Home » National News » Utility » Five government schemes for woman, do you know

મહિલાઓ માટે મોદીની છે આ 5 ખાસ સ્કીમ, શું તમે ઉઠાવ્યો ફાયદો

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 07:51 PM

સરકારે છેલ્લા થોડા વર્ષોમાં ઘણી યોજનાઓ મહિલાઓ માટે લાગૂ કરી છે

  • Five government schemes for woman, do you know
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ 8 માર્ચે જ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો. મહિલા સશકિતકરણ પર ભાર આપવા માટે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. જયારે ઘણાં પ્રકારની યોજનાઓ દ્વારા ભારત સરકાર પણ મહિલાઓની વિરુધ્ધ થઈ રહેલી હિંસા અને ભેદભાવ પ્રત્યે સજાગ થઈ રહી છે. આ યોજનાઓ નબળી અને પિડિત મહિલાઓને અવાજ ઉઠાવવામાં મદદ કરી રહી છે. દેશની સરકારે મહિલાઓના મુદ્દા અને દેશની અર્થવ્યવસ્થામાં યોગદાનને માન્યતા આપી છે. આ સિવાય સરકારે છેલ્લા થોડા વર્ષોમાં ઘણી યોજનાઓ મહિલાઓ માટે લાગૂ કરી છે. શું તમે આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો, મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ વિશે...

  • Five government schemes for woman, do you know
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સુકન્યા સમુધ્ધિ સ્કીમ

     

    સુકન્યા સમુધ્ધિ સ્કીમ કેન્દ્ર સરકારની સ્કીમ છે. પુત્રીની ઉંમરની 10 વર્ષ થાય ત્યાં સુધી આ એકાઉન્ટ ખોલી શકાય છે. તમારી પુત્રીની ઉંમર 21 વર્ષ થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. જો તમે આ એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા છે તો મેચ્યોરિટી પર તમને 68 લાખ રૂપિયાથી વધુ રકમ મળશે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • Five government schemes for woman, do you know
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બેટી બચાઓ બેટી પઢાઓ

     

    આ એક સામાજિક અભિયાન છે, જેનું લક્ષ્ય છે કે મહિલા ભેદભાવ ઉન્મૂલન અને યુવા ભારતીય છોકરીઓ માટે કલ્યાણ સેવાઓ પર જાગ્રૃતતા વધારવી. આ યોજના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલાયનું સંયુકત ઉપક્રમ છે. આ પ્રોગ્રામનો ટાર્ગેટ છે કે જે છોકરીઓનો અભ્યાસ અટકયો હોય, તેમને આગળ અભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવે. આ યોજના તાજેતરમાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. અગાઉ આ યોજના માત્ર 161 જિલ્લામાં લાગૂ હતી, જેને હવે 640 જિલ્લાઓમાં વધારવામાં આવી છે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • Five government schemes for woman, do you know
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિલા ઈ-હાર્ટ

     

    આ યોજનાનો મુખ્ય ફોકસ ઘરમાં રહેનારી મહિલાઓ પર છે. તેને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. આ માટે મહિલા અને બાલ વિકાસ મંત્રાલયએ એક મંત્ર તૈયાર કર્યું છે, જેના માધ્યમથી મહિલા તેમના હુનર દ્વારા કમાણી પણ કરી શકે છે. મંત્રાલયે આ યોજનાનું નામ મહિલા 'ઈ-હાટ' આપ્યું છે. આ યોજનાના પ્રસાર માટે એક વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • Five government schemes for woman, do you know
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઉજ્જવલા યોજના

     

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ રેખાની નીચે જીવન ગુજારતી 2 કરોડથી વધુ મહિલાઓને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અગામી 3 વર્ષમાં ગરીબી રેખાની નીચે રહેતી 5 કરોડથી વધુ મહિલાઓને નવા એલપીજી કનેકશન ઉપલબ્ધ કરાવવા માટે 8000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.


    આગળની સ્લાઈડમાં વાંચો

  • Five government schemes for woman, do you know

    વર્કિંગ વુમન હોસ્ટેલ

     

    આ યોજનાનો હેતું કામ કરનાર મહિલાઓને સુરક્ષિત આવાસ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જયાં તેમના બાળકોની દેખરેખની તમામ સુવિધા ઉપલબ્ધ હોય. આ યોજના શહેરી, સેમી અરબન અને ગ્રામીણ તમામ જગ્યાઓ પર ઉપલબ્ધ છે. જયાં મહિલાઓ માટે રોજગારીની તકો ઉપલબ્ધ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ