માત્ર 5 લાખના રોકાણથી બનાવી શકો છો 44 લાખ રૂપિયાનું ફંડ, જાણો પ્રોસેસ

મોટી એમાઉન્ટ નથી તો રોકાણ માટે બેટર ઓપ્શન છે એસઆઇપી

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 06:53 PM
fund of Rs 44 lakh can be built by investing only 5 lakhs

યુટિલિટી ડેસ્ક: જો તમારી પાસે પૈસા છે અને તમે તેને એકસાથે રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે અનેક એવા ઓપ્શન છે. BankBazar.comના સીઇઓ આદિલ શેટ્ટી અનુસાર તમે 5 લાખ રૂપિયા એકસાથે રોકાણ કરી 44 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તેના માટે તમારે 5 લાખ રૂપિયાનું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું રહેશે. જો તમારા રોકાણને 20 વર્ષ થઇ જાય છે અને તમારા રોકાણ પર વાર્ષિક 11.5 ટકા રિટર્ન મળે છે તો તમારા એકાઉન્ટમાં 44 લાખ રૂપિયા જમા થઇ શકે છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ આપ્યું બેસ્ટ રિટર્ન
જો તમે એકસાથે મોટી એમાઉન્ટ રોકાણ કરી શકો છો તો તમારા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક બેસ્ટ ઓપ્શન છે. ક્રિસિલ એએમએફઆઇ ઇક્વિટી ફંડ પરફોર્મસ ઇન્ડેક્સએ જૂન 2017 સુધી 10 વર્ષના પીરિયડમાં વાર્ષિક 11.56 ટકા રિટર્ન આપ્યું છે. લોન્ગ ડર્મ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક સાબિત થયું છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું ઓપ્શન

પરંપરાગત રોકાણકાર જે વધારે રિસ્ક લેવા નથી માંગતા તેમના માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક બેટર ઓપ્શન છે. લાંબા સમયમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ બેન્ક ડિપોજિટની સરખામણીમાં સારુ રિટર્ન આપે છે. માર્કેટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઘણી વેરાયટીઝમાં ઉપલબ્ધ છે. જેમા લિક્વિડ ફંડથી લઇને લોન ડર્મ ડેડ ફંડ સામેલ છે. ક્રિસિલ એએમએફઆઇ ડેડ ફં પર્ફોર્મસ ઇન્ડેક્સ, 2017 અનુસાર ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ છેલ્લા 10 વર્ષમાં 8.59 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

મોટી એમાઉન્ટ નથી તો રોકાણ માટે એસઆઇપી છે બેટર ઓપ્શન
જો તમારી પાસે એકસાથે રોકાણ કરવા માટે મોટી રકમ નથી તો પણ તમે લાંબા સમયમાં મોટું ફંડ બનાવી શકો છો. તેના માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન એટલે એસઆઇપી એક બેસ્ટ ઓપ્શન છે. તમે ન્યૂનતમ 500 રૂપિયાથી એસઆઇપી એકાઉન્ટ ઓપન કરાવી શકો છો અને દર મહિને 500 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં રોકાણ કરી શકે છે.

સ્ટેપ અપ એસઆઇપીમાં ઝડપથી વધે છે તમારા પૈસા
જો તમે 20 અથવા 25 વર્ષના સમયગાળા સુધીમાં મોટું ફંડ બનાવવા માંગો છો તો સ્ટેપ અપ એસઆઇપી તમારી મદદ કરી શકે છે. સ્ટેપ અપ એસઆઇપીમાં તમે વાર્ષિક તમારું રોકાણ 10 અથવા 20 ટકા સુધી વધારી શકો છો. સામાન્ય રીતે લોકોની ઇનકમ દર વર્ષે વધે છે એવામાં દર વર્ષે એસઆઇપીમાં રોકાણ વધાવું સરળ બને છે. લાંબા સમય સુધી રોકાણ કરવાથી તમારું ફંડ પણ ઝડપથી વધાવા લાગે છે.

X
fund of Rs 44 lakh can be built by investing only 5 lakhs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App