવા ઇચ્છતા હોવ તો ગેટ માટે અરજી કરો. જીઆરઇ એ સ્ટુડન્ટ્સ આપે છે જે વિદેશ જઈને ભણવા માગે છે.
- દેશના એનઆઇટી, આઇઆઇટી સહિત બધી જ કોલેજ ગેટનો સ્વીકાર કરે છે જ્યારે વિદેશી યુનિવર્સિટીઝ જીઆરઇ સ્કોરને આધારે પ્રવેશ આપે છે.
- ભારતીય યુનિ.ની સાથે-સાથે સિંગાપુર અને જર્મનીમાં એમટેકમાં એડમિશનની ટિકિટ ગેટ છે. જીઆરઇમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સને પણ મહત્ત્વ આપવામાં આવે છે.

આવી હોવી જોઈએ તૈયારી


તમે ઇચ્છો તેટલીવાર ગેટ પરીક્ષા આપી શકો છો. જ્યારે જીઆરઇની જનરલ ટેસ્ટ દર 21મા દિવસે યોજાય છે, જેમાં તમે એક વર્ષની સમયમર્યાદામાં પાંચ એટેમ્પ્ટ આપી શકો છો. જ્યારે ગેટ એક ટેક્નિકલ એક્ઝામ છે, જીઆરઇ તમારા એપ્ટિટ્યૂડ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ લેંગ્વેજની પરખ કરે છે. અહીં એડમિશન સંપૂર્ણ રીતે તમારી પ્રોફાઇલના આધારે થાય છે જેમાં તમારા એકેડેમિક્સ, વર્ક એક્સપિરિયન્સ, એક્સ્ટ્રાકરિક્યુલર એક્ટિવિટીઝ અને સોશિયલ સ્કિલ્સને આધાર બનાવવામાં આવે છે. ગેટ તેનાથી એકદમ વિપરીત છે જ્યાં માત્ર ટેક્નિકલ નોલેજને પારખવામાં આવે છે.


બંને પરીક્ષાઓની તૈયારી માટે પૂરતું પ્લાનિંગ જરૂરી છે, પરંતુ એક તથ્ય એ પણ છે કે ગેટ માટે જીઆરઇથી વધારે મહેનત કરવી પડશે. તેથી ગેટ માટે તમારે ઓછામાં ઓછા છ મહિના પહેલાં તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

એક્ઝામ વિશે અને તેની પેટર્ન જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે? । GATE or GRE which exam best for engineering

જાણો ગેટ શું છે

આ ઓલ ઇન્ડિયા એક્ઝામ છે જે આઇઆઇટી, એનઆઇટી અને અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, આર્કિટેક્ચર અને સાયન્સ પ્રોગ્રામ્સમાં પીજી એડમિશન માટે લેવામાં આવે છે. પીએસયુમાં નિયુક્તિ માટે ઇચ્છુક સ્ટુડન્ટ્સ માટે આ એક ટેક્નિકલ એક્ઝામ છે.
 

એલિજિબિલિટી

બીએસસી પછી એન્જી. કે ટેક્નોલોજીમાં 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પીજીમાં સેકન્ડ યર અથવા તેની ઉપર, ટેક્નોલોજીમાં 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ પીજીનું ત્રીજું વર્ષ અથવા આગળના વર્ષના સ્ટુડન્ટ્સ આ પરીક્ષા આપી શકે છે.
 

એક્ઝામ પેટર્ન

પેપરની 23 વિવિધ પેટર્ન હોય છે. જનરલ એપ્ટિટ્યૂડનું સેક્શન બધાં પેપર્સમાં હોય છે જ્યારે અન્ય સેક્શન દરેક પેપર માટે અલગ હોય છે. પેપર સોલ્વ કરવા ત્રણ કલાક મળે છે.
 

જાણો જીઆરઇ શું છે

આ એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટેસ્ટ છે, જે અમેરિકાની ગ્રેજ્યુએટ સ્કૂલ્સમાં એડમિશન માટે જરૂરી હોય છે. આ સિવાય અંગ્રેજી બોલનારા દેશો, ઇંગ્લિશમાં ભણાવવામાં આવતા ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને બિઝનેસ પ્રોગ્રામ્સમાં પણ આ સ્કોરને આધારે એડમિશન આપવામાં આવે છે.
 

એલિજિબિલિટી

જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા ઇચ્છતા હોવ ત્યાંના માપદંડોને પૂરા કરવા જરૂરી છે. કોઈ પણ ઉંમર અને યોગ્યતાની સાથે આ એક્ઝામ માટે રજિસ્ટર કરી શકાય છે. 
 

એક્ઝામ પેટર્ન

આ ટેસ્ટમાં 4 સેક્શન હોય છે- એનાલિટિકલ, રાઇટિંગ સ્કિલ્સ, વર્બલ રિઝનિંગ, ક્રિટિકલ થિંકિંગ અને ક્વોન્ટિટેટિવ રિઝનિંગ. એનાલિટિકલ રાઇટિંગ સ્કિલ્સનું સેક્શન રિટન ફોર્મેટમાં હોય છે.

X
ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે? । GATE or GRE which exam best for engineering
ગેટ કે જીઆરઇ, એન્જિનિયરિંગમાં હાયર સ્ટડી માટે કઈ પરીક્ષા યોગ્ય છે? । GATE or GRE which exam best for engineering
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App