ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Flight tickets under Rs 1000 on selected domestic airport

  GoAir આપી રહ્યું છે 991 રૂપિયામાં હવાઈ મુસાફરીની તક, 5 એપ્રિલ પહેલા કરાવો બુકિંગ

  Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 01:49 PM IST

  એરલાઈન્સ કંપની ગોએરએ મુસાફરો સસ્તી હવાઈ મુસાફરી કરી શકે તે માટે ઓફર રજૂ કરી છે
  • GoAir આપી રહ્યું છે 991 રૂપિયામાં હવાઈ મુસાફરીની તક, 5 એપ્રિલ પહેલા કરાવો બુકિંગ
   GoAir આપી રહ્યું છે 991 રૂપિયામાં હવાઈ મુસાફરીની તક, 5 એપ્રિલ પહેલા કરાવો બુકિંગ

   નવી દિલ્હીઃ એરલાઈન્સ કંપની ગોએરએ મુસાફરો સસ્તી હવાઈ મુસાફરી કરી શકે તે માટે ઓફર રજૂ કરી છે. કંપનીની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, ગોએર 991 રૂપિયામાં(તમામ કરો સહિત) ટિકિટ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ અંતર્ગત પાંચ એપ્રિલ સુધી ટિકિટ બુક કરાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે મુસાફરો ગોએર એપથી ટિકિટ બુક કરાવીને 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. શું કહેવું છે ગોએરનું...

   ગોએરનું કહેવું છે કે ગોએરની સાથે ન્યુનતમ ભાડાની મજા લો. અમારું સૌથી ઓછું ભાડું 991 રૂપિયા છે. સ્માર્ટ બનો અને વધુ બચત કરો. ગોએરની એપથી બુકિંગ કરીને GOAPP10 પ્રોમોકોડનો ઉપયોગ કરો અને 10 ટકાથી વધુની વધારાની છુટ મેળવો. ઝડપ કરો ઓફર પાંચ એપ્રિલ સુધી જ માન્ય છે.

   હાલ કરો બુક

   ગોએરની ઓફર અંતર્ગત બાગડોરથી ગુવાહટી સુધીના રૂટ માટેની શરૂઆતની ટિકિટની કિંમત 991 રૂપિયા છે. જયારે આ ઓફર અંતર્ગત ગુવાહટીથી બગડોગર સુધી 1346 રૂપિયા, પટનાથી કોલકતા 1505 રૂપિયા, મુંબઈથી અમદાવાદ 1556 રૂપિયા, પટનાથી રાંચી સુધી 1560 રૂપિયા, અમદાવાદથી મુંબઈ માટેની ટિકિટની શરૂઆતી કિંમત 1608 રૂપિયા છે. આ ઓફરમાં સામેલ અન્ય રૂટસ કંપનીની વેબસાઈટ પરથી જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ ઓફર અંતર્ગત સિમિત સીટસ છે. ટિકિટનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Flight tickets under Rs 1000 on selected domestic airport
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top