તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા એકાઉન્ટમાં હશે 5 કરોડ, એક્સપર્ટે જણાવ્યો ખાસ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ જો તમે 20 વર્ષમાં 5 કરોડ રૂપિયા બનાવવા માગો છો તો તમે તેવુ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે દર મહિને એક નિશ્ચિત રકમ રોકવી પડશે. તમારે આગામી 20 વર્ષ સુધી આ રોકાણ જાળવી રાખવું પડશે. જો તમે અધવચ્ચે તમારું રોકાણ બંધ કરી દેશો તો તમે તમે લક્ષ્ય સુધી પહોંચી નહીં શકો. જો તમે સતત 20 વર્ષ સુધી રોકાણ જારી રાખો છો તો 20 વર્ષ બાદ તમારી પાસે 5 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે. 
 
કેટલું કરવું પડશે રોકાણ
બેન્કબજારડોટકોમના સીઇઓ આદિલ શેટ્ટીએ જણાવ્યા પ્રમાણે 20 વર્ષમાં 5 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP  એકાઉન્ટ ખોલાવવું પડશે. તમારે SIPમાં દર મહિને 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે જ તમારે તમારું રોકાણ દર વર્ષે 10 ટકા વધારવાનું રહેશે. જો તમને રોકાણ પર વર્ષે 15 ટકા રિટર્ન મળે છે તો 20 વર્ષમાં તમારું કુલ ફંડ 5 કરોડ રૂપિયા થઇ જશે. આદિલ શેટ્રી અનુસાર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા સમયગાળામાં 12 ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે. તેવામાં તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરી લાંબા સમયમાં 15 ટકા અથવા તેનાથી વધારેનું રિટર્ન મેળવી શકો છો.   
મંથલી રોકાણ 20,000 રૂપિયા 
રોકાણમાં વાર્ષિક વધારો 10 %
રોકાણનો સમયગાળો 20 વર્ષ
અંદાજીત રિટર્ન 15 ટકા 
કુલ ફંડ 5 કરોડ રૂપિયા

 

40 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ પણ બનાવી શકે છે 5 કરોડનું ફંડ
જો કોઇએ મોડેકથી ફાઈનાન્સિયલ પ્લાનિંગ શરૂ કર્યું છે, જેમકે 40 વર્ષની ઉંમર છે તો એ વ્યક્તિ પણ 60 વર્ષની ઉંમર સુધીમાં 5 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકે છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે 60 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ નોકરી અથવા અન્ય કામ કરે છે. તેવામાં 40 વર્ષની ઉંમરમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ શરૂ કરનારી વ્યક્તિ પાસે મોટુ ફંડ બનાવવાનો વિકલ્પ છે. 
અન્ય સમાચારો પણ છે...