Divya Bhaskar

Home » National News » Utility » Flipkart new service is Flipkart Plus launched today

Flipkartની નવી સર્વિસ ફ્લિપકાર્ટ પ્લસ થઇ લોન્ચ, ફ્રીમાં મળશે Plus Coin સહિતના ફાયદા

Divyabhaskar.com | Updated - Aug 15, 2018, 05:27 PM

ઇ-કોમર્સ કંપનીઓ Exclusive offers, Fast delivery અને અન્યથી પહેલા પ્રોડક્ટને એક્સેસ આપવા માટે કસ્ટમર લોયલટી પ્રોગ્રામ ચલા

  • Flipkart new service is Flipkart Plus launched today

    યુટિલિટી ડેસ્ક: ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે કસ્ટમર લોયલટી પ્રોગ્રામ Flipkart Plus સર્વિસને લોન્ચ કરી છે. આ જાહેરાત પહેલા જ થઇ ગઇ હતી. પરંતુ કંપનીએ સ્વતંત્રતા દિવસના અવસરે શરૂ કરવું નક્કી કર્યું છે. તમને જણાવી દઇએ કે, ઇ-કોમર્સ કંપનીઓ Exclusive offers, Fast delivery અને અન્યથી પહેલા પ્રોડક્ટને એક્સેસ આપવા માટે કસ્ટમર લોયલટી પ્રોગ્રામ ચલાવે છે.

    ફ્લિપકાર્ટ પ્લસ એમેઝોનની પ્રાઇમ સર્વિસની જેમ જ છે. પરંતુ એમેઝોનની પ્રાઇમ સર્વિસ માટે ગ્રાહકે 999 રૂપિયા પ્રતિ વર્ષના હિસાબથી આપવા પડે છે, પણ ફ્લિપકાર્ટ પ્લસ માટે કસ્ટમર્સે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે નહીં. આ વાર્ષિક સબ્સક્રિપ્શન છે અને આ 15 ઓગસ્ટ 2019 સુધી ચાલશે.

    ફ્લિપકાર્ટ પ્લસના મેમ્બર બનવા માટે તમારે માત્ર ફ્લિપકાર્ટ પ્લસના પેજ પર જવાનું રહેશે, અહીં તમને ઓપ્શન્સ મળી જશે. મેમ્બરશિપના અન્ય ફાયદા પણ છે જેમા શોપિંગ કરવા પર રિવોર્ડ પણ આપવામાં આવશે.

    કસ્ટમર્સને આપવામાં આવશે Plus Coin
    ફ્લિપકાર્ટ કસ્ટમર્સને દરેક ઓર્ડર પર Plus Coin ડિજિટલ કરન્સી આપશે. તેને યુઝર્સ ફ્લિપકાર્ટ સિવાય મેક માય ટ્રિપ, બુક માય શો, ઝોમેટો, હોટ સ્ટાર અને કેફે કોફી ડે પર યુઝ કરી શકે છે.

    ફ્લિપકાર્ટ પોતાની આ સર્વિસ દ્વારા એમેઝોનને ટક્કર આપવા માંગે છે. તમને જણાવી દઇએ કે ફ્લિપકાર્ટનું ઍકિવઝિશન હાલમાં જ અમેરિકન મલ્ટી બ્રાંડ રીટેલ વોલમાર્ટે કર્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending