મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવું છે તો આ 4 બાબતો ખાસ જાણો

માત્ર 500 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરી શકાય છે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 07:20 PM
Four important points regarding mutual fund

મુંબઈઃ ઘણાં રોકાણકાર ઈન્વેસ્ટમેન્ટ માટે શેરને બેસ્ટ માને છે. તેમની ઘારણા એવી હોય છે કે તેનાથી લાંબા ગાળે સંપતિ બનાવવામાં ખૂબ જ મદદ મળે છે. જોકે તમે ડાયરેકટ શેરની ખરીદી કરવાના સ્થાને મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમથી શેરમાં રોકાણ કરી શકો છો. તેમાં સરળતા એ હોય છે કે શેર પર નજર રાખવા માટે તમારી પાસે એક ફન્ડ મેનેજર હોય છે. સામાન્ય રીતે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કમાં મુકવામાં આવતી ફિકસ્ડ ડિપોઝીટ કરતું વધુ રિટર્ન આપે છે.

મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમથી શેરમાં રોકાણ કરવું શા માટે છે બેસ્ટ....

આપણે નોકરી-ધંધો કરતા હોવાને કારણે શેર પર નજર રાખવાનો સમય રહેતો નથી. આ સિવાય કોઈ એવી સ્થિતિમાં તરત નિર્ણય લેવો, શેર વેચવા કે લેવા બધા માટે શકય નથી. મ્યુચ્યુઅલ ફન્ડમાં આ અંગેનો સંપૂર્ણ નિર્ણય પ્રોફેશનલ મેનેજર લે છે. તેમનું કામ ટ્રેક રાખવું, રોકાણની તકો શોધવી અને રિસર્ચ કરવાનું છે. જો ફન્ડ મેનેજર કોઈ શેરમાં રોકાણનો નિર્ણય લે છે તો તેની પાછળ તેની મોટી રિસર્ચ ટીમની તાકાત હોય છે. તેની સરખામણીમાં આમ લોકો શેરમાં રોકાણની ટિપ્સ, સમાચારો અને સેન્ટીમેન્ટસ પ્રમાણે રોકાણ કરે છે. આ કારણે તેમાં ખૂબ જ રિસ્ક છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...

Four important points regarding mutual fund

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ માટે કેટલી રકમ જોઈએ

 

માત્ર 500 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરી શકાય છે. આ રકમમાં પણ તમને શેરનો એક પોર્ટફોલિયો મળે છે. તમે રોકાણ માટે ચોક્કસ સમયનો વિકલ્પ શોધી શકો છો. મ્યુચ્યુઅલ ફન્ડનું યુનિટ રાખવા માટે ડીમેટ એકાઉન્ટની પણ જરૂર નથી.

Four important points regarding mutual fund

કેટલો ટેકસ ચુકવવો પડે છે મ્યુચ્યુઅલ ફન્ડ પર

 

જો કોઈ રોકાણકાર એક વર્ષ પહેલા શેર ખરીદે કે વેચે તો તેને તેની પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ચુકવવો પડે છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં આ કામ ફન્ડ મેનેજર કરે છે. નવા નાણાંકીય વર્ષમાં જો તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરો છો તો એક વર્ષથી વધુ રાખવા પર અને એક લાખ રૂપિયાથી વધુની કમાણી થવા પર 10 ટકાના દરથી લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેકસ આપવો પડશે.

Four important points regarding mutual fund

મ્યુચ્યુઅલ ફન્ડમાં લિક્વિડિટીની સ્થિત શું છે

 

ઘણાં શેરોમાં તરલતાની કમી હોય છે. જો વેચવાવાળાની પાસે ઘણાં શેર હોય તો કિંમત ઘટવા લાગે છે. આ સિવાય કોઈ સારા સમાચારથી શેરમાં તેજી આવવા લાગે છે. જયારે મ્યુચ્યુઅલ ફન્ડમાં આ પ્રકારની કોઈ સમસ્યા આવતી નથી.

X
Four important points regarding mutual fund
Four important points regarding mutual fund
Four important points regarding mutual fund
Four important points regarding mutual fund
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App