ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» અબજો રૂપિયા હોવા છતા આ વસ્તુઓમાં પૈસા ખર્ચતા બચે છે દુનિયાના અમીર લોકો પણ|follow this tips how millionaire save money and not waste in this kind of things

  અબજો રૂપિયા હોવા છતા આ વસ્તુઓમાં પૈસા ખર્ચતા બચે છે દુનિયાના અમીર લોકો પણ

  divyabhaskar.com | Last Modified - May 19, 2018, 05:42 PM IST

  ધનવાન વ્યક્તિઓ પાસે પૈસાની કમી નથી હોતી, તે દુનિયાની કિંમતીમાં કિંમતી વસ્તુ સરળતાથી ખરીદી શકે છે
  • અબજો રૂપિયા હોવા છતા આ વસ્તુઓમાં પૈસા ખર્ચતા બચે છે દુનિયાના અમીર લોકો પણ
   અબજો રૂપિયા હોવા છતા આ વસ્તુઓમાં પૈસા ખર્ચતા બચે છે દુનિયાના અમીર લોકો પણ

   યૂટીલિટી ડેસ્ક: પોતાની મહેનત અને મબૂજત હોસલાના કારણે ધનવાન બનેલા લોકો પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. બેસ્ટ સેલિંગ બુક લેખક ટોમ કોર્લીની બુક 'Rich Habits:The Daily Habits of Successful People' અનુસાર, ધનવાન વ્યક્તિઓ પાસે પૈસાની કમી નથી હોતી, તે દુનિયાની કિંમતીમાં કિંમતી વસ્તુ સરળતાથી ખરીદી શકે છે, જોકે તે લોકો પણ પૈસા ખર્ચ કરતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખતા હોય છે. તો આવો જાણીએ બુકમાં લખેલી એવી વાતો જે વધારે પડતા ધનવાનોમાં સમાન છે અને આમણે પણ શીખવી જોઇએ.

   વિશ્વમાં એવા પણ ધનવાનો છે જેઓ ઇચ્છે છેકે તેમની કમાણી તેમના બાળકોને ન મળે. માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સ એવું ઇચ્છે છેકે તેમના બાળકો પોતાની લાઇફ જાતે બનાવે. તેઓ માને છેકે સરળતાથી મળતી વિરાસતના કારણે તેમના બાળકો પૈસાની કિંમત નહી સમજી શકે. તો આવો જાણીએ એવી વસ્તુઓ વિશે જે સક્સેસફૂલ વ્યક્તિઓ પોતાની લાઇફમાં ફોલો કરે છે.

   અમીર લોકો ખોટા શો ઓફ માટે મોંધા બ્રાન્ડની ખરીદી નથી કરતા

   બિલ ગેટ્સ 10 ડોલર (676 રૂ.)ની જ ઘડિયાળ પહેરતા હતા, જોકે તે પોતાની ઇચ્છા મુજબ કેટલી પણ મોંઘી રોલેક્સ ઘડિયાળો ખરીદી શકતા હતા.

   વધારે પડતા ક્રેડિટ કાર્ડ નથી રાખતા

   તેઓ માને છેકે વધારે કાર્ડ રાખવાથી કાર્ડની ફિ અને ફાઇનાન્સ પે વધી જાય છે, તો બીજી તરફ વધારે કાર્ડ હોવાથી આપણે જરૂરિયાત વગરની પણ શોપિંગ કરવા લાગીએ છીએ.

   લેટ ફી નથી ભરતા

   અમીર લોકો પાસે સમય હોતો નથી. તેમ છતા લેટ ફી ભરીને તેઓ પૈસા વેસ્ટ કરવામાં નથી માનતા. દરેક પ્રકારના બિલ સમયસર ભરી દેવામાં આવે છે.

   ડ્યૂરેબલ (ટકાઉ)વસ્તુઓ જ ખરીદે છે

   આમ તો અમીર લોકો કોઇપણ વસ્તુને કેટલી પણ વાર રિપ્લેસ કરી શકે છે, છતા પણ તે ડ્યૂરેબલ(ટકાઉ)વસ્તુઓ ખરીદીવાનું વધારે પસંદ કરે છે, જે વધારે સમય સુધી ચાલે અને તેનું મેન્ટેનન્સ પણ ઓછુ આવે.

   મોંધા સલૂનનો નથી કરતા ઉપયોગ

   કેટલા પણ પૈસા હોય, પણ તેઓ પોતાની રેગ્યૂલર શોપ પર જ જઇને વાળ કપાવે છે.

   નથી થતા જલ્દી રિટાયર

   અબજો રૂપિયા હોવા છતા તેઓ જલ્દી રિટાયર થવાનું વિચારતા નથી , તેઓ એવું માને છે કે જેટલી ઉંમર સુધી કામ કરી શકીએ ત્યાં સુધી કરવું જોઇએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અબજો રૂપિયા હોવા છતા આ વસ્તુઓમાં પૈસા ખર્ચતા બચે છે દુનિયાના અમીર લોકો પણ|follow this tips how millionaire save money and not waste in this kind of things
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top