ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» દિલ્હીનું હોલસેલ ક્લોથ માર્કેટ|Gandhinagar cloth market to the biggest textile market in Asia

    દિલ્હીનું હોલસેલ ક્લોથ માર્કેટ, અહીં મળે છે 30 રૂ.માં ટી-શર્ટ અને 46 રૂ.માં શર્ટ

    divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 07:41 PM IST

    આ માર્કેટમાં તમને જીન્સ 140 રૂપિયામાં મળી જાય છે, જો કે તમારે 3થી4 નંગ લેવા પડે છે.
    • દિલ્હીનું  હોલસેલ ક્લોથ માર્કેટ, અહીં મળે છે 30 રૂ.માં ટી-શર્ટ અને 46 રૂ.માં શર્ટ
      દિલ્હીનું હોલસેલ ક્લોથ માર્કેટ, અહીં મળે છે 30 રૂ.માં ટી-શર્ટ અને 46 રૂ.માં શર્ટ

      યુટિલિટી ડેસ્ક: દિલ્હીના ગાંધીનગરમાં ક્લોથ હોલસેલ માર્કેટ આવેલું છે જ્યાં ત્રણ શર્ટ, જીન્સ માત્ર 140 રૂપિયામાં મળે છે, પણ અહીં જીન્સ, ટી-શર્ટ અથવા શર્ટને ત્રણથી 12 નંગમાં જ ખરીદી શકાય છે. સિંગલ નંગ ખરીદી શકાતું નથી. ક્લોથ માર્કેટના પ્રેસિડેંટ કંવલ બાલી જણાવ્યું હતું કે, આ માર્કેટમાં મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવવામાં આવે છે. આ માર્કેટમાં કપડાં તૈયાર પણ થાય છે અને અન્ય જગ્યાઓ પરથી મંગાવવામાં પણ આવે છે.અહીયા ટી-શર્ટ તિરપુરથી આવે છે તથા લેડીઝ ટોપ અને સૂટ્સને લખનઉથી મંગાવવામાં આવે છે.

      ત્રણ શર્ટ ખરીદી શકો છો 140 રૂપિયામાં

      આ હોલસેલ માર્કેટમાં ત્રણ શર્ટની કિંમત 140 રૂપિયા હોય છે. એટલે માત્ર એક શર્ટની કિંમત 46 રૂપિયાની આસપાસ પડશે. આ શર્ટ 15 વર્ષના બાળકો માટે હોય છે. તે સિવાય અહીં નાના બાળકો માટેના ત્રણ શર્ટ માત્ર 120 રૂપિયામાં મળી રહે છે. સાથે જ યંગસ્ટર્સ માટે સ્મોલ XL, XXL સાઇઝની ટી-શર્ટ પણ મળે છે. જેની શરૂઆતી કિંમત 30 રૂપિયાની હોય છે.

      જીન્સ મળે છે 140 રૂપિયામાં

      આ માર્કેટમાં તમને જીન્સ 140 રૂપિયામાં મળી જાય છે, જો કે તમારે 3થી4 નંગ લેવા પડશે. અહીં સૌથી મોંઘા જીન્સની કિંમત 350 રૂપિયા હોય છે. 22થી40ની સાઇઝ સુધીના જીન્સ મળી રહે છે. એક સેટમાં એક જ કલરના જીન્સ લઇ શકો છો.

      ખુબજ થાય છે ભાવતાલ

      આ માર્કેટમાં ઓછા ભાવ હોવા છતા પણ ખુબજ બાર્ગિન થાય છે, જો અહીં આવીને ક્લોથની ખરીદીમાં ભાવતાલ કરશો તો શક્ય છે કે તેમને ભાવમાં થોડો ફાયદો થાય. છોકરીઓ માટે ટોપ,સૂટ,સાળી અને છોકરાઓ માટે શોર્ટ્સ પણ ઓછા ભાવમાં મળી જાય છે. અહીંયા કોઇપણ પ્રકારના સેકંડ હેન્ડ કપડાં મળતા નથી. દરેક આઇટમ્સ ફ્રેશ હોય છે.

      ક્યા આવેલું છે માર્કેટ

      દિલ્હીના ગાંધીનગર સ્થિત સીલમપુર મેટ્રો સ્ટેશન નજીક વેસ્ટ કાંતિનગરમાં આવેલું છે આ માર્કેટ, આ માર્કેટ સોમવારના રોજ બંધ રહે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દિલ્હીનું હોલસેલ ક્લોથ માર્કેટ|Gandhinagar cloth market to the biggest textile market in Asia
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `