તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ પહેલા સુધી સરકાર તરફથી પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને મળી રહી હતી આ 9 સુવિધાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ભારત રત્ન અટલજી શુક્રવારે પંચતત્વમાં વિલીન થઇ ગયા. ઉત્તરપ્રદેશની યોગી સરકાર હવે તેમની યાદમાં આગરાના બટેશ્વરથી લઇને લખનઉ સુધી એમ કુલ ચાર સ્મારક બનાવશે. પૂર્વ પ્રધાનમંત્રીઓને સરકાર કેટલાક પ્રકારની સુવિધાઓ આપે છે. તેમને દર મહિને પેન્શન પણ મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ પીએમ સ્વ. અટલજીને દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મળતું હતું. તે સિવાય સચિવાલયની સહાયની સાથે જ કાર્યાલય ખર્ચ માટે દર મહિને 6 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. 

 

અન્ય કઇ સુવિધાઓ મળે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને.. 
- રહેવા માટે સરકાર ઘર આપે છે. જેનો કોઇ ચાર્જ લેવાતો નથી. 
- 14 સદસ્યોની સેક્રેટરિયલ ટીમ મળે છે. 
- અનલિમિટેડ ટ્રેન ટ્રાવેલની ફેસિલિટી મળે છે. 
- દર વર્ષે 6 ડોમેસ્ટિક એક્ઝિક્યુટિવ ક્લાસ એર ટિકિટ્સ મળે છે. 
- એક વર્ષ સુધી (આ સમય સરકાર વધારી શકે છે)એસપીજી સુરક્ષા મળે છે. 
- આજીવન ફ્રી તબીબી સહાય મળે છે. 
- 5 વર્ષ સુધી ઓફિસનો સંપૂર્ણ ખર્ચ મળે છે. 
- જીવનભર માટે ફ્રી વીજળી અને પાણી મળે છે. 

 

કેટલી હતી અટલજીની પ્રોપર્ટી 

અટલજીએ 2004માં લખનઉથી ચુંટણી લડી હતી ત્યારે તેમણે તેમની પ્રોપર્ટીની જાણકારી આપી હતી. જેમા અચલ સંપત્તિના કોલમમાં 'હાઉસ'ના કોલમમાં Nil ભરવામાં આવ્યું હતું. એટલે તેમની પાસે પોતાનું ઘર નહોતું. જોકે, બિલ્ડિંગ્સ'ના કોલમમાં બે પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી. જેમા દિલ્હીમાં એક ફ્લેટ જેની કિંમત તે સમયે 22 લાખ રૂપિયા બતાવવામાં આવી હતી. અને ગ્વાલિયરમાં તેમના પૂર્વજોએ બનાવેલું એક ઘર હતું. એટલે કે તેમણે જાતે પોતાના પૈસાથી કોઇ ઘર ખરીદ્યું નહોતું. 


કુલ કેટલી પ્રોપર્ટી હતી વાજપેયી પાસે.... 

- 2004માં અટલજીએ અંતિમ એફિડેવિડ કરાવ્યું હતું. તે અનુસાર તેમની પાસે 20 હજાર રૂપિયા કેસ હતા. 
- બેન્કમાં કુલ 29,58,450 રૂપિયા જમા હતા. જેમાથી 3,82,888 રૂપિયા એસબીઆઇ નવી દિલ્હી અને 25,75562 રૂપિયા એસબીઆઇની સંસદ ભવન બ્રાન્ચમાં જમા હતા. 
- એનએસએસ અને પોસ્ટ સેવિંગ જેવી સ્કિમ્સમાં 1,20,782 રૂપિયા જમા હતા. 
- જ્વેલરીમાં તેમની પાસે કઇ નહોતું. 


એસેસટ્સ કેટલી હતી 
-દિલ્હીમાં 22 લાખ રૂપિયાનો એક ફ્લેટ છે. 
-ગ્વાલિયરમાં 180 સ્ક્વેર ફૂટનું 6 લાખ રૂપિયાનું પૂર્વજોનું ઘર છે. 
- તેમની કોઇ પણ જવાબદારી બાકી નથી. 

 

જમીન કેટલી હતી 
-કૃષિ જમીન ન હતી. 
-બિન-કૃષિ જમીન પણ ન હતી
-પોતાની બિલ્ડિંગ છે પરંતુ ઘર નથી. 

અન્ય સમાચારો પણ છે...