મેથી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર મળશે 1.5% વધુ વ્યાજ, કરવાનું રહેશે આ કામ

પોસ્ટ ઓફિસમાંથી સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને ડિજિટલ બેન્કિંગ સર્વિસ તેમની મરજી અનુસાર જ મળશે

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 05:38 PM
From May you will get 1.5% interest on post office saving account

નવી દિલ્હીઃ જો તમારું પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમે મેથી તેની પર દોઢ ટકા વ્યાજ મેળવી શકો છો. તમામ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજનો દર 4 ટકા છે. વધુને વધુ વ્યાજ લાભ તમને એપ્રિલથી શરૂ થનારી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (IPPB) અંતર્ગત મળશે. તેના માટે તમારે તમારા પોસ્ટ ઓફિસ એકાઉન્ટને પેમેન્ટસ બેન્ક એકાઉન્ટ સાથે લીન્ક કરવાનું રહેશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સાથે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનું લિન્કિંગ મેથી શરૂ થશે. પેમેન્ટસ બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ 5.5 ટકા રહેશે. જયારે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર આ દર 4 ટકા છે. લિન્કિંગના કારણે જે પણ સેવિંગ્સ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસમાંથી પેમેન્ટસ બેન્કમાં ટ્રાન્સફર થશે તેની પર દોઢ ટકાથી વધુ વ્યાજ મળશે.

કસ્ટમરની મરજી વગર પેમેન્ટસ બેન્ક સાથે લિન્ક નહિ થાય એકાઉન્ટ

સૂત્રોનું કહેવું છે કે પોસ્ટ ઓફિસમાંથી સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને ડિજિટલ બેન્કિંગ સર્વિસ તેમની મરજી અનુસાર જ મળશે. એટલે કે સર્વિસ સંપૂર્ણ રીતે વૈકલ્પિક હશે. એટલે કે એકાઉન્ટહોલ્ડર આ સર્વિસ લેવા માંગે છે તો તેના એકાઉન્ટને IPPB એકાઉન્ટ સાથે લિન્ક કરવામાં આવશે.

આગળની સ્લાઈડમાં વાંચો, કેટલા કસ્ટમરને થશે ફાયદો...

From May you will get 1.5% interest on post office saving account

34 કરોડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને થશે ફાયદો

લિન્કિંગની સુવિધા શરૂ થવાથી પોસ્ટ ઓફિસના 34 કરોડ સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો થશે. એકાઉન્ટસ લિન્કિંગના કારણે પોસ્ટ ઓફિસ કસ્ટમર્સ પણ ડિજિટલ બેન્કિંગનો લાભ લઈ શકશે અને પોતાના એકાઉન્ટથી બીજા કોઈ પણ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં સક્ષમ થઈ જશે.

આગળ વાંચો, આ રીતે કરશે કામ

From May you will get 1.5% interest on post office saving account

આ રીતે બનશે સૌથી મોટું બેન્કિંગ નેટવર્ક

સરકારનું કહેવું છે કે IPPB અંતર્ગત ભારતમાંની લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ બ્રાન્ચ ગ્રાહકો માટે લાસ્ટ માઈલ એક્સેસ પોઈન્ટની જેમ કામ કરશે અને 650 પેમેન્ટ બેન્ક બ્રાન્ચ કન્ટ્રોલિંગ ઓફિસ તરીકે કામ કરશે. તેનો અર્થ એ થાય છે કે 650 પેમેન્ટસ બેન્ક સિવાય પણ તમામ પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેન્કની સુવિધા લેવાનો વિકલ્પ રહેશે. આ સિવાય ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કની એક નક્કી સમયની અંદર 5000  એટીએમ પણ શરૂ કરવાની યોજના છે.

આગળ વાંચો, વધુ વ્યાજ સિવાય આ સુવિધાઓ પણ છે

From May you will get 1.5% interest on post office saving account

વધુ વ્યાજ સિવાય બીજી કઈ છે સુવિધાઓ

IPPBમાં ગ્રાહકોને દોઢ ટકા વ્યાજ સિવાય બીજી પણ કેટલીક સુવિધાઓ પણ મળશે. તેમાં ડિજિટલ પેમેન્ટ, NEFT, NEFT, IMPS, AEPS, UPI અને *99# આ અંતર્ગત ડોમેસ્ટિક રેમિટન્સના વિવિધ મોડસ દ્વારા ફન્ડ ટ્રાન્સફસની સુવિધા, કરન્ટ એકાઉન્ટ, ઈન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, પેન્શન, ક્રેડિટ પ્રોડકટસ, ફોરેકસ વગેરે જેવી ફાઈનાન્શિયલ સર્વિસિસ, ડોરસ્ટેપ બેન્કિંગ, ડીબીટી દ્વારા સબસિડીની પ્રાપ્તિ વગેરે સામેલ છે.  પેમેન્ટસ બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં ગ્રાહક 1 લાખ સુધીની ડિપોઝીટ રાખી શકશે.

આગળ વાંચો, સપ્ટેમ્બરથી આ પણ છે ઓપ્શન

From May you will get 1.5% interest on post office saving account

એપમાંથી પણ પેમેન્ટનું મળશે ઓપ્શન

બીજા ફેઝમાં સપ્ટેમ્બરથી પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હોલ્ડરને તેમના IPPB એકાઉન્ટમાંથી સુકન્યા સમુધ્ધિ, રિકરિંગ ડિપોઝીટ, સ્પીડ પોસ્ટ જેવી પ્રોડકટસ માટે પેમેન્ટસનો ઓપ્શન મળશે. આ સિવાય IPPB ઝડપથી મર્ચન્ટસનું રજિસ્ટ્રેશન શરૂ કરશે, જે તેના કસ્ટમર્સ પેમેન્ટ એપ દ્વારા કરી શકશે. IPPB ઝડપથી તેની એપ બેઝડ પેમેન્ટ સિસ્ટમ લાવશે. જેના દ્વારા ગ્રોસરી, ટિકિટ વગેરેનું પેમેન્ટ થઈ શકશે.

X
From May you will get 1.5% interest on post office saving account
From May you will get 1.5% interest on post office saving account
From May you will get 1.5% interest on post office saving account
From May you will get 1.5% interest on post office saving account
From May you will get 1.5% interest on post office saving account
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App