10 ઓગસ્ટથી શરૂ થશે Flipkart Big Freedom Sale, મળશે 24 કલાકમાં 24 ડીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: Independence dayને સેલિબ્રેટ કરવા માટે એમેઝોન બાદ હવે ફ્લિપકાર્ટ પણ 10 ઓગસ્ટથી લઇને 12 ઓગસ્ટ સુધી 'ફ્રિડમ ડે સેલ' શરૂ કરશે. જેમા સ્માર્ટફોનથી લઇને ફેશન સુધીની પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા એક્સ્ટ્રા કેશબેક આપવામાં આવશે. તે સિવાય બ્લોકબસ્ટર ડીલ્સ, પ્રાઇસ ક્રેશ, રશ ઓવર અને ફ્રિડમ કાઉંટડાઉન સેમેન્ટની પણ ઓફર આપવામાં આવશે.

 

Flipkart The Big Freedom Saleમાં કંપની ગ્રાહકો માટે અલગ-અલગ બ્રાન્ડ્સ અને Categoryના પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર આપવામાં આવશે. આ સેલમાં ગ્રાહકોને દર 8 કલાક બાદ બ્લોકબસ્ટર ડીલ મળશે. આ સેલ સમયે ગ્રાહકોને કેટલાક પ્રોડક્ટ્સ પર 80% સુધીની બંપર છૂટ મળશે. 

 

10 ઓગસ્ટથી શરૂ થનાર આ સેલમાં રાત્રે 12થી 2 વાગ્યા સુધી 'Rush Hour'માં ભારે છૂટ મળશે. 'ફ્રિડમ કાઉન્ટડાઉન'નામની ડીલમાં 10થી લઇને 12 તારીખ સુધી રોજ 7:47 PMથી 8:18 PM એટલે 31 મિનિટ સુધી પ્રોડક્ટ્સની કિંમતો ઓછી રહેશે. સાથે 'One Deal Every Hour'માં સેલ સમયે દર કલાકે એક નવી ડીલ જોવા મળશે. આ રીતે તમને 24 કલાકમાં 24 ડીલ મળશે. 

 

ડિસ્કાઉંટ Category

 

સેલમાં બધીજ કેટિગરીના પ્રોડક્ટ્સ પર અલગ-અલગ ડિસ્કાઉન્ટ મળશે. અહીં Samsung, Apple અને Xiaomi જેવા સ્માર્ટફોન્સ પર ભારે છૂટ મેળવવાનો મોકો આપવામાં આવશે. ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સ્ચર, જેવા ઘરેલૂ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ પર 70% સુધીની છૂટ મળશે. લેપટોપ, ઓડિયો અને કેમેરા પર 80% સુધીની ઓફર છે જ્યારે કપડા થતા અન્ય ફૂટવેર પર 40-80% સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ઘરના ફર્નીચર્સ અને અન્ય સામાન પર પણ 40થી 80% સુધીની છૂટ આપવામાં આવશે.