Divya Bhaskar

Home » National News » Utility » Flipkart will launch new service Flipkart Plus on August 15

Flipkart Plus સર્વિસ આપશે એમેઝોનને ટક્કર, ફ્રીમાં આપશે ફાસ્ટ ડિલીવરી, કસ્ટમરને મળશે Plus Coin કમાવાનો મોકો

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 08:05 PM

ફ્લિપકાર્ટ પોતાની સર્વિસ Flipkart Plusને 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે

  • Flipkart will launch new service Flipkart Plus on August 15

    યુટિલીટી ડેસ્ક: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ડ કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ Flipkart Plusને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સર્વિસને 15 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. જેમા ગ્રાહકોને ફ્રી ડિલીવરી, ફાસ્ટ શિપિંગ અને સેલ સમયે પ્રોડક્ટ્સને પહેલા ખરીદવાનો મોકો મળશે. આ પ્રોગ્રામ એમેઝોન પ્રાઇમને ટક્કર આપી શકે છે. એમેઝોન પ્રાઇમ મારફતે પણ આ સર્વિસ આપવામાં આવે છે. પણ તેના માટે ગ્રાહકોને વાર્ષિક અથવા માસિક ચાર્જ ચૂકવવાનો રહે છે.

    Flipkart Plusની ડિટેલ્સ


    Flipkart Plusમાં ગ્રાહકોને પ્રત્યેક ઓર્ડર પર Plus Coin આપવામાં આવશે. આ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. તેને 'મેક માય ટ્રિપ', 'બુક માય શો', 'ઝોમેટો', 'હોટસ્ટાર' અને 'કેફે કોફી ડે' જેવી જગ્યાઓ પર યુઝ કરી શકાય છે. સાથે જ ફ્લિપકાર્ટે જણાવ્યું છે કે, યુઝર્સ પાસેથી આ સર્વિસ માટે એક્સ્ટ્રા શુલ્ક વસૂલવામાં નહીં આવે. પરંતુ એમેઝોન પ્રાઇમ સર્વિસ માટે ગ્રાહકોને 999 રૂપિયા પ્રતિવર્ષ ચૂકવવાના રહે છે.

    કંપનીનું શું છે કહેવું?

    કંપનીએ જણાવ્યું કે, આ પ્રોગ્રામ યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થશે. ફ્લિપકાર્ટના ગ્રાહક Plus Coin કમાઇ શકે છે અને તેના ફાયદા અને રિવોર્ડ્સ અનલોક કરી શકે છે. ફ્લિપકાર્ટના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "અમે ભારતીય કસ્ટમર્સને નજીકથી જાણીએ છીએ, અમે ફ્લિપકાર્ટને ભારતના સૌથી સમ્મિલિત કસ્ટમર બેનિફિટ પ્રોગ્રામ બનાવ્યો છે અને આ સ્વતંત્રતા દિવસ પર તેને લોંચ કરી રહ્યા છીએ.

    ગ્રાહકોને થશે આ ફાયદા

    પ્રોડક્ટની ફ્રી ડિલીવરી
    ફ્લિપકાર્ટ પર કોઇપણ સેલ ઇવેન્ટમાં પહેલા એક્સેસ મળશે
    બેટર કસ્ટમર સપોર્ટ
    ફાસ્ટ શિપિંગ

    જાણો એમેઝોન પ્રાઇમ વિશે

    આ સર્વિસમાં ગ્રાહકોને 1 દિવસમાં ડિલીવરીની સુવિધા મળે છે. સાથે જ ફ્રી શિપિંગ ચાર્જની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઇપણ સેલ ઇવેન્ટમાં સૌથી પહેલા પ્રાઇમ યુઝર્સને એક્સેસ આપવામાં આવે છે. આના સબ્સ્ક્રિપ્શન્સ માટે ગ્રાહકોને 999 રૂપિયા પ્રતિવર્ષ ચૂકવવાના રહે છે. સાથે જ માસિક સબ્સ્ક્રિપ્શન્સ માટે 129 રૂપિયા લેવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending