Divya Bhaskar

Home » National News » Utility » ફેસબુક આપશે 26 લાખ, બસ તમારે આપવાની રહેશે આ સૂચના । Facebook will give you Rs 26 lakh, if you notify this information

ફેસબુક આપશે 26 લાખ, બસ તમારે આપવાની રહેશે આ સૂચના

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 05:11 PM

ડેટા મિસયુઝને લઈને ખૂબ જ ટીકાનો સામનો કરી રહેલું ફેસબુક કેટલાક નવા ઉપાયોની સાથે બહાર આવ્યું છે

  • ફેસબુક આપશે 26 લાખ, બસ તમારે આપવાની રહેશે આ સૂચના । Facebook will give you Rs 26 lakh, if you notify this information
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ડેટા મિસયુઝને લઈને ખૂબ જ ટીકાનો સામનો કરી રહેલું ફેસબુક કેટલાક નવા ઉપાયોની સાથે બહાર આવ્યું છે. ફેસબુકે તમામ પ્રકારના ફેરફાર કર્યા બાદ હવે કંપનીએ એવા લોકોને ઈનામ આપવાની જાહેરાત કરી છે, જે કોઈ પણ પ્રકારના ડેટા મિસયુઝની માહિતી આપશે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગના અમેરિકાની સંસદમાં એપિયરન્સ પહેલા કંપનીએ આ અંગેની જાહેરાત કરી છે.

    કંપનીના જણાવ્યા પ્રમાણે, એવા લોકોને ઈનામ આપવામાં આવશે, જે સબૂતની સાથે ફેસબુકને એ જણાવશ કે તેમના પ્લેટફોર્મ પર ચાલનાર કોઈ એપ લોકોનો ડેટા લઈને થર્ડ પાર્ટને વેચી રહ્યું છે કે કોઈ એપ લોકોનો ડેટા ચોરી રહી છે. એવામાં લોકોને કંપની તરફથી 500 ડોલરથી લઈને 40,000 ડોલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે. કંપનીએ એ બાબત પણ જણાવી છે કે વધુમાં વધુ રકમ 40 હજાર ડોલર એટલે કે વધુ થઈ શકે છે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • ફેસબુક આપશે 26 લાખ, બસ તમારે આપવાની રહેશે આ સૂચના । Facebook will give you Rs 26 lakh, if you notify this information

    ઝુકરબર્ગે માની ભૂલ

     

    અગાઉ ઝુકરબર્ગે અમેરિકા કોગ્રેસને લેખિતમાં કહ્યું હતું કે તેમની કંપનીએ પોતાના યુઝરના ડેટાનો દૂરઉપયોગ રોકવા માટે છેલ્લા થોડા વર્ષોથી પર્યાપ્ત પગલા ભર્યા ન હતા. તેમણે તેને લઈને કોગ્રેસના સભ્યોની માંફી માંગી હતી. ફેસબુકે એ વાતનો સ્વીકાર કર્યો છે કે અમેરિકામાં આઠ કરોડ 70 લાખ યુઝરની પ્રાઈવેટ માહિતી રાજકીય સલાહકાર કંપની કેબ્રિજ એનાલિટિકાને આપી હતી. ઉલ્લેખનીય છે કે ફેસબુકની વિરુધ્ધ અવાજ ઉઠવાની શરૂઆત ત્યારે થશે, જયારે કેબ્રિજ એનાલિટિકા ડેટા લીક સામે આવ્યું. આ એજન્સીએ ફેસબુકના કરોડો યુઝર્સના ડેટા ફેસબુકમાંથી લઈને ખોટી રીતે લીક કર્યા હતો. બાદમાં પરિણામને લઈને સવાલ ઉઠયા અને કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે માંફી માગવી પડી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending